Page #1
--------------------------------------------------------------------------
________________
બન્ને કયાણકારી : જીવન અને મૃત્યુ
[૪]
ગાંધીજી મહાત્મા’ લેખાયા. કારણ તેનું વન મહત્ હતું. જેનું જીવન જ મહત્ હોય તેનું મૃત્યુ પણ મહત્ જ હોવાનું. ગાંધીજીનું જીવન મહત શા માટે? એ પ્રશ્નના ઉત્તર એક જ છે અને તે એ કે બાલ્યકાળથી ડેડ મૃત્યુની ઘડી સુધી એકમાત્ર પ્રેમવૃત્તિ, સત્ય અને ખીજાનું ભલું કરવાની વૃત્તિ તેમ જ પ્રવૃત્તિ જ અખાપણું તેમ જ ઉત્તત્તર વિકસિત રૂપમાં અને વધારે ને વધારે વ્યાપક રૂપમાં સેવી છે. બુદ્ધના મૃત્યુ વખતે લકામાં શાક વ્યાપેલા, પણ એ શાક મોટે ભાગે તેમના અનુગામી ભિક્ષુગણ તેમ જ ગૃહસ્થવર્ગ પૂરતા હતા એમ કહી શકાય. મહાવીરના નિર્વાણુ વખતે વ્યાપેલ શોક પણ એ જ કાર્ટિને હતેા. અલબત્ત, તે વખતે અત્યારના જેવા સમાચાર ફેલાવવાનાં સાધના ન . હતાં. ગાંધીજીના મૃત્યુસમાચાર અત્યારનાં સાધનાને લીધે વિશ્વવ્યાપી બન્યા છે એ એક જ કારણ વિશ્વવ્યાપી શાકનું નથી. પણ એમનું અંતર અને ખાદ્યન્ગ્વન એવું વિશ્વવ્યાપી ખની ગયેલું કે તે સ્થૂળ દેહે ગમે ત્યાં રહેતા હોય છતાં દુનિયાના દરેક ભાગમાં તેમને સંદેશ એકધારા પહેાંચી જતો અને ભણેલ કે અભણુ, આ ધર્મના કે તે ધર્મના, આ કામના કે તે કૅમના,
આ દેશના કે તે દેશના, દરેક માનવી ગાંધીજી વિષે એટલું તે માની જ લેતા કે તેઓ જે કહે છે, જે સ ંદેશ આપે છે તે તેમના આચરણનું પરિણામ છે, સૌના એકસરખા વિશ્વાસ એ જ કે ગાંધીજી વિચારે કાંઈ, ખેલે કાંઈ અને કરે કાંઈ એવા નથી અને નથી જ. વિશ્વહૃદયમાં ગાંધીજીની પ્રતિષ્ટા કેવળ ઉપરના કારણે જ હતી. તે સૌના હૃધ્ધના રામ બની ગયા તે માત્ર સત્યનિષ્ઠા અને કરુણાત્તિને કારણે. તેથી જ આપણે ગાંધીજીના વનને મહત્ કહીએ છીએ.
યોગશાસ્ત્રમાં કહ્યુ છે કે ચિત્ત રૂપ નદીનો પ્રવાહ બન્ને બાજુએ વહે છે. તે કલ્યાણ તરફ વહે અને અકલ્યાણ તરફ પણ વહે. યોગશાસ્ત્રના આ કથનને પુરાવે આપણા દરેકના જિ અનુભવ છે. ગાંધીજી આપણા જ જેવા અને આપણા માંહેલા સાધારણ માનવી, પણ એમના ચિત્તના પ્રવાહ
Page #2
--------------------------------------------------------------------------
________________
અધ્ય.
[૨૧ કેવળ એક જ બાજુએ વહ્યો છે એ વિશ્વવિદિત બીના છે અને તે એક બાજુ પણ માત્ર કલ્યાણની જ. ગાંધીજીએ પોતાની સમગ્રશક્તિને પ્રવાહ લેકકલ્યાણને માર્ગે જ વાળ્યો છે. આ માટેની તૈયારી કરવા ગાંધીજી નથી ગયા કઈ મઠમાં કે નથી ગયા કઈ જંગલમાં કે પર્વતની ગુફામાં. મનને સહજ અધગામી વલણ તેમ જ અકલ્યાણગામી સંસ્કારેના વહેણને ઉર્ધ્વગામી વલણમાં અને એક માત્ર કાણુગામી પ્રવૃત્તિના વહેણમાં ફેરવી નાખવા એ કામ નથી રાને માટે સહેલું કે નથી સત્તાધારીને માટે સહેલું. એ કામ ભલભલા સાધકેની પણ કસોટી કરાવે તેવું અઘરું છે. પરંતુ ગાંધીજીની સત્ય તેમ જ પ્રેમની અનન્ય નિષ્ઠા અને સત્યપ્રેમ ઈશ્વર ઉપરની અચળ શ્રદ્ધાએ તેમને માટે એ કામ તદ્દન સહેલા જેવું કરી નાખ્યું હતું. તેથી જ ગાંધીજી સૌને એકસરખી રીતે ભારપૂર્વક કહેતા કે હું તમારામાં જ છું અને હું જે કરું છું કે કરી શક્યો છું તે સ્ત્રી-પુરુષ, યુવા -વૃદ્ધ સૌને માટે (તેઓ ધારે તે) સુકર છે. ગાંધીજી માત્ર વિવેક અને પુરુષાર્થ ઉપર જ ભાર આપતા. એમને ઈશ્વર એમાં જ સમાઈ જતે. દરેક માનવમાં વિવેક અને પુરુષાર્થનાં બીજ હોય જ તેથી દરેક માનવ ઈશ્વર અને બ્રહ્મરૂપ છે. ગાંધીજી દરેકના આત્મામાં વસતા એવા જ સચ્ચિદાનંદમય અંતર્યામીને પિતાના વર્તન અને વિચારથી જાગૃત કરવા રાતદિવસ મથતા અને તેમાં જ અખંડ આનંદ અનુભવતા.
