Book Title: Bhagwan Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૬. સંગીતિ જણાવ્યો. ત્યારે વર્ધમાન બોલ્યો કે “હે માતાજી, તમે જાણતા નથી કે વર્ધમાન ક્ષત્રિય બચ્યો છે ? ક્ષત્રિય એટલે સતત ત્રાયતે–આફતમાંથી બચાવે તે. એટલે એ તો મેં મારો ધર્મ બજાવ્યો છે, એ વિશે તમારે ચિંતા ન કરવી. અને કદાચ દૈવયોગે દેહ પડી જાય તો પણ ક્ષત્રિય પોતાનો ધર્મ ચૂકે ખરો ? જો ચૂકે તો પછી ક્ષત્રિય શાનો?” હવે માતા શું કહે ? વાત રાજા પાસે પહોંચી. એ પણ રાજી થયા અને પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવતને યાદ કરી ક્ષત્રિયાણીને કહ્યું કે ““તમારે મૂંઝાવાની જરૂર નથી. વીર પુરુષનાં તો આવાં જ લક્ષણ હોય.” પછી તો બીજો પણ આવો ભયનો પ્રસંગ આવી પડ્યો, પણ નીડર વર્ધમાન તેમાંથી પોતે તો બચ્યા જ, પણ બીજા બધાને પણ બચાવ્યા. હવે તો ભણીગણી બાજંદા થયા, સંગીતમાં પણ પ્રવીણ થયા, ઘોડેસવારી, તીરંદાજી વગેરે ક્ષત્રિયોને ઉચિત બધી વિદ્યાઓમાં પણ વર્ધમાન એક્કા થયા. હવે તેમની ઉંમર શહેરમાં ભમવા જેવી અને લોકોના જીવનનું નિરીક્ષણ કરવા જેવી થઈ હતી. એટલે એકલા એકલા શહેરમાં જુદા જુદા લત્તાઓમાં ફરવા નીકળે અને લોકોની પરિસ્થિતિનો અભ્યાસ કરે. લોકો રાજકુમાર આવ્યો જાણી તેની અદબ જાળવીને વાત કરે, ત્યારે વર્ધમાન કહેતા કે “આપણે બધા જ એકસરખા માનવી છીએ અને એકબીજાનાં સુખદુઃખની વાતો જરૂર કરી શકીએ છીએ.” જ્યારે લોકોએ વર્ધમાનકુમારનો પરદુઃખભંજન સ્વભાવ જાણ્યો ત્યારે તો તેઓ નિઃસંકોચ ભાવે પોતાના હૃદયનાં કમાડ કુમાર પાસે ખોલી નાખતા. ખેડૂત લોકોની તથા બીજા મજૂરી કરનાર લોકોની દીન દશાની વાત સાંભળી વર્ધમાન ભારે દુઃખી થતા અને આનો ઉપાય શોધવા પ્રયત્ન કરતા. કુમાર ભારે વિચક્ષણ, વિશેષ પ્રતિભા-સંપન્ન અને ભારે વિચારશીલ હતા. કેટલીક વાર તો સવારના એકલા ઉપવનમાં જઈને ચિંતન-મનન પણ કરતા રહેતા. એમ કરતાં વખત વીતવા લાગ્યો અને કુમારને પ્રતીતિ થઈ કે જેટલી સુખસામગ્રી વધુ, તેટલું પ્રજાને માથે દુઃખ વધારે. ગરાસદાર તો કાંઈ કમાતો નથી, મહેનત કરતો નથી પણ એશઆરામ અને ગાનતાન તથા બીજો વૈભવ માણે છે. પ્રજા કર ભરીભરીને તૂટી જાય છે અને કેટલીક વાર ગરાસદારના-જમીનદારના અમલદારો દુકાળ જેવા વરસમાં પણ કર વસૂલ કરીને પોતાના માલિકને ખુશ કરે છે અને પ્રજાની સ્થિતિ તરફ કોઈનું ધ્યાન જતું નથી. આમ વિચારમાં ને વિચારમાં વર્ધમાન ઘણી વાર ઉદાસ બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13