Book Title: Bhaktamar Stotra Ketlak Prashno Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 8
________________ ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો ૩૯૯ કરી જાય છે. જ્યાં તમન્ના છે ત્યાં કંઠસ્થ કરવાનું કાર્ય પાર પડ્યા વગર રહેતું નથી. ઊલટું, “ભક્તામર સ્તોત્ર’ કંઠસ્થ કરવાનું બહુ સરળ છે એવી કેટલાય લોકોની સ્વાનુભવસિદ્ધ બાબત છે. અર્થ ન આવડતો હોય તો પણ મૂળ સંસ્કૃત ભક્તામરનું પઠન જેટલું લાભદાયી છે તેટલું તેના અનુવાદની બાબતમાં નથી. કવિતાના કોઈ પણ અનુવાદમાં કવિતાનું બધું જ હાર્દ અને સૌંદર્ય સવશે ઊતરે છે એવું બનતું નથી. વળી શબ્દોનું પોતાનું પણ સૂક્ષ્મ ઔચિત્ય અને ગૌરવ છે, જે શબ્દાન્તરને કારણે અનુવાદમાં આવતું નથી. વળી ભક્તામર માટે એમ કહેવાય છે કે એના શ્લોકો મંત્રગબિત છે. એમાં વર્ણાક્ષરોનું સંયોજન કવિએ એવી ખૂબીથી કર્યું છે કે એક બાજુ તે તીર્થંકર પરમાત્મા ઋષભદેવ ભગવાનનું સ્તવન-કીર્તન છે, તો બીજી બાજુ મંત્રાલરોનું અનાયાસ ઉચ્ચારણ પણ થાય છે. એ મંત્રો કયા છે તેની આપણને ખબર પડતી નથી. મૂળ સ્તોત્રમાં જે મંત્રાક્ષરો એના રચયિતા, આર્ષદ્રષ્ટા માનતુંગસૂરિએ ગોઠવ્યા છે, તે મંત્રાક્ષરો ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાના અનુવાદમાં ન આવે એ સ્વાભાવિક છે. આથી અનુવાદ કરતાં મૂળ સંસ્કૃત સ્તોત્રનું પઠન વધુ લાભદાયી મનાય છે, અર્થ ન આવડતો હોય તો પણ અનાયાસ મંત્રાલયનું ફળ હર્ષોલ્લાસપૂર્વક કરેલા પઠનથી થાય છે એ અત્યંત મહત્ત્વની બાબત છે. (૩) ભક્તામર સ્તોત્રનું પઠન ક્યારે કરવું ? ભક્તામર સ્તોત્ર'નું સવારે બપોરે-સાંજે-રાત્રે એમ જુદે જુદે સમયે લોકો પોતાની અનુકૂળતા અનુસાર પઠન કરે છે. “ભક્તામર સ્તોત્ર' એક અત્યંત પવિત્ર સ્તોત્ર છે, માટે એનું પઠન સ્વાધ્યાયકાળમાં જ કરવું, અસ્વાધ્યાય કાળમાં ન કરવું એવો એક મત છે. જૈન ધર્મમાં સાધુ-સાધ્વીઓ અને ગૃહસ્થો માટે ક્યારે ક્યારે અસ્વાધ્યાય કાળ ગણવો તેના નિયમો આપેલા છે. દિવસરાત્રિના ચોવીસ કલાકમાં સંધિકાળના સમય ઉપરાંત કેટલોક સમય અસ્વાધ્યાય કાળ તરીકે બતાવ્યો છે. એ સમયે કેટલાક લોકો ભક્તામરનું પઠન કરતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક લોકો અસ્વાધ્યાય કાળમાં ભક્તામરનું પઠન ન કરવાના નિયમનું ચુસ્તપણે પાલન કરે છે, પરંતુ અસ્વાધ્યાય કાળમાં ભક્તામર સ્તોત્ર'નું પઠન કરવું એવું કોઈ વિધાન પ્રાચીન શાસ્ત્રગ્રન્થોમાં ક્યાંય જોવા મળતું નથી. એટલે અસ્વાધ્યાય કાળમાં ભક્તામરનું પઠન ન કરવું એ કોઈ શાસ્ત્રીય વિધાન નથી, પરંતુ લોકલાગણીથી વ્યાપક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.Page Navigation
1 ... 6 7 8 9 10 11