Book Title: Bhaktamar Stotra Ketlak Prashno Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો રચયિતા હતા અને વિક્રમના સાતમા સૈકામાં શ્રી હર્ષદેવના સમયમાં વિદ્યમાન હતા એટલું ઘણાખરા વિદ્વાનો સ્વીકારે છે. - ‘ભક્તામર સ્તોત્ર’ એમના કર્તાની નમ્રતા, લઘુતા, હૃદયની નિર્મળતા તથા ભાવની ઉત્કટતાને કારણે ભક્તિના સ્તોત્ર તરીકે જેમ હૃદયસ્પર્શી છે, તેમ કર્ણમધુર વર્ણ૨ચના, ઔચિત્યયુક્ત શબ્દસંકલના, ઉપમાદિ અલંકારો, કલ્પનાની નવીનતા અને ચિત્રાત્મકતા ઇત્યાદિને કારણે કાવ્ય તરીકે પણ તે અદ્ભુત છે. ૩૯૩ સંસ્કૃત ભાષામાં અર્થ સમજાતો હોય, શાંત અને અનુકૂળ અને પ્રેરક વાતાવરણ હોય, ચિત્ત પ્રસન્નતાથી અને હૃદય ભક્તિથી સભર હોય તેવે સમયે ‘ભક્તામર’ના શ્લોકનું ઉચ્ચ સ્વરે પઠન કે ગાન કરવામાં અનેરો ઉલ્લાસ અનુભવાય છે. એવે સમયે ચિત્તમાં રહેલા અશુભ ભાવો સ્વયમેવ ગલિત થઈ જાય છે. ‘ભક્તામર'નો આનંદોલ્લાસ મનને નિર્મળ બનાવવાનું કાર્ય અવશ્ય કરી જાય છે. કોઈ પણ પ્રજા પોતાના નિ:સત્ત્વ સાહિત્યને ઝાઝો સમય સંઘરતી નથી. તેરસો કરતાંયે વધુ વર્ષથી સેંકડો અને હજારો લોકોના મુખે રોજેરોજ એનું આજ દિવસ સુધી પઠન થતું આવ્યું છે એ જ ‘ભક્તામર સ્તોત્ર’ની કાવ્ય તરીકે તેમજ સ્તોત્ર તરીકે સબળતા સિદ્ધ કરી આપે છે. ‘ભક્તામર સ્તોત્ર’ વિશે નીચેના કેટલાક પ્રશ્નો વારંવાર પુછાય છે : (૧) ભક્તામર સ્તોત્રની શ્લોક-સંખ્યા કેટલી ? આ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચાતો આવ્યો છે. વાચક ઉમાસ્વાતિકૃત ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર' જેમ શ્વેતામ્બર સમ્પ્રદાયને માન્ય છે તેમ દિગમ્બર સમ્પ્રદાયને પણ માન્ય છે. એવી જ રીતે માનતુંગસૂરિફત ‘ભક્તામર સ્તોત્ર’ની શ્લોકસંખ્યા દિગમ્બર પરંપરા પ્રમાણે ૪૮ની મનાય છે, જ્યારે શ્વેતામ્બર પરંપરામાં (કેટલાક અપવાદ સિવાય) શ્લોકસંખ્યા ૪૪ની માનવામાં આવે છે. અલબત્ત ૪૪ શ્લોકના શબ્દોના પાઠ વિશે કોઈ મતમતાંતર નથી. શ્વેતામ્બરો એમ માને છે કે ‘ભક્તામર સ્તોત્ર'ના શ્લોકની સંખ્યા ‘કલ્યાણમંદિર સ્તોત્ર'ની જેમ ૪૪ની છે. ‘કલ્યાણમંદિર સ્તોત્રમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. ‘ભક્તામર સ્તોત્ર’માં આદિનાથ ભગવાનની સ્તુતિ છે. બંને સ્તોત્રની રચનાની સાથે ચમત્કારની ઘટના વણાયેલી છે. શ્વેતામ્બર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11