Book Title: Bharatiya Darshanma Adhyatmik Vikaskram Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ ૧૦૧૬ ] દર્શન અને ચિંતન જ્ઞાનમય સ્થિતિના પણ સાત ભાગ કરી તેને સાત ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે, જેમકે (૧) શુભેચ્છા, (૨) વિચારણા. (૩) તનુમાનસા (૪) સત્ત્વાપત્તિ, (૫) અસંસક્તિ, (૬) પદાથોભાવની, અને (૭) તુર્થગા. સાત અજ્ઞાન ભૂમિકાઓમાં અજ્ઞાનનું પ્રાબલ્ય હેવાથી તે અવિકાસ કાળમાં ગણાવી જોઈએ; તેથી ઊલટું સાત જ્ઞાન ભૂમિકાઓમાં ક્રમશઃ જ્ઞાનવૃદ્ધિ થતી હોવાથી તે વિકાસક્રમના કાળમાં ગણાવી જોઈએ. જ્ઞાનની સાતમી ભૂમિકામાં વિકાસ પૂર્ણકલાએ પહોંચે છે. તેથી ત્યારબાદની સ્થિતિ તે મેક્ષકાળ છે. બૌદ્ર દર્શન બૌદ્ધ સાહિત્યના મૌલિક પ્ર પિટકના નામે ઓળખાય છે. પિટકમાં અનેક જગાએ આધ્યાત્મિક વિકાસના ક્રમનું વ્યવસ્થિત અને સ્પષ્ટ વર્ણન છે. તેમાં વ્યક્તિની છ સ્થિતિઓ કરવામાં આવી છે. તે આ પ્રમાણેઃ (૧) અંધપુથુજજન, (૨) કલ્યાણપુથુજન, (૩) તાપન્ન, (૪) સકદાગામી, (૫) તે સ્વનજાગ્રત કહેવાય છે. (૭) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કર્મો માત્ર વાસનારૂપે રહેલાં હોય છે, તેથી તે સુપ્તિ કહેવાય છે. ત્રીજથી સાતમી સુધીની પાંચ ભૂમિકાઓ સ્પષ્ટપણે મનુષ્ય નિકાસમાં અનુભવાય છે. જુઓ ગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રકરણ ૧, સર્ગ ૧૧૭. ૧, (૧) હું મૂઠ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજ્જન દ્વારા કાંઈક આત્માવલોકન કરીશ એવી વૈરાગ્યપૂર્વક જે ઈચ્છા તે શુભેચ્છા. (૨) શાસ્ત્ર અને સજ્જનના સંસર્ગપૂર્વક વૈરાગ્યભાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે વિચારણા, (૩) શુભેચછા અને વિચારણને લીધે જે ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ ધટે છે તે તનુમાનસા કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પ-વિક૯૫ ઓછા થાય છે. (૪) ત્રણ ભૂમિકા ઓના અભ્યાસથી ચિત્ત સુધ્ધાંમાં પણ વિરતિ થવાથી સત્ય અને શુદ્ધ એવા આમામાં જે સ્થિતિ થવા પામે છે તે સવાપત્તિ. (૫) પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસગરૂપ પરિપાકથી એવી અવસ્થા થાય છે કે જેમાં ચિત્તની અંદર નિતિશય આત્માનંદને ચમત્કાર પુષ્ટ થયેલ હોય છે તે અસંસક્તિ ભૂમિકા. (૬) પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પ્રગટ થયેલ આત્મારામ સ્થિતિને લીધે એક એવી દશા પ્રાપ્ત થાય છે કે બાહ્ય ને આત્યંતર બધા પદાર્થોની ભાવના છૂટી જાય છે. દેહયાત્રા ફક્ત બીજાના પ્રયત્નને લઈને ચાલે છે. તે પદાર્થોભાવની ભૂમિકા. (૭) ભૂમિકાઓના અભ્યાસને લીધે ભેદભાવતું ભાન બિલકુલ શમી જવાથી જે એકમાત્ર સ્વભાવનિષ્ઠા પ્રાપ્ત થાય છે તે તુર્થગા. આ સાતમી તુર્યગાવસ્થા જીવમુક્તમાં હોય છે. વિદેહમુક્તને વિષય ત્યારબાદની તુર્યાતીત અવસ્થા છે. જુઓ ચોગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રસ. ૧૧૮ તથા નિર્વાણ પ્ર. સ. ૧૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12