માણસ સુમાર્ગને અનુસરે કે નહિ પણ તેના મનમાં એક અથવા બીજી રીતે સુમાર્ગની પ્રતિષ્ઠા તો હોય જ છે. તેથી ગાંધીજીના સન્માર્ગદર્શનને ન અનુસરનાર પણ અને ઘણીવાર તેથી સાવ ઊંધું ચાલનાર પણ– તેમના આ વલણ તરફ આકર્ષાતિ અને એક અથવા બીજી રીતે ગાંધીજીનો પ્રશંસક બની જાતે. તેથી કરીને આપણે કહી શકીએ કે બીજી કોઈ પણ વિભૂતિના જીવને માનોના હૃદયમાં સ્થાન મેળવ્યું હોય તે કરતાં વધારેમાં વધારે માણસના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હતું. આવા સ્થાનને લીધે જ લોકોએ તેમને મહાન આત્મા કહ્યા અને તેમનું જીવન મહત લેખાયું.
ભૂતકાળના ઈતિહાસમાં કે આ નવયુગના ઇતિહાસમાં એ કઈ દાખલ છે કે જેમાં તેના મૃત્યુ વખતે જ ગાંધીજીના મૃત્યુથી કકળી ઉઠેલી વિશ્વજનતાને દશમો ભાગ પણ હૃદયથી કકળી ઉઠ્યો હોય? કેટલાક પ્રજાપ્રિય રાજા, રાષ્ટ્રનેતા અને કપ્રિય સતે ચાલ્યા ગયા ત્યારે તેમના માટે શેક
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૨]
દર્શન અને ચિ’તન
અમુક ભાગ પૂરતા જ હતા; અને કેટલીક વખતે તે તે ઔપચારિક પણ હોય. પરંતુ ગાંધીજીની મૃત્યુકથા જ સાવ નિરાળી છે. દુનિયામાં એકેએક ભાગમાં વસતી જનતાના સાચા પ્રતિનિધિઓએ ગાંધીજીના મૃત્યુ ઉપર આંસુ સાર્યા છે અને અત્યારે પણ ગાંધીજીની જીવનગાથા મનમાં આવતાં જ કે કાને પડતાં જ કરેાડે! માણસા આંસુ ખાળી શકતા નથી. તેથી જ ગાંધીજીનું મૃત્યુ જીવનના જેટલું જ મહાન છે એમ કહી શકાય.
ગીતા એ દુનિયાના ધર્મગ્રંથામાં એક અદ્ભુત અને અપૂર્વ ગ્રંથ છે. તેને રચનાર વ્યક્તિ પણ તેવી જ અદ્ભુત અને આણંદષ્ટિવાળી હોવી જોઈ એ. જેના મુખમાંથી ગીતાના ઉપદેશ આપવામાં આવ્યા છે તે કલ્પનામૂર્તિ કે ઐતિહાસિક કૃષ્ણ પણ અદ્ભુત વ્યક્તિ છે એમાં શંકા નથી. ગાંધીજીને સાચી રીતે એળખનાર કાઈ પણ એટલું તે સમજી શકે તેમ છે કે ગીતાને તેના આધ્યાત્મિક અને વ્યાવહારિક અર્થમાં જેટલે અંશે ગાંધીજીએ જીવનમાં પચાવી હતી તેટલે અંશે ગીતાને પચાવનાર વ્યક્તિને શેાધી કાઢવાનું કામ બહુ અઘરું છે. ગીતામાં કમ યાગનું જ પ્રતિપાદન છે. આ મુદ્દાનું સમન લાકમાન્ય તિળક કરતાં વધારે સચોટ રીતે ખીજા કાઈ એ કર્યું" હોય તો તે હું જાણતો નથી; પણ એ અનાસક્ત કયેાગનું પચાસથી વધારે વર્ષો લગી સતત અને અખંડ પરિપાલન ગાંધીજીએ જ કરી બતાવ્યું છે. તેમણે ગીતાના કચેાગનું સમર્થન જેટલે અંશે જીવન જીવીને કર્યું છે તેટલે અંશે ગ્રંથ લખીતે નથી કર્યું", ગીતાના અનાસક્ત કયોગમાં બે બાજુએ સમાય છે. લોકજીવનની સામાન્ય સપાટી ઉપર રહીને તેને ઉન્નત કરવાની લોકસંગ્રહકારી વ્યવહાર ખાજી, અને ત્રણે કાળમાં એકસરખાં ટકી શકે એવાં શાશ્વત મૂલ્ય ધરાવનાર સત્ય, અહિંસા, અને ઈશ્વરનિષ્ઠા જેવાં તત્ત્વોને સ્પર્શીને જ જીવન જીવવાની પારમાર્થિક ખાજી. ગાંધીજીનું વન શરૂ થયું તે, એ પારમાર્થિક સત્યને આધારે, અને તે ઉત્તરાત્તર વધારે ને વધારે વિકસતું, ફેલાતું અને નવપલ્લવિત થતું ગયું તે વ્યાવહારિક ભાજી કે બ્યાવહારિક સત્યને અવલખીને, ગાંધીજીના ક્રાઈ પણ જીવન-કૃત્યને લઈને આપણે વિચાર કરીએ તો એ તરત જ દીવા જેવું દેખાઈ આવે છે કે તેઓના એકેએક કૃત્યમાં પારમાર્થિક અને વ્યાવહારિક સત્ય બન્નેના સહજ અને અવિભાજ્ય સમન્વય હતા. તેઓ કાઈ પણ ક્ષેત્રમાં, કાઈ પણ બાબત લઈ તે કામ કરતા હોય ત્યારે તેમાં પારમાર્થિક સત્ય હોવાનું જ, અને તે પારમાર્થિક સત્યને તેએ એવી રીતે વ્યવહારની સપાટીમાં મૂકતા કે સત્ય માત્ર શ્રદ્ધાનો વિષય અગર પૂજાને વિષય ન રહેતાં બુદ્ધિના અને આચરણના
