________________
બન્ને કયાણકારી : જીવન અને મૃત્યુ
[૪]
ગાંધીજી મહાત્મા’ લેખાયા. કારણ તેનું વન મહત્ હતું. જેનું જીવન જ મહત્ હોય તેનું મૃત્યુ પણ મહત્ જ હોવાનું. ગાંધીજીનું જીવન મહત શા માટે? એ પ્રશ્નના ઉત્તર એક જ છે અને તે એ કે બાલ્યકાળથી ડેડ મૃત્યુની ઘડી સુધી એકમાત્ર પ્રેમવૃત્તિ, સત્ય અને ખીજાનું ભલું કરવાની વૃત્તિ તેમ જ પ્રવૃત્તિ જ અખાપણું તેમ જ ઉત્તત્તર વિકસિત રૂપમાં અને વધારે ને વધારે વ્યાપક રૂપમાં સેવી છે. બુદ્ધના મૃત્યુ વખતે લકામાં શાક વ્યાપેલા, પણ એ શાક મોટે ભાગે તેમના અનુગામી ભિક્ષુગણ તેમ જ ગૃહસ્થવર્ગ પૂરતા હતા એમ કહી શકાય. મહાવીરના નિર્વાણુ વખતે વ્યાપેલ શોક પણ એ જ કાર્ટિને હતેા. અલબત્ત, તે વખતે અત્યારના જેવા સમાચાર ફેલાવવાનાં સાધના ન . હતાં. ગાંધીજીના મૃત્યુસમાચાર અત્યારનાં સાધનાને લીધે વિશ્વવ્યાપી બન્યા છે એ એક જ કારણ વિશ્વવ્યાપી શાકનું નથી. પણ એમનું અંતર અને ખાદ્યન્ગ્વન એવું વિશ્વવ્યાપી ખની ગયેલું કે તે સ્થૂળ દેહે ગમે ત્યાં રહેતા હોય છતાં દુનિયાના દરેક ભાગમાં તેમને સંદેશ એકધારા પહેાંચી જતો અને ભણેલ કે અભણુ, આ ધર્મના કે તે ધર્મના, આ કામના કે તે કૅમના,
આ દેશના કે તે દેશના, દરેક માનવી ગાંધીજી વિષે એટલું તે માની જ લેતા કે તેઓ જે કહે છે, જે સ ંદેશ આપે છે તે તેમના આચરણનું પરિણામ છે, સૌના એકસરખા વિશ્વાસ એ જ કે ગાંધીજી વિચારે કાંઈ, ખેલે કાંઈ અને કરે કાંઈ એવા નથી અને નથી જ. વિશ્વહૃદયમાં ગાંધીજીની પ્રતિષ્ટા કેવળ ઉપરના કારણે જ હતી. તે સૌના હૃધ્ધના રામ બની ગયા તે માત્ર સત્યનિષ્ઠા અને કરુણાત્તિને કારણે. તેથી જ આપણે ગાંધીજીના વનને મહત્ કહીએ છીએ.
યોગશાસ્ત્રમાં કહ્યુ છે કે ચિત્ત રૂપ નદીનો પ્રવાહ બન્ને બાજુએ વહે છે. તે કલ્યાણ તરફ વહે અને અકલ્યાણ તરફ પણ વહે. યોગશાસ્ત્રના આ કથનને પુરાવે આપણા દરેકના જિ અનુભવ છે. ગાંધીજી આપણા જ જેવા અને આપણા માંહેલા સાધારણ માનવી, પણ એમના ચિત્તના પ્રવાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org