________________
અધ્ય.
[૨૧ કેવળ એક જ બાજુએ વહ્યો છે એ વિશ્વવિદિત બીના છે અને તે એક બાજુ પણ માત્ર કલ્યાણની જ. ગાંધીજીએ પોતાની સમગ્રશક્તિને પ્રવાહ લેકકલ્યાણને માર્ગે જ વાળ્યો છે. આ માટેની તૈયારી કરવા ગાંધીજી નથી ગયા કઈ મઠમાં કે નથી ગયા કઈ જંગલમાં કે પર્વતની ગુફામાં. મનને સહજ અધગામી વલણ તેમ જ અકલ્યાણગામી સંસ્કારેના વહેણને ઉર્ધ્વગામી વલણમાં અને એક માત્ર કાણુગામી પ્રવૃત્તિના વહેણમાં ફેરવી નાખવા એ કામ નથી રાને માટે સહેલું કે નથી સત્તાધારીને માટે સહેલું. એ કામ ભલભલા સાધકેની પણ કસોટી કરાવે તેવું અઘરું છે. પરંતુ ગાંધીજીની સત્ય તેમ જ પ્રેમની અનન્ય નિષ્ઠા અને સત્યપ્રેમ ઈશ્વર ઉપરની અચળ શ્રદ્ધાએ તેમને માટે એ કામ તદ્દન સહેલા જેવું કરી નાખ્યું હતું. તેથી જ ગાંધીજી સૌને એકસરખી રીતે ભારપૂર્વક કહેતા કે હું તમારામાં જ છું અને હું જે કરું છું કે કરી શક્યો છું તે સ્ત્રી-પુરુષ, યુવા -વૃદ્ધ સૌને માટે (તેઓ ધારે તે) સુકર છે. ગાંધીજી માત્ર વિવેક અને પુરુષાર્થ ઉપર જ ભાર આપતા. એમને ઈશ્વર એમાં જ સમાઈ જતે. દરેક માનવમાં વિવેક અને પુરુષાર્થનાં બીજ હોય જ તેથી દરેક માનવ ઈશ્વર અને બ્રહ્મરૂપ છે. ગાંધીજી દરેકના આત્મામાં વસતા એવા જ સચ્ચિદાનંદમય અંતર્યામીને પિતાના વર્તન અને વિચારથી જાગૃત કરવા રાતદિવસ મથતા અને તેમાં જ અખંડ આનંદ અનુભવતા.
માણસ સુમાર્ગને અનુસરે કે નહિ પણ તેના મનમાં એક અથવા બીજી રીતે સુમાર્ગની પ્રતિષ્ઠા તો હોય જ છે. તેથી ગાંધીજીના સન્માર્ગદર્શનને ન અનુસરનાર પણ અને ઘણીવાર તેથી સાવ ઊંધું ચાલનાર પણ– તેમના આ વલણ તરફ આકર્ષાતિ અને એક અથવા બીજી રીતે ગાંધીજીનો પ્રશંસક બની જાતે. તેથી કરીને આપણે કહી શકીએ કે બીજી કોઈ પણ વિભૂતિના જીવને માનોના હૃદયમાં સ્થાન મેળવ્યું હોય તે કરતાં વધારેમાં વધારે માણસના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હતું. આવા સ્થાનને લીધે જ લોકોએ તેમને મહાન આત્મા કહ્યા અને તેમનું જીવન મહત લેખાયું.
ભૂતકાળના ઈતિહાસમાં કે આ નવયુગના ઇતિહાસમાં એ કઈ દાખલ છે કે જેમાં તેના મૃત્યુ વખતે જ ગાંધીજીના મૃત્યુથી કકળી ઉઠેલી વિશ્વજનતાને દશમો ભાગ પણ હૃદયથી કકળી ઉઠ્યો હોય? કેટલાક પ્રજાપ્રિય રાજા, રાષ્ટ્રનેતા અને કપ્રિય સતે ચાલ્યા ગયા ત્યારે તેમના માટે શેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org