Page #4
--------------------------------------------------------------------------
________________
અધ્ય
[૨૭
વિષય પણ બની જતું. જેમ જેમ ગાંધીજી પારમાર્થિક સત્યને આધારે વ્યાવહારિક ક્ષેત્રે વધારે ને વધારે ખેડતા ગયા, જેમ જેમ તેમની સામે કઠણ અને કાણુતર વ્યાવહારિક સમસ્યા આવતી ગઈ, ધર્મ, કામ, સમાજ, અર્થશાસ્ત્ર, રાજકારણ- આવા અનેક વિષયોની જમાનાનૂની જટિલ સમસ્યાએ ઉકેલવાનો ભાર તેમના ઉપર આવતા ગયા તેમ તેમ તેમને પોતાના વનના ઊંડાણમાંથી પારમાર્થિક સત્યની મંગળમય અને કલ્યાણકારી બાજુએ વધારે ને વધારે બળ આપ્યું. એ બળ જ ગાંધીજીનું અમાત્ર ખળ હતું. ગાંધીજી ગમે તેવા ક્ષીણુ હાય કે તપસ્યાથી કૃશ હોય ત્યારે પણ તેમના વનમાંથી જે આશ્ચર્યકારી તેજ અને ખળ સ્ફુરતું તેને સરંજવાનું કામ કાઈ ને માટે પણ સહેલું નહોતું. તે બળ અને તેજ તેમના પારમાર્થિક સત્ય સાથેના તાદાત્મ્યનું જ પરિણામ હતું. એમની વાણી કે એમની લેખિનીમાં, એમની પ્રવૃત્તિ કે એમની દેહસ્ફૂતિ માં એ જ પારમાર્થિક સત્ય પ્રકારાતું.
ગાંધીજીના અનુયાયી ગણાતા માણસો પણ ગાંધીજીના જેવી જ દુન્યવી અને વ્યાવહારિક પ્રવૃત્તિ કરતા, પણ તેમને બધાતૈય એમ લાગ્યા જ કરતું કે તેમના વનમાં ગાંધીજીનું તેજ નથી. આમ શા માટે ? એનેા ઉત્તર ગાંધીજીની પારમાર્થિક સત્ય સાથેની પેાતાના જીવનની વધારે ઊંડી એકરૂપતામાંથી મળી જાય છે. આવી એકરૂપતાએ દુન્યવી લેકજીવનનાં ઘણાં પાસાંને સુધાર્યાં છે, ઉન્નત કર્યાં છે. આ ખીના આપણને જેટલી વિતિ છે તે કરતાં વધારે પ્રમાણમાં હવે પછીની પેઢીને વિદિત થશે. પ્રકૃતિનું તત્ત્વ જ એવું છે કે તેનું લોલક માત્ર એક જ દિશામાં નથી થેભતું. જ્યારે તે કોઈ એક છેડા તરફ ઝૂકે છે ત્યારે તેની તદ્ન સામેની વિરુદ્ધ ખાજુએ તેનાં આંદોલનો શરૂ થાય છે. ગાંધીજીએ દુનિયાને મૂંઝવતા પ્રશ્નોને ઉકેલ સરળ માર્ગે આણવાનો કાર્યક્રમ યોજ્યો. જે દુનિયા આજલગી ઝેરનું ઔષધ ઝેર જ છે, એવા મૂત્રમાં તથા કુટિલતાને જવાબ કુટિલતાથી જ અપાય
એવા મૂત્રમાં માનતી, તેમ જ એવા ત્ર પ્રમાણે જીવન જીવતી અને છતાં કાઈ સારા કાયમી ઉકેલ આણી ન શકતી તે દુનિયાને ગાંધીજીએ નવા માર્ગ બતાવ્યા કે ઝેરનું ખરું અને કાયમી એસડ અમૃત જ છે; તયા કુટિલતા નિવારવાના સરળ અને સાચા ઇલાજ સરળ જીવન જીવવું એ જ છે. ગાંધીજીનું આ કથન નવું તે ન હતું, પણ એનું આચરણ સાવ નવું હતું. તેમનું એ નવજીવન ગમે તેટલું પારમાર્થિક સત્યને સ્પતું હાય, તે દ્વારા બધા જ જટિલ પ્રશ્નોના ગમે તેàા સરળ ન
સર્વાંગીણ વ્યાપક
4
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૪]
દર્શન અને ચિંતન શકય હેય, છતાં તેને સમજવા અને પચાવવા જેટલી માનવ–સમાજની ભૂમિકા તૈયાર ન હતી. ગાંધીજીએ સમાજના ખૂણેખૂણામાં પહોંચી લોકોની સદ્દબુદ્ધિ જાગૃત કરવા ભગીરથ પ્રયત્ન કર્યો. તેને પરિણામે લા માણસે એમનું કથન સમજવા તરફ અને એમનું જીવન ઓછેવત્તે અંશે જીવવા -તરફ વળ્યા. પણ સમાજનો એક મોટો ભાગ એ ને એવો જ રહ્યો, અને ગાંધીજીના નવજીવનમય સદેશની તીવ્રતા અને વિશેષ પ્રચારની સાથે સાથે તે વધારે ને વધારે વધતે એ કે જે ગાંધીજીના સંદેશને ઝીલી ન શક્યો, એટલું જ નહિ પણ તેને એ સંદેશ સાવ ઘાતક તેમજ અવ્યવહારુ લાગે. જેઓ ગાંધીજીના નવજીવનસંદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતા અને યથાશક્તિ તે પ્રમાણે વર્તવા