Book Title: Banne Kalyankari Jivan ane Mrutyu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૩૦] દર્શન અને ચિંતન પ્રાચીન કાળથી આજ લગી યુદ્ધપ્રિય લેકેને ઉતેજવા અને પાનો ચડાવવા માટે એક ચમત્કારી ઉકિત ગીતામાં છે. તે કહે છે કે: “અરે બહાદુર, તું કમર કસી તૈયાર થા! રણમાં જા ! અને પછી પીઠ ન ફેરવ. દુશ્મનોથી ન ડર ! જે દુશ્મનોને હાથે મરણ પામીશ તે કશું નુકસાન નથી. ઊલટું એ રીતે મરીને તું અહીંના રાજ્ય કરતાં મોટું સ્વર્ગનું રાજ્ય પામીશ, અને જે દુશ્મનોને છતીશ તે અહીંનું રાજ્ય છે જ. કવીને કે મરીને તું રાજ્ય જ ભોગવવાને છે. શરત એટલી કે લડતાં પાછી પાની ન કરવી.” આ ઉત્તેજનાએ આજ લગી હિંસક યુદ્ધો પડ્યાં છે. કેમકે તે ઉત્તેજના કઈ એક પક્ષ પૂરતી હોતી નથી. બન્ને પક્ષે તેવી ઉત્તેજનાથી બળ મેળવી પ્રાણઃ યુદ્ધ ખેલે છે અને પરિણામે નાશની પ્રક્રિયા અટકતી નથી. ગાંધીજીએ આ ઉત્તેજનાને મિટાવી નહિ. તેનું બળ કાયમ રાખ્યું એટલું જ નહિ પણ તેને ઘણે અંશે વધાર્યું પણ છે. માત્ર તેને અહિંસાનો ન ક અને ન પુટ આપે અને તે ઉત્તેજનાને અમર રસાયણ બનાવ્યું. હજારો વર્ષ થયાં ચાલી આવતી પાશવી હિંસક ઉત્તેજનાને તેમણે માનવીય કે દિવ્ય ઉત્તેજનામાં ફેરવી નાખી, અને તે કેવી રીતે? ગાંધીજીએ ઉપરની ઉત્તેજનાને નો અર્થ આપતાં કહ્યું કે “શાશ્વત સિદ્ધાન્ત તે એ છે કે કોઈ પણ કલ્યાણ કરનાર દુર્ગતિ પામતો નથી. તેથી હે બહાદુરી! તું કલ્યાણ માર્ગે નિર્ભયપણે વિચર! આગળ અને આગળ વધ્યે જા! પાછો ન હઠ ! કોઈનું અકલ્યાણ ચિંતવવામાં કે કોઈનું બગાડવામાં ન પડ! એમ કલ્યાણમાર્ગે ચાલતા અને ઝૂઝતાં મરી જઈશ, ખવાઈ જઈશ તો યે શું? તેથી તે તને અહીં કરતાં વધારે સારી ઉચ ભૂમિકા જ મળવાની છે; કેમકે કલ્યાણકારી સદ્ગતિ જ પામે છે. તે દુર્ગતિ કદીયે પામતો નથી. અને જે કલ્યાણમય વિશ્વસેવા કરતાં કરતાં આ જન્મ જ સફળતા મળી છે તે અહીં જ સેવા રાજ્યના સુફળ ભોગવીશ.” આજ લગી ન હિ ત્યાગ ન્ ટુતિ તાત ગતિ એ કાર્ષની સાથે સંગતિ બેસાડ્યા વિના જ માત્ર પરાપૂર્વના લડાઈને સંસ્કારોથી પિશાયલું વિદ્વાન ગણાતાઓનું પણ માનસ તો વ ાસ , ગરવા વા મો મટ્ટીમ એને અર્થ જૂની ઘરેડ પ્રમાણે જ કરતું અને માનવજાતિ કૌરવપાંડવની પેઠે ભાઈભાઈઓમાં ઉત્તેજનાનું મદ્યપાન કરી લડી મરતી. તેને બદલે ગાંધીજીએ ભાઈભાઈઓને અંદરોઅંદર લડવાની ના પાડવા માટે અને તેમનું લડાયક બળ સૌના સામુહિક હિતમાં વપરાય તે માટે ગીતાના એ વાક્યને જીવન જીવીને નવો જ અર્થ અર્થે, જે અત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12