Book Title: Banne Kalyankari Jivan ane Mrutyu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૬] દર્શન અને ચિંતન જ્યારે ગાંધીજીને તે આવા લાંબા કાળના રૂઢ માનસને સમજાવટ અને વિવેકથી સુધારવું હતું. ડૂબતે અને આપદગ્રસ્ત માણસ તૂટી જાય એવા તત્કાળસુલભ તણખલાનું અવલંબન લેતે હોય ત્યારે એને કાંઈક ખમી ખાઈ સંકટ સહી વધારે સ્થિર ઉપાયનું અવલંબન કરવા કહેવામાં આવે તે બહુ ઓછી સફળતા મળે છે. એટલે દેશના ભાગલા પડતાં જે જે કેમી. દાવાનળ ભભૂકી ઉઠ્યો તેમાં હિંદુ તેમ જ શીખોને એક જ બચવાને ઉપાય જણાશે. ગાંધીજી એ ઉપાયનું અવલંબન કરવામાં લાંબે ગાળે બહુ જ અહિત જઈ શક્યા. તેથી તેમણે હિન્દુ અને શબેને એ બદલાની વૃત્તિ અજમાવતા પ્રથમ રોક્યા. આને લીધે જેમ જેમ મુસલમાને ગાંધીજીને પ્રશંસવા લાગ્યા તેમ તેમ હિન્દુઓ અને શીખ વધારે છેડાયા અને ખુલ્લુખુલ્લા પ્રચાર કરવા લાગ્યા કે જુઓ ! મુસલમાને જ ગાંધીજીને પિતાના. હિતૈષી ગણે છે. જે મુસલમાનનો હિતિથી હેય તે તે હિન્દફોહી હોય જ. ઉશ્કેરણીજનક બન્ચે જતા નવનવા બનાવોમાં બધે જ એકસરખી રીતે સાંત્વન આપવાનું અને સમજાવટ કરવાનું કામ ગાંધીજી માટે ઘણું અધરું હતું. છતાં તેમણે અનશન જેવા જલદ ઉપાય અને રેડિ ઉપરનાં. સર્વગમ્ય પ્રવચને દ્વારા પિતાનું કામ જારી રાખ્યું અને બદલો લેવાની વૃતિ જે ભયંકર રૂપમાં હિંદુ તેમ જ શીખ ભાઈઓમાં ફાટી નિકળી હતી. તે કાંઈક અંશે કાબૂમાં લીધી. પણ આ વખતે પેલે અસહિષ્ણુ અને સત્તાલુપ વર્ગ લેને આડે રસ્તે જ દે જતો અને ખુલ્લંખુલ્લા. કહે કે ગાંધીજી તે અહિંસાહારા છેવટે હિંદુઓ અને શીખોની જ કતલ કરાવી રહ્યા છે. જ્યારે ગાંધીજી વિરુદ્ધ લોકમાનસ ઠીક ઠીક પ્રમાણમાં કેળવાયું ત્યારે જે રુઢિચુસ્ત અને નામધારી ધાર્મિકે પહેલેથી જ ગાંધીજીની વિરુદ્ધ હતા અને અત્યારની તિપિતાના આંગણામાં જ રહી તેમને ભાંડતા તે બધા પિલા બુદ્ધિપટુ સત્તાલોલુપ વર્ગના ટેકેદાર થઈ ગયા. એ અસહિષ્ણુ વગે હિંદુ જાગીરદારો અને રાજાઓને તેમની સા જવાને ભય બતાવી અને પિતાદ્વારા તેમની સત્તા ચાલુ રહેવા આશા આપી હિંદુ ધર્મ અને જાતિના ઉદ્ધારને બહાને પિતાની તરફ વાળવા લાગ્યા, હિંદુવાભિમાની આચાર્યો અને મને તેમના પરંપરાગત ધર્મની રક્ષાની બાંહેધરી આપી પિતાનામાં મેળવવા લાગે, ચુસ્ત મૂડિવાદીઓને ભાવિ ભયમાંથી મુક્તિ આપવાની આશા દ્વારા પિતાનામાં મેળવવામાં સફળ થયો. પરિણામે એ ગાંધીજી વિરુદ્ધના ખૂની માનસમાં અનેક વર્ગોને સમાસ થતે ગયો, અને તેવો વર્ગ હિંદુપદ પાદશાહીનાં સ્વપ્ન પણ સેવવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12