ઈચ્છતા તેઓના મનમાં પણ કેટલીકવાર ગાંધીજીના પારમાર્થેિક સિદ્ધતિ વિશે શંકા ઊઠતી, અને પૂરતું સમાધાન ન થતું. એ. પણ વર્ગ વધતે ગયે કે જે ગાંધીજીને સાંભળવાનું જતું કરી શકે જ નહિ પણ મનમાં એક જ વાત પોળ્યા કરે કે એ તે સંત રહ્યા, વ્યવહારમાં એમની વાત ન ચાલે. પણ આથી યે વધારે મોટો વર્ગ તે એ નિમણ થત ગયો કે જે ગાંધીજીના પારમાર્થિક સત્યના સિદ્ધાંતને તત્ત્વતઃ માનવા છતાં વ્યવહારમાં તેની તદ્દન અવગણનાપૂર્વક અવ્યવહારિતામાં જ માનતા. આ છેલ્લે વર્ગ એ જ ગાંધીજીના નવજીવનસંદેશ માટે ભયાનક હતા. ગાંધીજી પિતાને હિંદુ કહેતા અને હિંદુ ધર્મ આચરવાને દાવો કરતા, પણ તેમનો હિંદુ ધર્મ ઋતંભરા પ્રજ્ઞામાંથી ઉદ્ભવેલ અને પિપાયેલ હોવાથી એટલે બધે વિશાળ બન્યો હતો કે તે એક બાજુથી દુનિયાના સમગ્ર સાચા ધર્માનુયાયીઓને “ગાંધીજી અમારા જ ધર્મનો મર્મ સર્વત્ર સાચી રીતે પ્રગટ કરી રહ્યા છે ” એમ માનવા લલચાવ, જ્યારે બીજી બાજુથી તે સાંકડા મનના રૂઢિચુસ્ત અને સ્વાથી ધાર્મિકેના મનમાં તે જરા પણ સ્થાન ન પામતે અને તેમને અનેક રીતે અકળાવી મૂકતે. જગત કઈ દિશામાં ઘસડાઈ રહ્યું છે અને મૃત્યુના મહાગર્તમાં ખૂંચતું જાય છે એ સ્થિતિનું ભાન હોવાથી અને તે માટે નિર્દોષ તેમ જ સર્વ આચારી શકે તે ત્રાણો પાય લેકે સામે મૂકેલે હેવાથી દિવસે દિવસે ગાંધીજીને અનુસરનારા વચ્ચે જતા હતા. અને ઓછામાં ઓછું તેમની અસરકારક વાણી વાંચવા કે સાંભળવા માટે તે તલપાપડ થનારની સંખ્યા વધે જ જતી હતી. જૂની પેઢીના અને ઘડપણને કિનારે જઈ બેઠેલા લેકે પણ આ વર્ગમાં આવતા જ જતા હતા. એટલે રૂઢિચુસ્ત અને વિરોધી માનસવાળા, જેમને પિતાને ધર્મ કે કામના વાડા માટે પણ કશું સક્રિય કામ કરવાનું
Page #6
--------------------------------------------------------------------------
________________
અ
[ ૨૫
ન હતું તે મનમાં સમસમતા અને ગાધીજી પ્રત્યે જાહેરમાં નહિ તે ખાનગીમાં રાષ સેવતા અને ફેલાવતા. આવા લૉકાનાં કેટલાક બુદ્દિપટુ છતાં માત્ર સત્તાલોલુપ અને અસહિષ્ણુ લેકને એક વર્ગ પહેલેથી જ હતા. ગાંધીજીની વધતી જતી વિશ્વપ્રિય પ્રવૃત્તિ અને દેશધારક પ્રવૃત્તિના તેજ સામે તેવા વગતું બહુ ઓછા લોકો સાંભળતા. પણ ગાંધીજીના હિંદુત્વશાધક કાર્યક્રમ જેમ જેમ ઉગ્ર અને વિશાળ બનતે! ગયા તેમ તેમ તે અસહિષ્ણુ વર્ગને ભેાળા, અજ્ઞાની અને સ્વાર્થી લોકાને પોતાના તરફ આકર્ષવાની વધારે તક સાંપડતી ગઈ. મુસલમાતાની માગણીઓ વધતી ચાલી. ગાંધીજી તેમને કાશ ચેક આપવાની દીર્ઘદ્રષ્ટિ ભરેલી વાત કરે તો પેલે અસહિષ્ણુ વહિંદુ લેકાને ઉÛરે કે જુએ, ગાંધીજી પોતાને હિંદુ કહેવડાવે છે, હિંદુ ધર્મના અનુયાયી હૈાવાની વાત કરે છે, ગીતાને અક્ષરસઃ આચરવાની વાત કરે છે, અને છતાંય આતતાયી મુસલમાનો સામે ભીરુ થઈ નમી પડે છે. સામાન્ય લોકા જે લેવડદેવડમાં પાઈએ પાઈને હિસાબ ગણતા હૈાય અને જેનાં મન ઉપર આતતાયીને પ્રહાર કરીને જ ઠેકાણે લાવવાને સંસ્કાર હાય તેઓ ગાંધીજીની દીષ્ટિ ભરેલી ઉદારતાને અવળા અથ લે તે એ સ્વાભાવિક જ હતું. ગાંધીજીની દીર્ધદષ્ટિ એ હતી કે પહેલાં મારા ધરનું શોધન થાય તે ખીજાતે ોધન માટે કહેવાનું કામ સરળ થાય, અને દુનિયામાં પણ પેાતાની પ્રતિષ્ઠા વધે. જ્યાં લગી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા વચ્ચે રસાકસી ચાલી ત્યાં લગી પેલા અસહિષ્ણુ વગે દેશના બાળા લાકામાં એક જ જાતનું વિષ ફેલાવ્યું કે હિંદુ જાતિ અને હિંદુ ધર્માં