Book Title: Bharat Bahubali Author(s): Jaybhikkhu Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 3
________________ જેન બાલગ્રંથાવલિ–૨ ભડવીર પણ જેવો તેવો નહિ. તેણે કર્યો વિચાર : લાવ બીજા દેશે જીતું ને રાજાઓને પણ રાજા થાઉં, ચક્રવર્તી કહેવાઉં. સઘળે ધર્મ ફેલાવું.' તેણે મોટા મોટા હાથી લીધા. પાણીપથા ઘોડા લીધા. શરા એવા સૈનિકે લીધા. લાવ લશ્કર લઈને એ તો નીકળી પડ્યો. ઘણું ઘણું દેશ જીત્યા. મોટા મોટા રાજાઓને હરાવ્યા. ઠેર ઠેર આણ વતાવી. છ ખંડ જીતી પાછો ફર્યો. ભરત રાજાને વિચાર આવ્યો. બધાને જીત્યા, બાકી રહ્યો એકબળિયો બાહુબલી. પણ તેને જીતવો શી રીતે ? બાહુબલી જેવો તેવો નહોતો. સિંહ જેવો બળવાન ને વાઘ જેવો વિકરાળ. જમ જેવા તો તેના હાથ. આવાને તે કેમ પહોંચાય? કેઈથી ગાં ન જાય. શત્રુઓ એનું નામ સાંભળે તો થથરી મરે. ભરતને ડર પેઠે. હાર થાય તે આબરૂના કાંકરા જ થાય ને! આખી દુનિયાને જીતનારો નાનાભાઈથી હારે એ તે કેટલી શરમની વાત! અને કદાચ જીત્યા તોયે શું! લોકો કહેશે કે નાનાભાઈનું રાજ્ય પડાવી લીધું ! આ તો સડી વચ્ચે સોપારી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18