Book Title: Bhaktamar Stotra Ketlak Prashno Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો જેમાં જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવામાં આવી હોય એવાં સંસ્કૃત સ્તોત્રોમાં “ભક્તામર સ્તોત્ર'નું સ્થાન અદ્વિતીય છે. જેનોમાં ચારે ફિરકાને માન્ય, જૈન-જૈનતર વિદ્વાનો અને આચાર્યોએ જેની ખૂબ પ્રશંસા કરી છે, જેના ઉપર ટીકા, ભાષ્ય, પાદપૂર્તિ, સમશ્લોકી પદ્યાનુવાદ, વિવરણ વગેરે પ્રકારની અનેક રચનાઓ થઈ છે, જેનું પઠન- પાઠન અને પૂજન ચમત્કારયુક્ત મનાયું છે, એ “ભક્તામર સ્તોત્ર'ની રચના મહાકવિ શ્રી માનતુંગસૂરિએ વસંતતિલકા છંદમાં કરી છે. કવિએ પોતે એના અંતિમ શ્લોકમાં પોતાના નામનો નિર્દેશ કર્યો છે. આ સ્તોત્રના પઠન-પૂજનની ફલશ્રુતિ કર્તાએ તેના છેલ્લા શ્લોકોમાં વર્ણવી છે. આઠ પ્રકારના ભયનું એથી નિવારણ થાય છે; યશ અને લક્ષ્મી સહજ રીતે પ્રાપ્ત થાય છે; બીપ%િ બેડીઓ હોય તો તે તૂટી જાય છે. આ શ્લોક ઉપરથી એવી માન્યતા પ્રચલિત બની છે કે માનતુંગસૂરિએ પોતાના શરીર પરની (૪૪ અથવા ૪૮) બેડી તોડવાનો પ્રયોગ “ભક્તામરનો એક એક શ્લોક રચીને શ્રી હર્ષરાજા સમક્ષ કરી બતાવ્યો હતો. શ્રી માનતુંગસૂરિ વિશે નિશ્ચિત પ્રમાણભૂત માહિતી ઓછી મળે છે, કારણ કે એ નામના એક કરતાં વધારે આચાર્ય થઈ ગયા છે. આમ છતાં ભક્તામર સ્તોત્ર' વિશે કે એના કેટલાક શ્લોક વિશે હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ, જિનપ્રભસૂરિ, ઉપાધ્યાય યશોવિજયજી, મુનિસુંદરસૂરિ વગેરે પૂર્વસૂરિઓએ જે ઉલ્લેખો કરેલા છે તથા “પ્રભાવક ચરિત'માં એમના વિશે જે પ્રબંધ આપેલો છે તે પરથી એટલું તો નિશ્ચિત છે કે શ્રી માનતુંગસૂરિ ત્રીજીથી સાતમી શતાબ્દી સુધીના સમયગાળામાં થયા હોવા જોઈએ. તેઓ જન્મે બ્રાહ્મણ હતા; વારાણસીના વતની હતા; વેદાદિ શાસ્ત્રોમાં પારંગત હતા. તેઓ “ભક્તામર' ઉપરાંત “ભયહર સ્તોત્ર” અને “ભક્તિભમર સ્તોત્ર'ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11