ગાંધીજીના હાથે જોખમાય છે. દુર્ભાગ્યે દેશના ભાગલા પડ્યા અને એમાંથી અરસપરસ કાપાકાપીને દાવાનળ પ્રગટ્યો. મુસ્લિમ લીગે તો ગાંધીજીને ઇસ્લામ અને મુસલમાનના શત્રુ તરીકે ગણાવ્યા જ હતા; પણ કટ્ટર હિંદુમહાસભાવાદીએએ પણ તેમને હિન્દુ ધર્મના શત્રુ તરીકે ગણાવ્યા. જે લોકાના મનમાં ગાંધીજી વિષે કુસ ંસ્કાર પોષાયા હતા તેમણે જ્યારે હિંદુ અને શીખાની કલેગ્મામ જોઈ, સ્ત્રીઓનાં અપહરણા જોયાં, ત્યારે તે તેમને દૃઢ પ્રતીતિ થઈ ગઈ કે હિંદુ ધર્મ કે હિંદુજાતિનું રક્ષણુ ગાંધીજીને હાથે ચવાની વાત આકારાપુષ્પ જેવી છે. આ કામ તો હિંદુ મહાસભા જ કરી શકે અને તે જ બમણા બળથી જેવાની પ્રત્યે તેવા થઈ સામાની સાન ઠેકાણે લાવી શકે. કટ્ટર હિંદુ મહાસભાવાદીઓને આ મુદ્દો એટલો સરળ હતા કે તેને સમજવા કે સમજાવવામાં બહુ ચાતુર્યની જરૂર પડે તેમ હતું જ નહિ, કારણ કે લોકમાનસ પ્રથમથી જ પાશવવૃત્તિથી ધડાયેલું હોય છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
૬]
દર્શન અને ચિંતન જ્યારે ગાંધીજીને તે આવા લાંબા કાળના રૂઢ માનસને સમજાવટ અને વિવેકથી સુધારવું હતું. ડૂબતે અને આપદગ્રસ્ત માણસ તૂટી જાય એવા તત્કાળસુલભ તણખલાનું અવલંબન લેતે હોય ત્યારે એને કાંઈક ખમી ખાઈ સંકટ સહી વધારે સ્થિર ઉપાયનું અવલંબન કરવા કહેવામાં આવે તે બહુ ઓછી સફળતા મળે છે. એટલે દેશના ભાગલા પડતાં જે જે કેમી. દાવાનળ ભભૂકી ઉઠ્યો તેમાં હિંદુ તેમ જ શીખોને એક જ બચવાને ઉપાય જણાશે. ગાંધીજી એ ઉપાયનું અવલંબન કરવામાં લાંબે ગાળે બહુ જ અહિત જઈ શક્યા. તેથી તેમણે હિન્દુ અને શબેને એ બદલાની વૃત્તિ અજમાવતા પ્રથમ રોક્યા. આને લીધે જેમ જેમ મુસલમાને ગાંધીજીને પ્રશંસવા લાગ્યા તેમ તેમ હિન્દુઓ અને શીખ વધારે છેડાયા અને ખુલ્લુખુલ્લા પ્રચાર કરવા લાગ્યા કે જુઓ ! મુસલમાને જ ગાંધીજીને પિતાના. હિતૈષી ગણે છે. જે મુસલમાનનો હિતિથી હેય તે તે હિન્દફોહી હોય જ.
ઉશ્કેરણીજનક બન્ચે જતા નવનવા બનાવોમાં બધે જ એકસરખી રીતે સાંત્વન આપવાનું અને સમજાવટ કરવાનું કામ ગાંધીજી માટે ઘણું અધરું હતું. છતાં તેમણે અનશન જેવા જલદ ઉપાય અને રેડિ ઉપરનાં. સર્વગમ્ય પ્રવચને દ્વારા પિતાનું કામ જારી રાખ્યું અને બદલો લેવાની વૃતિ જે ભયંકર રૂપમાં હિંદુ તેમ જ શીખ ભાઈઓમાં ફાટી નિકળી હતી. તે કાંઈક અંશે કાબૂમાં લીધી. પણ આ વખતે પેલે અસહિષ્ણુ અને સત્તાલુપ વર્ગ લેને આડે રસ્તે જ દે જતો અને ખુલ્લંખુલ્લા. કહે કે ગાંધીજી તે અહિંસાહારા છેવટે હિંદુઓ અને શીખોની જ કતલ કરાવી રહ્યા છે. જ્યારે ગાંધીજી વિરુદ્ધ લોકમાનસ ઠીક ઠીક પ્રમાણમાં કેળવાયું ત્યારે જે રુઢિચુસ્ત અને નામધારી ધાર્મિકે પહેલેથી જ ગાંધીજીની વિરુદ્ધ હતા અને અત્યારની તિપિતાના આંગણામાં જ રહી તેમને ભાંડતા તે બધા પિલા બુદ્ધિપટુ સત્તાલોલુપ વર્ગના ટેકેદાર થઈ ગયા. એ અસહિષ્ણુ વગે હિંદુ જાગીરદારો અને રાજાઓને તેમની સા જવાને ભય બતાવી અને પિતાદ્વારા તેમની સત્તા ચાલુ રહેવા આશા આપી હિંદુ ધર્મ અને જાતિના ઉદ્ધારને બહાને પિતાની તરફ વાળવા લાગ્યા, હિંદુવાભિમાની આચાર્યો અને મને તેમના પરંપરાગત ધર્મની રક્ષાની બાંહેધરી આપી પિતાનામાં મેળવવા લાગે, ચુસ્ત મૂડિવાદીઓને ભાવિ ભયમાંથી મુક્તિ આપવાની આશા દ્વારા પિતાનામાં મેળવવામાં સફળ થયો. પરિણામે એ ગાંધીજી વિરુદ્ધના ખૂની માનસમાં અનેક વર્ગોને સમાસ થતે ગયો, અને તેવો વર્ગ હિંદુપદ પાદશાહીનાં સ્વપ્ન પણ સેવવા લાગ્યો.
