Book Title: Bhaktamar Stotra Ketlak Prashno
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ro જિનતત્ત્વ બનેલી એ એક મર્યાદિત પરંપરા માત્ર છે. ઘણા જૈનો પોતાની અનુકૂળતા અનુસાર દિવસે કે રાત્રિના ગમે તે સમયે ભક્તામરનું પઠન કરે છે. ભક્તામરમાં ભગવાનની સ્તુતિ છે. સ્તુતિ એ હૃદયનો ઉદ્ગાર છે. એટલે ભક્તિભાવપૂર્ણ આ સ્તોત્રના પઠન કે ગાનમાં કોઈ સમયનું બંધન હોઈ શકે નહિ. ૫. પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, ૫. પૂ. (સ્વ.) વિજયધર્મસૂરિજી મહારાજ, ૫. પૂ. (સ્વ.) શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ વગેરે કેટલાક આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજો સાથે આ પ્રશ્નની મેં છણાવટ કરી છે અને તેઓ બધાનો એક જ મત રહ્યો છે કે ભગવાનની સ્તુતિ ગાવામાં સમયનું કોઈ બંધન હોઈ શકે નિહ. વળી ભક્તામરના છેલ્લા શ્લોકમાં આ સ્તોત્રનું પઠન ક્યારે ક૨વું તે માટે ‘અજસ’ શબ્દ આવે છે. ‘અજસ’ એટલે નિત્ય અને નિત્ય એટલે સમયના કોઈ પણ બંધન વગર. આમ ખુદ કવિએ પોતે જ ભક્તામરનું પઠન ગમે ત્યારે કરી શકાય એવું સ્તોત્રમાં જ ફરમાવ્યું છે. અલબત્ત આમ છતાં અસ્વાધ્યાય કાળ કરતાં સ્વાધ્યાય કાળમાં કરેલું પઠન કે ગાન વિશેષ ફળ આપે એ સ્પષ્ટ છે. એવી જ રીતે મુખશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થળશુદ્ધિ, વાતાવરણશુદ્ધિ વગેરે સાથે કરેલું પઠન અવશ્ય વિશેષ ફ્ળ આપે, પરંતુ અસ્વાધ્યાય કાળમાં પઠન-ગાન કરવા માટે કોઈ શાસ્ત્રીય પ્રતિબંધ કે નિષેધ નથી. માત્ર કેટલાક લોકોમાં એવી પરંપરા થોડા સમયથી ચાલી આવી છે. એવી જ રીતે નાહી-ધોઈને, સ્વચ્છ વસ્ત્ર પહેરીને, દેહ અને વસ્ત્રની પૂરી ચિતા જાળવીને જ ભક્તામરનું પઠન કરી શકાય અને મોટા સમૂહ વચ્ચે અથવા ટ્રેઇનમાં કે બસમાં ભક્તામરનું પઠન ન થઈ શકે એવું વિધાન પણ સાચું નથી, મુસાફરીમાં ટ્રેન, બસ કે મોટરકારમાં ભક્તામરનું પઠન થઈ શકે છે. એ માટે પણ કોઈ પ્રતિબંધ કોઈ શાસ્ત્રીય ગ્રંથમાં જોવા મળતો નથી, નાહીધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા પછી જ પઠન થાય એવું પણ કોઈ વિધાન નથી. એમ કરવાથી વિશેષ લાભ મળે છે એ દેખીતું છે. પરંતુ નિષેધ નથી. અલબત્ત ભક્તામરનું મંત્રસહિત વિધિપૂર્વક પૂજન કરનારે શુદ્ધિના બધા નિયમો સાચવવા જોઈએ, પરંતુ તેમાં પણ અસ્વાધ્યાય કાળનો નિષેધ નથી. ભક્તામર દિવસમાં એક જ વાર બોલી શકાય કે એક કરતાં વધારે વાર બોલી શકાય ? આવો પ્રશ્ન પણ કેટલાક કરે છે. આ બાબતમાં ‘ભક્તામર સ્તોત્ર'ના અનન્ય આરાધક એવા શ્રી તત્ત્વાનંદવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11