________________
અધ્ય
[૨૭
વિષય પણ બની જતું. જેમ જેમ ગાંધીજી પારમાર્થિક સત્યને આધારે વ્યાવહારિક ક્ષેત્રે વધારે ને વધારે ખેડતા ગયા, જેમ જેમ તેમની સામે કઠણ અને કાણુતર વ્યાવહારિક સમસ્યા આવતી ગઈ, ધર્મ, કામ, સમાજ, અર્થશાસ્ત્ર, રાજકારણ- આવા અનેક વિષયોની જમાનાનૂની જટિલ સમસ્યાએ ઉકેલવાનો ભાર તેમના ઉપર આવતા ગયા તેમ તેમ તેમને પોતાના વનના ઊંડાણમાંથી પારમાર્થિક સત્યની મંગળમય અને કલ્યાણકારી બાજુએ વધારે ને વધારે બળ આપ્યું. એ બળ જ ગાંધીજીનું અમાત્ર ખળ હતું. ગાંધીજી ગમે તેવા ક્ષીણુ હાય કે તપસ્યાથી કૃશ હોય ત્યારે પણ તેમના વનમાંથી જે આશ્ચર્યકારી તેજ અને ખળ સ્ફુરતું તેને સરંજવાનું કામ કાઈ ને માટે પણ સહેલું નહોતું. તે બળ અને તેજ તેમના પારમાર્થિક સત્ય સાથેના તાદાત્મ્યનું જ પરિણામ હતું. એમની વાણી કે એમની લેખિનીમાં, એમની પ્રવૃત્તિ કે એમની દેહસ્ફૂતિ માં એ જ પારમાર્થિક સત્ય પ્રકારાતું.
ગાંધીજીના અનુયાયી ગણાતા માણસો પણ ગાંધીજીના જેવી જ દુન્યવી અને વ્યાવહારિક પ્રવૃત્તિ કરતા, પણ તેમને બધાતૈય એમ લાગ્યા જ કરતું કે તેમના વનમાં ગાંધીજીનું તેજ નથી. આમ શા માટે ? એનેા ઉત્તર ગાંધીજીની પારમાર્થિક સત્ય સાથેની પેાતાના જીવનની વધારે ઊંડી એકરૂપતામાંથી મળી જાય છે. આવી એકરૂપતાએ દુન્યવી લેકજીવનનાં ઘણાં પાસાંને સુધાર્યાં છે, ઉન્નત કર્યાં છે. આ ખીના આપણને જેટલી વિતિ છે તે કરતાં વધારે પ્રમાણમાં હવે પછીની પેઢીને વિદિત થશે. પ્રકૃતિનું તત્ત્વ જ એવું છે કે તેનું લોલક માત્ર એક જ દિશામાં નથી થેભતું. જ્યારે તે કોઈ એક છેડા તરફ ઝૂકે છે ત્યારે તેની તદ્ન સામેની વિરુદ્ધ ખાજુએ તેનાં આંદોલનો શરૂ થાય છે. ગાંધીજીએ દુનિયાને મૂંઝવતા પ્રશ્નોને ઉકેલ સરળ માર્ગે આણવાનો કાર્યક્રમ યોજ્યો. જે દુનિયા આજલગી ઝેરનું ઔષધ ઝેર જ છે, એવા મૂત્રમાં તથા કુટિલતાને જવાબ કુટિલતાથી જ અપાય
એવા મૂત્રમાં માનતી, તેમ જ એવા ત્ર પ્રમાણે જીવન જીવતી અને છતાં કાઈ સારા કાયમી ઉકેલ આણી ન શકતી તે દુનિયાને ગાંધીજીએ નવા માર્ગ બતાવ્યા કે ઝેરનું ખરું અને કાયમી એસડ અમૃત જ છે; તયા કુટિલતા નિવારવાના સરળ અને સાચા ઇલાજ સરળ જીવન જીવવું એ જ છે. ગાંધીજીનું આ કથન નવું તે ન હતું, પણ એનું આચરણ સાવ નવું હતું. તેમનું એ નવજીવન ગમે તેટલું પારમાર્થિક સત્યને સ્પતું હાય, તે દ્વારા બધા જ જટિલ પ્રશ્નોના ગમે તેàા સરળ ન
સર્વાંગીણ વ્યાપક
Jain Education International
4
For Private & Personal Use Only
www.jainelibrary.org