Page #8
--------------------------------------------------------------------------
________________
અધ્ય
[ ૨૭
આ સ્થિતિએ જ કોંગ્રેસવિરોધી ષડ્યંત્ર રચાવ્યું અને કૉંગ્રેસને તેમ જ દેશને વર્તમાન સ્થિતિએ પહોંચાડનાર મહાન જીવનને ખતમ કરવાના સકલ્પ પાળ્યા, જેનુ ગોડસે તા એક પ્રતીક માત્ર છે.
ગાંધીજી ગોડસેને હાથે વીધાયા એમ કહેવા કરતાં એમ કહેવું વધારે સાચુ છે કે ગાંધીજીની ઉત્તરાત્તર વિકસતી અને શુદ્ધ થતી જતી અહિંસાને ન પચાવી શકનાર માનસે જ ગાંધીજીની હિંસા કરાવવામાં ભાગ ભજવ્યું. પણ ગાંધીજી જો સાચે જ અહિંસક હતા અને તેમની પ્રશ્ના એક માત્ર સત્યને જ ધારણ કરતી હતી અને જીરવતી હતી તેા તેમની હિંસા શકય જ નથી. ઊલટું એમણે આચરેલી અહિંસા અને સેવેલી સત્યપ્રજ્ઞા એ બને જે નાનક્ડાશા સ્થૂળદે પૂરતી મર્યાદિત હતી તે અનેક મુખે વિસ્તરી છે. જે લેાકા ગાંધીજીની અહિંસા અને સત્યભરા પ્રજ્ઞાને પૂરી રીતે નહેાતા સમજતા તેઓ પણ હવે વધારે તાલાવેલી સાથે તેને સમજવા મથી રહ્યા લાગે છે. આથી જ તે અનેક માણસો જે કાઈના ભરમાવ્યા આડે રસ્તે દોરાયા હતા તે ટપેટપ પાર્ટી સીધે રસ્તે આવવા લાગ્યા છે અને ગેડસેના પ્રેરક માનસને હૃદયથી નિદર્દી રહ્યા છે. પુનર્જન્મ વ્યક્તિગત હા કે સામાજિક હા, બન્ને રીતે તેના અથ એક તો છે જ કે કાઈ પણ સંકલ્પ વૃથા જતે નથી જ. ગાંધીજીના વજ્રસંકલ્પ તો વ્યય જઈ જ ન શકે. સેક્રેટિસ અને ક્રાઈસ્ટના સંકલ્પે તેમના જીવન પછી વધારે વેગવાન અને વધારે દમૂળ થયા છે એ જાણીતું છે. ગાંધીજીનું મૃત્યુ એ પામર જંતુનું મૃત્યુ નથી. એ મૃત્યુએ માણસજાતને શોકાતુર કરી છે. તેને અથ એ છે, કે તેને પોતાનુ અંતર નિરખવા અંતર્મુખ કરી છે. અને છેવટે ગાંધીજી ઇચ્છતા હતા પણ શું ? તે તા હમેશાં એક જ વાત કહેતા કે તમે પેાતાનું અંતર તપાસો અને પેાતાની જાતને પ્રથમ સુધારો. વનમાં તેમણે પોતાના સંદેશ જેટલા પ્રમાણમાં ફેલાવ્યો તે કરતાં તેમણે પોતાના મૃત્યુથી પોતાના સંદેશા વધારે ફેલાવ્યે છે અને તે આગળ વધારે ને વધારે ફેલાશે એમાં લેશ પણ શંકા નથી. એમ તે આ દેશના તખ્તા ઉપર આવ્યા પછી ગાંધીજીએ બહુ મેટા સેવકવગ ઊભો કર્યો છે. કાઈ પણ પ્રાંત, કાઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકા લે તે ત્યાં ગાંધીજીની દોરવણી પ્રમાણે કામ કરનાર એવત્તા. મળી જ આવવાના. આવા કાર્યકરોમાં અનેક જણ તો વિભૂતિ જેવા પણ. છે. તેમના મૃત્યુથી આવા વર્ગમાં મોટા ઉમેરા થશે એટલું જ નહિ પણ તે વર્ગ વધારે શુદ્ધ થઈ કાર્યબળ મેળવશે; કારણ કે હવે તે વતે
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૮]
દર્શન અને ચિંતન પિતાને જ ખભે આવેલ જવાબદારીનું પૂર્ણ ભાન થતું જાય છે. જે મુસલમાન ભાઈઓને ગાંધીજી પોતાનું ઘર સુધાર્યા બાદ દૂર બેઠા કે પાકીસ્તાનમાં જઈ સમજાવવાના હતા તે મુસલમાનોમાં પણ એ ભાન અળવત્તર થતું જાય છે કે ગાંધીજી જે કહેતા તે જ સાચું છે અને મુસ્લિમ લીગ જે ધમધતાને નામે ઉશ્કેરતી હતી તેમાં કશું જ તથ્ય નથી. આ રીતે જોવા જઈએ તે ગાંધીજીનું જીવન જેટલું મહત્વ અને કલ્યાણકારી હતું તેટલું જ તેમનું મૃત્યુ પણ મહત્વ અને કલ્યાણકારી છે એ વિષે શંકા નથી.
