Book Title: Bhagwan Mahavir Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 8
________________ ૮ • સંગીતિ જવાને લીધે દેવગતિ તરફ પ્રયાણ કરી ગયાં. એથી હવે તેમને રાજમહેલમાં એક ક્ષણ પણ રહેવું કષ્ટકર થયું અને જમીનદારીમાં લેશમાત્ર રસ ન રહ્યો. એટલે તેમણે અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પોતાના ભાઈને જમીનદારી સોંપી દીધી. પણ માતાપિતાના અવસાનનો તાજો જ ઘા હોવાથી તેમના ભાઈ નંદિવર્ધને વર્ધમાનકુમારને વિનંતિ કરી કે, “ભાઈ ! આ તો ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું થાય છે. તમે મારી સ્થિતિ તો જુઓ.” કરુણાળુ વર્ધમાનકુમાર ભાઈની લાગણી જોઈને તેના કહેવા મુજબ એક તપસ્વીની પેઠે ઘરમાં રહ્યા. પણ પછી ભાઈની અનુમતિ મેળવી અને જમીનદારીમાં જે કાંઈ પોતાનો ભાગ હતો તે લઈ જનતામાં વહેંચી દીધો અને ભાઈની તથા જ્ઞાતવંશીય સ્વજનોની સંમતિ મેળવી ત્રીશ વરસની ભરજુવાન વયે વર્ધમાનકુમાર એકાકી સાધના માટે ચાલતા થયા. લોકોએ વર્ધમાનકુમારને બાળકની જેમ સર્વથા અવર્સ જોઈને પ્રાચીન પરંપરાને ધ્યાનમાં રાખી તેમના ખભા ઉપર એક કીમતી વસ્ત્ર મૂકી દીધું. પણ જેમને સાધનાની દૃષ્ટિએ પોતાના દેહની પણ પરવા ન હતી તેઓ વસ્ત્ર તરફ શું કામ જુએ? આચારઅંગ-સૂત્રમાં તેમની સાધનાનું જે સ્વાભાવિક અને નિર્ભેળ વર્ણન મળે છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેમણે એ વસ્ત્રની ગડી પણ ખુલ્લી નહીં કરેલી; જેમ વસ્ત્રને લોકોએ નાખેલ તેમ જ તે વસ્ત્ર ખભે પડી રહેલું અને વર્ધમાનકુમાર તો યથાજાતરૂપે (કુદરતી સ્થિતિમાં) જ મગધની કે વિહારની ભૂમિમાં વિહરવા લાગ્યા. તેઓ પ્રથમ વિશાલાના જ્ઞાતખંડથી નીકળી પાસેના જ કર્માર ગામમાં સાંજ થતા પહેલાં પહોંચી ગયા. જ્યારે તેમણે દિવસને ચોથે પહોરે પ્રવ્રયા સ્વીકારી ત્યારે એવો સંકલ્પ કરેલો કે આજથી સાવધ પ્રવૃત્તિનો મારે ત્યાગ છે. કર્માર ગામ પહોંચી ગામના પરિસરમાં જ આવેલા કોઈ એકાંત સ્થાનમાં તેઓ ઊભા ઊભા ધ્યાન-સમાધિ કરવા લાગ્યા. ગમે તેવું એકાંત સ્થાન હોય તો પણ આજુબાજુ અનેક ખેતરો અને વાડીઓ આવેલાં હતાં. સાંજનો સમય હોવાથી જોકે ત્યાં કોઈનો પાદસંચાર ન હતો, પણ ખેતરો વગેરે હોવાથી ત્યાં કોઈ ને કોઈ મનુષ્ય કે પશુઓ હોવાનો સંભવ ખરો. એટલે જ્યાં શ્રી વિમાન-શ્રમણ ધ્યાનસ્થ ઊભા હતા, ત્યાંથી કોઈ ગોપાલ નીકળ્યો અને વીર વર્ધમાનશ્રમણને યથાજાતરૂપે ત્યાં એકાંતમાં જાળા પાછળ ઊભેલા જોઈને તે ગ્રામીણને એકદમ અચાનક રોષ ચડી આવ્યો અને તે યથાજાત શ્રમણને ઉપદ્રવ કરવા લાગ્યો. શ્રમણ તો ધ્યાનસ્થ જ હતા; ન હલ્યા ન ચલ્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13