________________
અધ્ય
[ ૨૭
આ સ્થિતિએ જ કોંગ્રેસવિરોધી ષડ્યંત્ર રચાવ્યું અને કૉંગ્રેસને તેમ જ દેશને વર્તમાન સ્થિતિએ પહોંચાડનાર મહાન જીવનને ખતમ કરવાના સકલ્પ પાળ્યા, જેનુ ગોડસે તા એક પ્રતીક માત્ર છે.
ગાંધીજી ગોડસેને હાથે વીધાયા એમ કહેવા કરતાં એમ કહેવું વધારે સાચુ છે કે ગાંધીજીની ઉત્તરાત્તર વિકસતી અને શુદ્ધ થતી જતી અહિંસાને ન પચાવી શકનાર માનસે જ ગાંધીજીની હિંસા કરાવવામાં ભાગ ભજવ્યું. પણ ગાંધીજી જો સાચે જ અહિંસક હતા અને તેમની પ્રશ્ના એક માત્ર સત્યને જ ધારણ કરતી હતી અને જીરવતી હતી તેા તેમની હિંસા શકય જ નથી. ઊલટું એમણે આચરેલી અહિંસા અને સેવેલી સત્યપ્રજ્ઞા એ બને જે નાનક્ડાશા સ્થૂળદે પૂરતી મર્યાદિત હતી તે અનેક મુખે વિસ્તરી છે. જે લેાકા ગાંધીજીની અહિંસા અને સત્યભરા પ્રજ્ઞાને પૂરી રીતે નહેાતા સમજતા તેઓ પણ હવે વધારે તાલાવેલી સાથે તેને સમજવા મથી રહ્યા લાગે છે. આથી જ તે અનેક માણસો જે કાઈના ભરમાવ્યા આડે રસ્તે દોરાયા હતા તે ટપેટપ પાર્ટી સીધે રસ્તે આવવા લાગ્યા છે અને ગેડસેના પ્રેરક માનસને હૃદયથી નિદર્દી રહ્યા છે. પુનર્જન્મ વ્યક્તિગત હા કે સામાજિક હા, બન્ને રીતે તેના અથ એક તો છે જ કે કાઈ પણ સંકલ્પ વૃથા જતે નથી જ. ગાંધીજીના વજ્રસંકલ્પ તો વ્યય જઈ જ ન શકે. સેક્રેટિસ અને ક્રાઈસ્ટના સંકલ્પે તેમના જીવન પછી વધારે વેગવાન અને વધારે દમૂળ થયા છે એ જાણીતું છે. ગાંધીજીનું મૃત્યુ એ પામર જંતુનું મૃત્યુ નથી. એ મૃત્યુએ માણસજાતને શોકાતુર કરી છે. તેને અથ એ છે, કે તેને પોતાનુ અંતર નિરખવા અંતર્મુખ કરી છે. અને છેવટે ગાંધીજી ઇચ્છતા હતા પણ શું ? તે તા હમેશાં એક જ વાત કહેતા કે તમે પેાતાનું અંતર તપાસો અને પેાતાની જાતને પ્રથમ સુધારો. વનમાં તેમણે પોતાના સંદેશ જેટલા પ્રમાણમાં ફેલાવ્યો તે કરતાં તેમણે પોતાના મૃત્યુથી પોતાના સંદેશા વધારે ફેલાવ્યે છે અને તે આગળ વધારે ને વધારે ફેલાશે એમાં લેશ પણ શંકા નથી. એમ તે આ દેશના તખ્તા ઉપર આવ્યા પછી ગાંધીજીએ બહુ મેટા સેવકવગ ઊભો કર્યો છે. કાઈ પણ પ્રાંત, કાઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકા લે તે ત્યાં ગાંધીજીની દોરવણી પ્રમાણે કામ કરનાર એવત્તા. મળી જ આવવાના. આવા કાર્યકરોમાં અનેક જણ તો વિભૂતિ જેવા પણ. છે. તેમના મૃત્યુથી આવા વર્ગમાં મોટા ઉમેરા થશે એટલું જ નહિ પણ તે વર્ગ વધારે શુદ્ધ થઈ કાર્યબળ મેળવશે; કારણ કે હવે તે વતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org