ગાંધીજી ગુરુત્વાકર્ષણના નિયમ જેવા હતા. તેમણે આખું જીવન પરસ્પર વિરોધી એવાં વિવિધ ભળોને એક જ ઉદેશની સિદ્ધિ માટે સાંકળી રાખવામાં અસાધારણ સફળતા મેળવી છે. રાજાઓ, મઠધારીઓ, મૂડીવાદીઓ અને ઉરચવાભિમાની વર્ગ ઉપર સામ્યવાદનું જે સંહારકારી મેજી વેગપૂર્વક આવી રહ્યું હતું તેને અહિંસાના પૂરદ્વાર નિવારવા અને એ મોજાનું પ્રાણાયક તત્ત્વ માત્ર પ્રતિષ્ઠિત કરવા ગાંધીજીએ પિતાની કાર્યસાધનાધારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યો. તેઓ સને નિર્ભય બનાવવા જ મથતા અને જે જે ભયનાં કારણે જે જે વર્ગ સેવ હોય તે તે વર્ગને તે વ્યનાં કારણે જ ફેંકી દેવા સમજાવતા. રાજાઓને ટ્રસ્ટી થઈ રાજ્ય કરવા કહેતા, તે મૂડીવાદી તથા ઉદ્યોગપતિઓને પણ ટ્રસ્ટી થઈ કહિત અર્થે ઉદ્યોગધંધો વિકસાવવા કહેતા. દરેક ધર્મપંથના દીવામાં તેજ ન હતું, કારણ કે તેમાં તેલ અને બત્તી જ ખૂટી ગયાં હતાં. ગાંધીજીએ પિતાનાં આચરણ દ્વારા દરેક ધર્મપથના દીવામાં તેલ-બરી પૂરવાનું કામ કર્યું અને સમજદાર દરેક ધાર્મિક એમ માનતે થયો કે અમારો પંથ પણ સજીવ છે અને તેમાં પણ કાંઈક રહસ્ય છે. સવર્ણો જાતિગત ઉચ્ચતાના અભિમાનને લીધે અંદર અંદર ન સાંધી શકાય એવા ખંડમાં વહેંચાઈ ગયા હતા, અને દલિતવર્ગ તે માનવતાની કટિમાં રહ્યો જ ન હતું. ગાંધીજીએ વર્ણ-ધર્મ એ આચર્યો કે જેથી એક બાજુ સવર્ણાભિમાનીઓનું ઉચ્ચસ્વાભિમાન સ્વયમેવ ગળવા લાગ્યું અને બીજી બાજુ દલિતવર્ગની લેહી સાથે એકરસ થઈ ગયેલ દૈન્યવૃત્તિ નિર્મૂળ થતી ચાલી. એક તરફથી ઊર્ધ્વરેહણ અને બીજી તરફથી નિમ્નાવરોહણ એ બન્ને ક્રિયાએ દેશમાં વર્ણધર્મને નવું સ્વરૂપ આપ્યું. જે જાતિગત ઉચ્ચનીચભાવનું હજાર વર્ષ થયાં જડ ઘાલી બેલ વિષવૃક્ષ બુદ્ધ, મહાવીર કબીર, નાનક કે દયાનન્દ આદિ દ્વારા નિર્મૂળ થઈ
Page #10
--------------------------------------------------------------------------
________________
અર્થ,
[૨૯ શક્યું ન હતું તેનાં મૂળ ગાંધીજીએ હચમચાવી મૂક્યાં અને તેના પરિપાકરૂપે એકવાર અસ્તિત્વમાં આવેલ અસ્પૃશ્યતા હવે તે છેલ્લા શ્વાસ જ લઈ રહી છે. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ જેટલાં જૂના તેટલાં જ તે ભવ્ય ગણાય છે. પણ તેનું અસ્પૃશ્યતાકલંક પણ તેટલું જ જૂનું અને તેટલું જ અભવ્ય છે. આ કલંક હોય ત્યાં લગી હિન્દુ ધર્મને ધર્મ કહે અગર હિંદુ સંસ્કૃતિને સંસ્કૃતિ કહેવી એ માત્ર ભાષાવિલાસ છે એમ સમજી ગાંધીજીએ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિને નિષ્કલંક બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો, અને તે પણ પિતાની અહિંસાવૃત્તિથી. તેમનું આ કામ એવું છે કે દુનિયાના દરેક ભાગમાં તે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને ભવ્યતા અપાવી શકે, અને હિંદુ કહેવડાવનાર દરેક જણને જે નીચું જોવાપણું હતું તે દૂર કરી તેને માથું ઊંચું રાખવાની હિમ્મત આપી શકે. આજે જે પિતાના કટ્ટરપણાને લીધે અસ્પૃશ્યતાનિવારણમાં આડે આવી રહ્યા છે તેઓ પિતાની નવી પિટી અને દુનિયાના ટીકાકારોને હિંદુ ધર્મના અસ્પૃશ્યતાના લાંછન વિશે જે કાંઈ પણ સાચે જવાબ આપવા તૈયાર થશે તે તેમને ગાંધીજીનું શરણ લીધે જ છૂટકે છે. તેઓને કહેવું પડશે કે ના, ના, અમારે હિંદુ ધર્મ અને અમારી હિંદુ સંસ્કૃતિ એવી છે કે જેણે ગાંધીજીને જન્મ આપે અને ગાંધીજી-ઠારા આત્મશોધન કર્યું. ગોડસેના હાથને લેહિયાળ કરાવનાર વિક્રમતિ વર્ગને પણ પિતાની નવી પેઢીમાં પ્રતિષ્ઠા મેળવવી હશે તે તે ગાંધીજીની અહિંસાને આગળ ધરીને જ મેળવી શકશે. ગાંધીજીએ કેઈનું કદીય અહિત ચિંતવ્યું જ નથી. આવી કલ્યાણ-ગુણ-ધામ-વિભૂતિ પિતાના સ્થૂળ મૃત્યુ દ્વારા પણ કલ્યાણવૃત્તિ પ્રસારવાનું જ કામ કરવાની. ઈશ્વર આ કે તે રસ્તે સૌને બુદ્ધિને જ પાઠ શીખવે છે. વક્રમતિ અને દબંદિ લોકોને એક રીતે તે બીજાઓને બીજી રીતે સુધારવાની જ તક પૂરી પાડે છે. એટલે આપણે દઢ વિશ્વાસ સેવ જોઈએ કે ગાંધીજીની મૃત્યુધટનામાં પણ કઈ ગૂઢ ઈશ્વરીય કલ્યાણ કેત છે, જેનાં ચિહુને અત્યારથી જ દેખાવા લાગ્યાં છે.
