SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અ [ ૨૫ ન હતું તે મનમાં સમસમતા અને ગાધીજી પ્રત્યે જાહેરમાં નહિ તે ખાનગીમાં રાષ સેવતા અને ફેલાવતા. આવા લૉકાનાં કેટલાક બુદ્દિપટુ છતાં માત્ર સત્તાલોલુપ અને અસહિષ્ણુ લેકને એક વર્ગ પહેલેથી જ હતા. ગાંધીજીની વધતી જતી વિશ્વપ્રિય પ્રવૃત્તિ અને દેશધારક પ્રવૃત્તિના તેજ સામે તેવા વગતું બહુ ઓછા લોકો સાંભળતા. પણ ગાંધીજીના હિંદુત્વશાધક કાર્યક્રમ જેમ જેમ ઉગ્ર અને વિશાળ બનતે! ગયા તેમ તેમ તે અસહિષ્ણુ વર્ગને ભેાળા, અજ્ઞાની અને સ્વાર્થી લોકાને પોતાના તરફ આકર્ષવાની વધારે તક સાંપડતી ગઈ. મુસલમાતાની માગણીઓ વધતી ચાલી. ગાંધીજી તેમને કાશ ચેક આપવાની દીર્ઘદ્રષ્ટિ ભરેલી વાત કરે તો પેલે અસહિષ્ણુ વહિંદુ લેકાને ઉÛરે કે જુએ, ગાંધીજી પોતાને હિંદુ કહેવડાવે છે, હિંદુ ધર્મના અનુયાયી હૈાવાની વાત કરે છે, ગીતાને અક્ષરસઃ આચરવાની વાત કરે છે, અને છતાંય આતતાયી મુસલમાનો સામે ભીરુ થઈ નમી પડે છે. સામાન્ય લોકા જે લેવડદેવડમાં પાઈએ પાઈને હિસાબ ગણતા હૈાય અને જેનાં મન ઉપર આતતાયીને પ્રહાર કરીને જ ઠેકાણે લાવવાને સંસ્કાર હાય તેઓ ગાંધીજીની દીષ્ટિ ભરેલી ઉદારતાને અવળા અથ લે તે એ સ્વાભાવિક જ હતું. ગાંધીજીની દીર્ધદષ્ટિ એ હતી કે પહેલાં મારા ધરનું શોધન થાય તે ખીજાતે ોધન માટે કહેવાનું કામ સરળ થાય, અને દુનિયામાં પણ પેાતાની પ્રતિષ્ઠા વધે. જ્યાં લગી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા વચ્ચે રસાકસી ચાલી ત્યાં લગી પેલા અસહિષ્ણુ વગે દેશના બાળા લાકામાં એક જ જાતનું વિષ ફેલાવ્યું કે હિંદુ જાતિ અને હિંદુ ધર્માં ગાંધીજીના હાથે જોખમાય છે. દુર્ભાગ્યે દેશના ભાગલા પડ્યા અને એમાંથી અરસપરસ કાપાકાપીને દાવાનળ પ્રગટ્યો. મુસ્લિમ લીગે તો ગાંધીજીને ઇસ્લામ અને મુસલમાનના શત્રુ તરીકે ગણાવ્યા જ હતા; પણ કટ્ટર હિંદુમહાસભાવાદીએએ પણ તેમને હિન્દુ ધર્મના શત્રુ તરીકે ગણાવ્યા. જે લોકાના મનમાં ગાંધીજી વિષે કુસ ંસ્કાર પોષાયા હતા તેમણે જ્યારે હિંદુ અને શીખાની કલેગ્મામ જોઈ, સ્ત્રીઓનાં અપહરણા જોયાં, ત્યારે તે તેમને દૃઢ પ્રતીતિ થઈ ગઈ કે હિંદુ ધર્મ કે હિંદુજાતિનું રક્ષણુ ગાંધીજીને હાથે ચવાની વાત આકારાપુષ્પ જેવી છે. આ કામ તો હિંદુ મહાસભા જ કરી શકે અને તે જ બમણા બળથી જેવાની પ્રત્યે તેવા થઈ સામાની સાન ઠેકાણે લાવી શકે. કટ્ટર હિંદુ મહાસભાવાદીઓને આ મુદ્દો એટલો સરળ હતા કે તેને સમજવા કે સમજાવવામાં બહુ ચાતુર્યની જરૂર પડે તેમ હતું જ નહિ, કારણ કે લોકમાનસ પ્રથમથી જ પાશવવૃત્તિથી ધડાયેલું હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249276
Book TitleBanne Kalyankari Jivan ane Mrutyu
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size214 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy