Book Title: Banne Kalyankari Jivan ane Mrutyu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૪] દર્શન અને ચિંતન શકય હેય, છતાં તેને સમજવા અને પચાવવા જેટલી માનવ–સમાજની ભૂમિકા તૈયાર ન હતી. ગાંધીજીએ સમાજના ખૂણેખૂણામાં પહોંચી લોકોની સદ્દબુદ્ધિ જાગૃત કરવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેને પરિણામે લા માણસે એમનું કથન સમજવા તરફ અને એમનું જીવન ઓછેવત્તે અંશે જીવવા -તરફ વળ્યા. પણ સમાજનો એક મોટો ભાગ એ ને એવો જ રહ્યો, અને ગાંધીજીના નવજીવનમય સદેશની તીવ્રતા અને વિશેષ પ્રચારની સાથે સાથે તે વધારે ને વધારે વધતે એ કે જે ગાંધીજીના સંદેશને ઝીલી ન શક્યો, એટલું જ નહિ પણ તેને એ સંદેશ સાવ ઘાતક તેમજ અવ્યવહારુ લાગે. જેઓ ગાંધીજીના નવજીવનસંદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતા અને યથાશક્તિ તે પ્રમાણે વર્તવા ઈચ્છતા તેઓના મનમાં પણ કેટલીકવાર ગાંધીજીના પારમાર્થેિક સિદ્ધતિ વિશે શંકા ઊઠતી, અને પૂરતું સમાધાન ન થતું. એ. પણ વર્ગ વધતે ગયે કે જે ગાંધીજીને સાંભળવાનું જતું કરી શકે જ નહિ પણ મનમાં એક જ વાત પોળ્યા કરે કે એ તે સંત રહ્યા, વ્યવહારમાં એમની વાત ન ચાલે. પણ આથી યે વધારે મોટો વર્ગ તે એ નિમણ થત ગયો કે જે ગાંધીજીના પારમાર્થિક સત્યના સિદ્ધાંતને તત્ત્વતઃ માનવા છતાં વ્યવહારમાં તેની તદ્દન અવગણનાપૂર્વક અવ્યવહારિતામાં જ માનતા. આ છેલ્લે વર્ગ એ જ ગાંધીજીના નવજીવનસંદેશ માટે ભયાનક હતા. ગાંધીજી પિતાને હિંદુ કહેતા અને હિંદુ ધર્મ આચરવાને દાવો કરતા, પણ તેમનો હિંદુ ધર્મ ઋતંભરા પ્રજ્ઞામાંથી ઉદ્ભવેલ અને પિપાયેલ હોવાથી એટલે બધે વિશાળ બન્યો હતો કે તે એક બાજુથી દુનિયાના સમગ્ર સાચા ધર્માનુયાયીઓને “ગાંધીજી અમારા જ ધર્મનો મર્મ સર્વત્ર સાચી રીતે પ્રગટ કરી રહ્યા છે ” એમ માનવા લલચાવ, જ્યારે બીજી બાજુથી તે સાંકડા મનના રૂઢિચુસ્ત અને સ્વાથી ધાર્મિકેના મનમાં તે જરા પણ સ્થાન ન પામતે અને તેમને અનેક રીતે અકળાવી મૂકતે. જગત કઈ દિશામાં ઘસડાઈ રહ્યું છે અને મૃત્યુના મહાગર્તમાં ખૂંચતું જાય છે એ સ્થિતિનું ભાન હોવાથી અને તે માટે નિર્દોષ તેમ જ સર્વ આચારી શકે તે ત્રાણો પાય લેકે સામે મૂકેલે હેવાથી દિવસે દિવસે ગાંધીજીને અનુસરનારા વચ્ચે જતા હતા. અને ઓછામાં ઓછું તેમની અસરકારક વાણી વાંચવા કે સાંભળવા માટે તે તલપાપડ થનારની સંખ્યા વધે જ જતી હતી. જૂની પેઢીના અને ઘડપણને કિનારે જઈ બેઠેલા લેકે પણ આ વર્ગમાં આવતા જ જતા હતા. એટલે રૂઢિચુસ્ત અને વિરોધી માનસવાળા, જેમને પિતાને ધર્મ કે કામના વાડા માટે પણ કશું સક્રિય કામ કરવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12