ગાંધીજીએ ગીતાને અર્થ પિતાના આચરણદ્વારા દર્શાવ્યો છે અને વિકસાવ્ય પણ છે. ગાંધીજીની દૃષ્ટિ ધ્યાનમાં રાખી ગીતાને સમજવા પ્રયત્ન કરીએ તે એના ચાલુ શબ્દાર્થની પેલી પાર એક લેકાતર ભવ્ય અર્થની ઝાંખી થાય છે. આ મુદ્દાને વિસ્તાર કરવાનું આ સ્થાન નથી. પણ ગાંધીઅને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમની દૃષ્ટિની અલ્પ ઝાંખી કરવા કરાવવા પૂરતું એક ઉદાહરણ ટાંકવું અપ્રસ્તુત નથી.
Page #11
--------------------------------------------------------------------------
________________
૩૦]
દર્શન અને ચિંતન પ્રાચીન કાળથી આજ લગી યુદ્ધપ્રિય લેકેને ઉતેજવા અને પાનો ચડાવવા માટે એક ચમત્કારી ઉકિત ગીતામાં છે. તે કહે છે કે: “અરે બહાદુર, તું કમર કસી તૈયાર થા! રણમાં જા ! અને પછી પીઠ ન ફેરવ. દુશ્મનોથી ન ડર ! જે દુશ્મનોને હાથે મરણ પામીશ તે કશું નુકસાન નથી. ઊલટું એ રીતે મરીને તું અહીંના રાજ્ય કરતાં મોટું સ્વર્ગનું રાજ્ય પામીશ, અને જે દુશ્મનોને છતીશ તે અહીંનું રાજ્ય છે જ. કવીને કે મરીને તું રાજ્ય જ ભોગવવાને છે. શરત એટલી કે લડતાં પાછી પાની ન કરવી.” આ ઉત્તેજનાએ આજ લગી હિંસક યુદ્ધો પડ્યાં છે. કેમકે તે ઉત્તેજના કઈ એક પક્ષ પૂરતી હોતી નથી. બન્ને પક્ષે તેવી ઉત્તેજનાથી બળ મેળવી પ્રાણઃ યુદ્ધ ખેલે છે અને પરિણામે નાશની પ્રક્રિયા અટકતી નથી. ગાંધીજીએ આ ઉત્તેજનાને મિટાવી નહિ. તેનું બળ કાયમ રાખ્યું એટલું જ નહિ પણ તેને ઘણે અંશે વધાર્યું પણ છે. માત્ર તેને અહિંસાનો ન ક અને ન પુટ આપે અને તે ઉત્તેજનાને અમર રસાયણ બનાવ્યું. હજારો વર્ષ થયાં ચાલી આવતી પાશવી હિંસક ઉત્તેજનાને તેમણે માનવીય કે દિવ્ય ઉત્તેજનામાં ફેરવી નાખી, અને તે કેવી રીતે? ગાંધીજીએ ઉપરની ઉત્તેજનાને નો અર્થ આપતાં કહ્યું કે “શાશ્વત સિદ્ધાન્ત તે એ છે કે કોઈ પણ કલ્યાણ કરનાર દુર્ગતિ પામતો નથી. તેથી હે બહાદુરી! તું કલ્યાણ માર્ગે નિર્ભયપણે વિચર! આગળ અને આગળ વધ્યે જા! પાછો ન હઠ ! કોઈનું અકલ્યાણ ચિંતવવામાં કે કોઈનું બગાડવામાં ન પડ! એમ કલ્યાણમાર્ગે ચાલતા અને ઝૂઝતાં મરી જઈશ, ખવાઈ જઈશ તો યે શું? તેથી તે તને અહીં કરતાં વધારે સારી ઉચ ભૂમિકા જ મળવાની છે; કેમકે કલ્યાણકારી સદ્ગતિ જ પામે છે. તે દુર્ગતિ કદીયે પામતો નથી. અને જે કલ્યાણમય વિશ્વસેવા કરતાં કરતાં આ જન્મ જ સફળતા મળી છે તે અહીં જ સેવા રાજ્યના સુફળ ભોગવીશ.” આજ લગી ન હિ ત્યાગ ન્ ટુતિ તાત ગતિ એ કાર્ષની સાથે સંગતિ બેસાડ્યા વિના જ માત્ર પરાપૂર્વના લડાઈને સંસ્કારોથી પિશાયલું વિદ્વાન ગણાતાઓનું પણ માનસ તો વ ાસ , ગરવા વા મો મટ્ટીમ એને અર્થ જૂની ઘરેડ પ્રમાણે જ કરતું અને માનવજાતિ કૌરવપાંડવની પેઠે ભાઈભાઈઓમાં ઉત્તેજનાનું મદ્યપાન કરી લડી મરતી. તેને બદલે ગાંધીજીએ ભાઈભાઈઓને અંદરોઅંદર લડવાની ના પાડવા માટે અને તેમનું લડાયક બળ સૌના સામુહિક હિતમાં વપરાય તે માટે ગીતાના એ વાક્યને જીવન જીવીને નવો જ અર્થ અર્થે, જે અત્યાર
Page #12
--------------------------------------------------------------------------
________________ અધ્ય | [31 લગીના કોઈ પણ આચાર્યે અર્યો ન હતો. આવી તે ગાંધીજીની અનેક સિદ્ધિઓ છે. એવી સિદ્ધિવાળે માનવ સામાન્ય નથી, એ મહામાનવ છે, કેમકે એનું જીવન મહત્વ છે અને તેથી જ એનું મૃત્યુ પણ મહત્વ છે; કેમકે તે મૃત્યુંજય છે. કેમકે તેની સામે મૃત્યુ જ મરી જાય છે. અને તે સમગ્ર માનવ-જાતિની ચેતનાના ઊંડામાં ઊંડા સ્તરમાં પ્રવેશ કરી ચેતનાની સપાટીને જ ઊચે આણે છે. -પ્રબુદ્ધ જૈન, 1 માર્ચ 1948.