Book Title: Banne Kalyankari Jivan ane Mrutyu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ અર્થ, [૨૯ શક્યું ન હતું તેનાં મૂળ ગાંધીજીએ હચમચાવી મૂક્યાં અને તેના પરિપાકરૂપે એકવાર અસ્તિત્વમાં આવેલ અસ્પૃશ્યતા હવે તે છેલ્લા શ્વાસ જ લઈ રહી છે. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ જેટલાં જૂના તેટલાં જ તે ભવ્ય ગણાય છે. પણ તેનું અસ્પૃશ્યતાકલંક પણ તેટલું જ જૂનું અને તેટલું જ અભવ્ય છે. આ કલંક હોય ત્યાં લગી હિન્દુ ધર્મને ધર્મ કહે અગર હિંદુ સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવી એ માત્ર ભાષાવિલાસ છે એમ સમજી ગાંધીજીએ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિને નિષ્કલંક બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો, અને તે પણ પિતાની અહિંસાવૃત્તિથી. તેમનું આ કામ એવું છે કે દુનિયાના દરેક ભાગમાં તે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને ભવ્યતા અપાવી શકે, અને હિંદુ કહેવડાવનાર દરેક જણને જે નીચું જોવાપણું હતું તે દૂર કરી તેને માથું ઊંચું રાખવાની હિમ્મત આપી શકે. આજે જે પિતાના કટ્ટરપણાને લીધે અસ્પૃશ્યતાનિવારણમાં આડે આવી રહ્યા છે તેઓ પિતાની નવી પિટી અને દુનિયાના ટીકાકારોને હિંદુ ધર્મના અસ્પૃશ્યતાના લાંછન વિશે જે કાંઈ પણ સાચે જવાબ આપવા તૈયાર થશે તે તેમને ગાંધીજીનું શરણ લીધે જ છૂટકે છે. તેઓને કહેવું પડશે કે ના, ના, અમારે હિંદુ ધર્મ અને અમારી હિંદુ સંસ્કૃતિ એવી છે કે જેણે ગાંધીજીને જન્મ આપે અને ગાંધીજી-ઠારા આત્મશોધન કર્યું. ગોડસેના હાથને લેહિયાળ કરાવનાર વિક્રમતિ વર્ગને પણ પિતાની નવી પેઢીમાં પ્રતિષ્ઠા મેળવવી હશે તે તે ગાંધીજીની અહિંસાને આગળ ધરીને જ મેળવી શકશે. ગાંધીજીએ કેઈનું કદીય અહિત ચિંતવ્યું જ નથી. આવી કલ્યાણ-ગુણ-ધામ-વિભૂતિ પિતાના સ્થૂળ મૃત્યુ દ્વારા પણ કલ્યાણવૃત્તિ પ્રસારવાનું જ કામ કરવાની. ઈશ્વર આ કે તે રસ્તે સૌને બુદ્ધિને જ પાઠ શીખવે છે. વક્રમતિ અને દબંદિ લોકોને એક રીતે તે બીજાઓને બીજી રીતે સુધારવાની જ તક પૂરી પાડે છે. એટલે આપણે દઢ વિશ્વાસ સેવ જોઈએ કે ગાંધીજીની મૃત્યુધટનામાં પણ કઈ ગૂઢ ઈશ્વરીય કલ્યાણ કેત છે, જેનાં ચિહુને અત્યારથી જ દેખાવા લાગ્યાં છે. ગાંધીજીએ ગીતાને અર્થ પિતાના આચરણદ્વારા દર્શાવ્યો છે અને વિકસાવ્ય પણ છે. ગાંધીજીની દૃષ્ટિ ધ્યાનમાં રાખી ગીતાને સમજવા પ્રયત્ન કરીએ તે એના ચાલુ શબ્દાર્થની પેલી પાર એક લેકાતર ભવ્ય અર્થની ઝાંખી થાય છે. આ મુદ્દાને વિસ્તાર કરવાનું આ સ્થાન નથી. પણ ગાંધીઅને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમની દૃષ્ટિની અલ્પ ઝાંખી કરવા કરાવવા પૂરતું એક ઉદાહરણ ટાંકવું અપ્રસ્તુત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12