________________
૨૮]
દર્શન અને ચિંતન પિતાને જ ખભે આવેલ જવાબદારીનું પૂર્ણ ભાન થતું જાય છે. જે મુસલમાન ભાઈઓને ગાંધીજી પોતાનું ઘર સુધાર્યા બાદ દૂર બેઠા કે પાકીસ્તાનમાં જઈ સમજાવવાના હતા તે મુસલમાનોમાં પણ એ ભાન અળવત્તર થતું જાય છે કે ગાંધીજી જે કહેતા તે જ સાચું છે અને મુસ્લિમ લીગ જે ધમધતાને નામે ઉશ્કેરતી હતી તેમાં કશું જ તથ્ય નથી. આ રીતે જોવા જઈએ તે ગાંધીજીનું જીવન જેટલું મહત્વ અને કલ્યાણકારી હતું તેટલું જ તેમનું મૃત્યુ પણ મહત્વ અને કલ્યાણકારી છે એ વિષે શંકા નથી.
ગાંધીજી ગુરુત્વાકર્ષણના નિયમ જેવા હતા. તેમણે આખું જીવન પરસ્પર વિરોધી એવાં વિવિધ ભળોને એક જ ઉદેશની સિદ્ધિ માટે સાંકળી રાખવામાં અસાધારણ સફળતા મેળવી છે. રાજાઓ, મઠધારીઓ, મૂડીવાદીઓ અને ઉરચવાભિમાની વર્ગ ઉપર સામ્યવાદનું જે સંહારકારી મેજી વેગપૂર્વક આવી રહ્યું હતું તેને અહિંસાના પૂરદ્વાર નિવારવા અને એ મોજાનું પ્રાણાયક તત્ત્વ માત્ર પ્રતિષ્ઠિત કરવા ગાંધીજીએ પિતાની કાર્યસાધનાધારા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કર્યો. તેઓ સને નિર્ભય બનાવવા જ મથતા અને જે જે ભયનાં કારણે જે જે વર્ગ સેવ હોય તે તે વર્ગને તે વ્યનાં કારણે જ ફેંકી દેવા સમજાવતા. રાજાઓને ટ્રસ્ટી થઈ રાજ્ય કરવા કહેતા, તે મૂડીવાદી તથા ઉદ્યોગપતિઓને પણ ટ્રસ્ટી થઈ કહિત અર્થે ઉદ્યોગધંધો વિકસાવવા કહેતા. દરેક ધર્મપંથના દીવામાં તેજ ન હતું, કારણ કે તેમાં તેલ અને બત્તી જ ખૂટી ગયાં હતાં. ગાંધીજીએ પિતાનાં આચરણ દ્વારા દરેક ધર્મપથના દીવામાં તેલ-બરી પૂરવાનું કામ કર્યું અને સમજદાર દરેક ધાર્મિક એમ માનતે થયો કે અમારો પંથ પણ સજીવ છે અને તેમાં પણ કાંઈક રહસ્ય છે. સવર્ણો જાતિગત ઉચ્ચતાના અભિમાનને લીધે અંદર અંદર ન સાંધી શકાય એવા ખંડમાં વહેંચાઈ ગયા હતા, અને દલિતવર્ગ તે માનવતાની કટિમાં રહ્યો જ ન હતું. ગાંધીજીએ વર્ણ-ધર્મ એ આચર્યો કે જેથી એક બાજુ સવર્ણાભિમાનીઓનું ઉચ્ચસ્વાભિમાન સ્વયમેવ ગળવા લાગ્યું અને બીજી બાજુ દલિતવર્ગની લેહી સાથે એકરસ થઈ ગયેલ દૈન્યવૃત્તિ નિર્મૂળ થતી ચાલી. એક તરફથી ઊર્ધ્વરેહણ અને બીજી તરફથી નિમ્નાવરોહણ એ બન્ને ક્રિયાએ દેશમાં વર્ણધર્મને નવું સ્વરૂપ આપ્યું. જે જાતિગત ઉચ્ચનીચભાવનું હજાર વર્ષ થયાં જડ ઘાલી બેલ વિષવૃક્ષ બુદ્ધ, મહાવીર કબીર, નાનક કે દયાનન્દ આદિ દ્વારા નિર્મૂળ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org