Book Title: Bhaktamar Stotra Ketlak Prashno
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ se જિનતત્ત્વ વર્ણવી શકાત. અથવા ‘મત્તપેિન્દ્ર’ એ એક જ શ્લોક પૂરતો છે એવી દલીલ પણ કરી શકાય. આમ, ભામરની શ્લોકસંખ્યા માટે મતભેદ ચાલ્યો આવે છે. છતાં જો કોઈ આરાધકો ૪૪ને બદલ ૪૮ શ્લોકનું પઠન કરે તો તેથી કોઈ હાનિ હોવાનો સંભવ નથી. ૪૪ કે ૪૮ શ્લોકના વિવાદમાં ઊતરવું કે અમુક જ મતનો આગ્રહ રાખવો એના કરતાં પોતપોતાની શ્રદ્ધા અનુસાર એ સ્તોત્રના ભાવોલ્લાસમય પઠન દ્વારા આરાધના કરવી એ જ મહત્ત્વની વાત આરાધકો માટે હોવી ઘટે. (૨) કેટલાક પ્રશ્ન કરે છે કે ભક્તામર ઘણું કઠિન સ્તોત્ર છે, જલદી મોઢે થતું નથી. એના કરતાં એનો ગુજરાતી અનુવાદ મોઢે કરવામાં શું ખોટું છે ? ‘ભક્તામર સ્તોત્ર’ ઘણું કઠિન છે એ વાત સાચી છે. એમાં કેટલાય અપરિચિત શબ્દો અને જોડાક્ષરો આવે છે અને શબ્દો વચ્ચેની સંધિના કારણે ઉચ્ચારણ અટપટું લાગે છે. એથી સ્તોત્ર જલદી કંઠસ્થ થતું નથી એ વાત પણ કંઈક અંશે સાચી છે. એનો અર્થ સમજાતો નથી કે યાદ રહેતો નથી, એવી ફરિયાદમાં પણ કંઈક તથ્ય જરૂર રહેલું હશે ! આમ છતાં જેઓના મનમાં એક વખત ‘ભક્તામર સ્તોત્ર' પ્રત્યે સબહુમાન ભક્તિ- પ્રીતિ જાગે છે અને આરાધનામાં રસ અને રુચિ વધવા લાગે છે તેમને માટે ‘ભક્તામર સ્તોત્રમાં કશું કઠિન નથી. અનેક લોકોના સ્વાનુભવની આ વાત છે. અભણ સ્ત્રીપુરુષો પણ ભક્તામર કંઠસ્થ કરી શક્યાં છે. ભક્તામર કંઠસ્થ કરવા માટે વિશિષ્ટ પદ્ધતિ અપનાવવી જઈએ. એક સાથે આખો શ્લોક જેમનાથી કંઠસ્થ ન થાય તેઓએ શ્લોકની અર્ધી પંક્તિથી શરૂઆત કરવી જોઈએ. સો-બસો વખત (અથવા પોતાની જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછી વા૨) એ થોડાક શબ્દનું એવું સતત રટણ કરવું જોઈએ કે જેથી એ શબ્દો જીભમાં બેસી જાય. ત્યારપછી બાકીની પંક્તિનું પણ એ પ્રમાણે રટણ કર્યા પછી એક આખી પંક્તિનું સો બસો વખત રટણ કરવું જોઈએ, એક પંક્તિ કંઠસ્થ થઈ જાય, ત્યાર પછી ત્રીજી પંક્તિ, ત્યારપછી ચોથી પંક્તિ એમ ચારે પંક્તિ કંઠસ્થ થઈ ગયા પછી આખો શ્લોક કંઠસ્થ થઈ જાય છે. શ્લોકને કંઠસ્થ કરવામાં પોતાની પ્રકૃતિ અને ફાવટ અનુસાર પદ્ધતિ અપનાવવી જોઈએ. પરંતુ કંઠસ્થ કરવાની કોઈ એક પદ્ધતિ ઉપરાંત પોતાની સાચી રુચિ, ઊંડી લગની અને અનન્ય શ્રદ્ધા ઘણું વધુ કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11