Book Title: Bhagwan Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ - સંગીતિ જોઈતું હોય તો આ એક વસ્ત્ર મારે ખભે પડ્યું છે તે લઈ જાઓ.” બ્રાહ્મણ તો ખુશ ખુશ થઈ ગયો અને એ વસ્ત્ર ઉપાડીને ચાલતો થયો. અને વેચીને સારું એવું ધન એ બ્રાહ્મણે મેળવ્યું અને સુખે રહેવા લાગ્યો તથા બ્રાહ્મણીએ દીધેલા ઉપાલંભને હિતકર માનવા લાગ્યો. જુઓ તો ખરા, સંતની અસાધારણ આત્મવત્ સર્વભૂતેષુની આચરણમય વૃત્તિ ! પોતે દરેક પ્રકારનું કષ્ટ સુખરૂપ માની પ્રસન્ન રહે છે અને બીજાનાં દુઃખો ઓછો કરવા નિરંતર કાળજી રાખે છે. આ રીતે વીર વર્ધમાન શ્રમણે ભૂખ-તરસ, ટાઢ, તાપ, શરદી વગેરેનાં અનેક કષ્ટો સહેતાં સહેતાં પોતાની જન્મભૂમિમાં અને આસપાસના બીજા પ્રદેશોમાં વિહાર કર્યો, અને આવી પડતાં કષ્ટો હજી ઓછાં છે એમ વિચારી અનાર્ય પ્રદેશમાં પણ તેઓ ફરવા લાગ્યા. ત્યાંના લોકો અવિચારી અને ક્રૂર હોવાથી તેમને વધારે દુઃખો આપવા લાગ્યા અને તેમના ઉપર ડાઘિયા કૂતરા છોડવા લાગ્યા. આમ તેવું મhતં(દહકષ્ટનું મોટું ફળ છે)ના નિયમ પ્રમાણે તેઓ અનેક પ્રતિકૂળ ઉપરાંત બાધક પણ અનુકૂળ એવી અપરંપાર પીડાઓ સહેતા સહેતા પોતાના ધ્યેયની તદન નજીક પહોંચી ગયા. તેમણે ભૂખ, તરસને, ટાઢ-તાપ વગેરેને પણ જીતી લીધાં હતાં. વિષયોને તો તેમણે ક્યારના દૂર-સુદૂર કરી દીધા હતા. પણ વિષયગત રસ પણ તેમનો સર્વથા નાશ પામ્યો હતો. શરૂશરૂમાં શરીર, ઇન્દ્રિયો અને મન તેમના ઉપર હુકમ છોડતાં તે હવે ઊલટું બની ગયું; એટલે હવે તો તેમના ઉપર શ્રીવર્ધમાન ભગવંતનો આત્મા હુકમ છોડે ત્યારે જ તે ગતિમાનું થઈ શકે એવી સ્થિતિએ તેઓ પહોંચી ગયા. એક તપ એટલે કે બાર વર્ષ સુધી આમ પોતાની સાધના પ્રખર રીતે કર્યા પછી તેઓ બ્રહ્મવિહારનો આનંદ માણવા લાગ્યા; જેને યોગશાસ્ત્રની ભાષામાં કે ગીતાજીની ભાષામાં “પ્રસાદ' કહેવામાં આવે છે તેવો પ્રસાદ (પ્રસન્નતા) તેમના રોમેરોમમાં વ્યાપી ગયો. આ સાધનાને પરિણામે દક્ષ અને મેધાવી એવા તેઓ ગતતૃષ્ણ, અનાસક્ત, વીતરાગ, સ્થિતપ્રજ્ઞ, સમદર્શી બની ચિત્તપ્રસન્નતાની ભૂમિકાએ બરાબર બેતાળીસ વર્ષે પહોંચી ગયા; એક રીતે કહીએ તો તેઓ મુક્તની ભૂમિકાને વરી ચૂક્યા. આ સમયની તેમની સ્થિતિનું વર્ણન આચાર્ય હેમચંદ્ર આ પ્રમાણે કરેલ છે : ભગવાન વર્ધમાનસ્વામી ચંદ્ર જેવા શીતળ, તપતેજથી સૂર્ય સમાન, ગજરાજ જેવા શૌંડીર્યવાળા, મેરુ જેવા નિશ્ચલ, પૃથ્વી જેવા સર્વસહ, સમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13