Book Title: Banne Kalyankari Jivan ane Mrutyu Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૨૨] દર્શન અને ચિ’તન અમુક ભાગ પૂરતા જ હતા; અને કેટલીક વખતે તે તે ઔપચારિક પણ હોય. પરંતુ ગાંધીજીની મૃત્યુકથા જ સાવ નિરાળી છે. દુનિયામાં એકેએક ભાગમાં વસતી જનતાના સાચા પ્રતિનિધિઓએ ગાંધીજીના મૃત્યુ ઉપર આંસુ સાર્યા છે અને અત્યારે પણ ગાંધીજીની જીવનગાથા મનમાં આવતાં જ કે કાને પડતાં જ કરેાડે! માણસા આંસુ ખાળી શકતા નથી. તેથી જ ગાંધીજીનું મૃત્યુ જીવનના જેટલું જ મહાન છે એમ કહી શકાય. ગીતા એ દુનિયાના ધર્મગ્રંથામાં એક અદ્ભુત અને અપૂર્વ ગ્રંથ છે. તેને રચનાર વ્યક્તિ પણ તેવી જ અદ્ભુત અને આણંદષ્ટિવાળી હોવી જોઈ એ. જેના મુખમાંથી ગીતાના ઉપદેશ આપવામાં આવ્યા છે તે કલ્પનામૂર્તિ કે ઐતિહાસિક કૃષ્ણ પણ અદ્ભુત વ્યક્તિ છે એમાં શંકા નથી. ગાંધીજીને સાચી રીતે એળખનાર કાઈ પણ એટલું તે સમજી શકે તેમ છે કે ગીતાને તેના આધ્યાત્મિક અને વ્યાવહારિક અર્થમાં જેટલે અંશે ગાંધીજીએ જીવનમાં પચાવી હતી તેટલે અંશે ગીતાને પચાવનાર વ્યક્તિને શેાધી કાઢવાનું કામ બહુ અઘરું છે. ગીતામાં કમ યાગનું જ પ્રતિપાદન છે. આ મુદ્દાનું સમન લાકમાન્ય તિળક કરતાં વધારે સચોટ રીતે ખીજા કાઈ એ કર્યું" હોય તો તે હું જાણતો નથી; પણ એ અનાસક્ત કયેાગનું પચાસથી વધારે વર્ષો લગી સતત અને અખંડ પરિપાલન ગાંધીજીએ જ કરી બતાવ્યું છે. તેમણે ગીતાના કચેાગનું સમર્થન જેટલે અંશે જીવન જીવીને કર્યું છે તેટલે અંશે ગ્રંથ લખીતે નથી કર્યું", ગીતાના અનાસક્ત કયોગમાં બે બાજુએ સમાય છે. લોકજીવનની સામાન્ય સપાટી ઉપર રહીને તેને ઉન્નત કરવાની લોકસંગ્રહકારી વ્યવહાર ખાજી, અને ત્રણે કાળમાં એકસરખાં ટકી શકે એવાં શાશ્વત મૂલ્ય ધરાવનાર સત્ય, અહિંસા, અને ઈશ્વરનિષ્ઠા જેવાં તત્ત્વોને સ્પર્શીને જ જીવન જીવવાની પારમાર્થિક ખાજી. ગાંધીજીનું વન શરૂ થયું તે, એ પારમાર્થિક સત્યને આધારે, અને તે ઉત્તરાત્તર વધારે ને વધારે વિકસતું, ફેલાતું અને નવપલ્લવિત થતું ગયું તે વ્યાવહારિક ભાજી કે બ્યાવહારિક સત્યને અવલખીને, ગાંધીજીના ક્રાઈ પણ જીવન-કૃત્યને લઈને આપણે વિચાર કરીએ તો એ તરત જ દીવા જેવું દેખાઈ આવે છે કે તેઓના એકેએક કૃત્યમાં પારમાર્થિક અને વ્યાવહારિક સત્ય બન્નેના સહજ અને અવિભાજ્ય સમન્વય હતા. તેઓ કાઈ પણ ક્ષેત્રમાં, કાઈ પણ બાબત લઈ તે કામ કરતા હોય ત્યારે તેમાં પારમાર્થિક સત્ય હોવાનું જ, અને તે પારમાર્થિક સત્યને તેએ એવી રીતે વ્યવહારની સપાટીમાં મૂકતા કે સત્ય માત્ર શ્રદ્ધાનો વિષય અગર પૂજાને વિષય ન રહેતાં બુદ્ધિના અને આચરણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12