Book Title: Bhagwan Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૪ સંગીતિ મૈત્રીવૃત્તિને–પૂર્ણ સમભાવને મેળવવાનો છે, તેનાં બીજ સમાયેલાં છે; અને નયસાર જે યોગિનાથનું પદ પામવાનો છે તે યોગસાધનાની શરૂઆત પણ દેખાય છે. હવે નયસાર તેણે પ્રાપ્ત કરેલ યોગસાધનાને ધીરે ધીરે સાધતો સાધતો છેવટ યોગિનાથ થાય છે. આ વચગાળાના જન્મોમાં તેની યોગસાધનામાં કષાયો દ્વારા વિનો તો આવે છે, છતાં તે યોગસાધનાને છોડતો નથી, પણ ધીરે ધીરે વિકસાવતો જાય છે અને છેવટે વિકસેલ સાધના દ્વારા ખરા અર્થમાં યોગિનાથ બને છે. આચાર્યશ્રી હેમચંદ્રજી કહે છે કે : શ્રી વીરનો જીવ નયસારના ભવથી ફરતો ફરતો અને પોતાની ચિત્તશુદ્ધિના વિકાસને વધારતો વધારતો તથા ચિત્તશુદ્ધિરૂપ યોગની સાધનામાં આવતાં વિઘ્નોને હઠાવતો હઠાવતો પ્રાણત નામના સ્વર્ગમાં પુષ્પોત્તર નામના વિમાનમાં દેવરૂપે જન્મ્યો, અને એ દેવભવ પૂરો થઈ ગયા પછી દેવના દેહને તજીને સિદ્ધાર્થરાજાને ઘરે ત્રિશલારાણીની કુક્ષિમાં, જેમ કોઈ રાજહંસ સુંદર સરોવરમાં આવે, તેમ આવ્યો. શ્રી વીરનો જીવ ત્રિશલા રાણીની કુક્ષિમાં આવ્યા પછી રાણીને ઘણાં જ સુંદર અને વિવિધ શુભ ભાવિનાં સૂચક એવાં ચૌદ સ્વો આવ્યાં. તેમાં સૌથી પહેલો રાણીએ સ્વપ્નમાં સિંહને જોયો, પછી હાથીને, ત્યાર પછી અનુક્રમે વૃષભ, અભિષેકની ક્રિયાથી યુક્ત લક્ષ્મીદેવી, સુગંધયુક્ત તાજી માળા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, વિકસેલાં પદ્મોનું સરોવર, સરિસ્પતિ સમુદ્ર, વિમાન, રત્નરાશિ, નિધૂમ અગ્નિ. રાણીએ રાજાને પોતાને આવેલાં સ્વપ્નોની હકીકત જણાવી એટલે રાજા રાજી થયો અને બોલ્યો, કે આપણે ઘેર કોઈ ઉત્તમ જીવ આવેલ છે, જે આપણા કુળમાં દીવા જેવો થશે. પછી ગર્ભને યથાવિધિ ઉછેરતી રાણીએ યથાકાલે પુત્રને જન્મ આપ્યો અને પોતાના વંશની વૃદ્ધિનું કારણ આ પુત્ર છે, એમ સમજીને માતાપિતાએ પુત્રનું નામ વર્ધમાન પાડ્યું. વર્ધમાન ધીરે ધીરે શુક્લપક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યો. ભણવા જવાની ઉંમરે પહોંચેલ વર્ધમાનકુમારને રાજારાણીએ ધામધૂમ કરીને નિશાળે ભણવા બેસાડ્યો, નિશાળિયાઓને મીઠાઈ વહેંચી તથા ભણવાનાં સાધનો પાટી, પેન, પુસ્તકો ઉપરાંત સરસ કપડાં પણ વહેંચ્યાં. ઉપાધ્યાયજીનો પણ સરસ રીતે સત્કાર કર્યો : શાલદુશાલા આપી ઉપાધ્યાયજીને મોટો થાળ ભરીને મીઠાઈ આપી. નિશાળમાં વર્ધમાનકુમાર તમામ બીજા નિશાળિયાઓ સાથે મિત્રભાવે એકરસ થઈ ગયા. પોતે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13