Book Title: Avashyak Niryukti Part 02 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit PathshalaPage 11
________________ ૧૦ સંસ્કૃત ટીંડા વાચવાની પદ્ધતિ ટીકાની શૈલી : ટીકાકારો મૂળગાથાના એકે એક શબ્દનો અર્થ ટીકામાં કરતા હોય છે, એટલે જ્યારે ટીકા વાંચીએ, ત્યારે મૂળગાથા બરાબર નજર સામે રાખવી અને એના જે જે શબ્દો ટીકામાં આવતા જાય, તે તે ધ્યાનથી જોતા જવું. આમાં ટીકાની શૈલી બે પ્રકારે છે. (૧) અન્વય વિનાની ટીકા, (૨) અન્વયવાળી ટીકા. મૂળગાથાઓમાં તો બધા શબ્દો આડા-અવળા પણ હોય, જેમ સંસ્કૃત શ્લોકોમાં શબ્દો ક્રમશઃ ન હોય, એનો આપણે અન્વય કરીને અર્થ બેસાડવાનો હોય છે. એમ શાસ્ત્રોની મૂળગાથાઓમાં શબ્દો ક્રમશઃ ન હોય, એનો અર્થ પ્રમાણે અન્વય કરવાનો હોય છે. પ્રાચીન ટીકાઓની શૈલી એવી છે કે તે ટીકાઓ અન્વય પ્રમાણે ગોઠવીને નથી લખાઈ, પણ મૂળગાથામાં જે પહેલો શબ્દ હોય, તેને લખીને એનો અર્થ કરે, પછી મૂળગાથામાં રહેલા બીજા શબ્દને લઈને એનો અર્થ કરે, પછી મૂળગાથામાં રહેલા ત્રીજા-ચોથાપાંચમા...............શબ્દને લઈને ક્રમશઃ એનો અર્થ કરે. આમં બધાનો અર્થ તો આપી દે, પણ કયા શબ્દનો કોની સાથે અન્વય કરવો એ ન પણ બતાવે, એ આપણે બેસાડવાનું હોય છે. જ્યારે અન્વયવાળી ટીકાની શૈલી એ છે કે મૂળગાથામાં ભલે ગમે તેમ શબ્દો હોય તો પણ જો અન્વય પ્રમાણે ૩-૫-૧-૨-૪...નંબરના શબ્દો ક્રમશઃ જરૂરી હોય તો ટીફામાં પહેલા ૩ નંબરનો શબ્દ લે, પછી ૫ નંબરનો શબ્દ લે, પછી ૧-૨-૪ નંબરના શબ્દ લે, અને એનો અર્થ આપતા જાય. આમાં આપણે અન્વય ગોઠવવો ન પડે, અન્વય થઈ જ ગયેલો હોય. આગમો ઉપરની બધી જ ટીકાઓ લગભગ પ્રથમ શૈલિવાળી છે. હવે બેમાંથી ગમે તે શૈલિ હોય, પણ એક વાત પાકી છે કે બંનેમાં મૂળગાથાના શબ્દો તો બરાબર લેવામાં આવે છે, અને દરેકે દરેકના અર્થો પણ આપવામાં આવે છે. તુ-ચ-વ-વિ-વસ્તુ.... આવા એકેએક અવ્યયોના પણ અર્થો આપવામાં આવે છે. કશું બાકી રખાતું નથી. એટલે જ ટીકા વાંચતી વખતે મૂળગાથા નજર સામે જ રાખવી અને એના કયા કયા શબ્દો આવતા ગયા અને એનો અર્થ શું કર્યો ? એ બરાબર જોતા જવું. અહીં આ બંને શૈલિ માટે એક દૃષ્ટાન્ત જોઈએ. = નમોડસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય વર્મા । આ શ્લોકાર્ધની જો પ્રથમશૈલિ પ્રમાણે વ્યાખ્યા થાય તો કંઈક આ રીતે થાય. નમઃ = નમÓા અસ્તુ भवतु इति प्रार्थनायां कस्मै ? इत्याह वर्धमानाय चरमतीर्थकराय, कीदृशाय वर्धमानाय इत्याह स्पर्धमानाय = स्पर्धां कुर्वते । केन सह स्पर्धमानायेत्याह कर्मणा =અષ્ટપ્રોરેખાન્તરશત્રુોત્યર્થ: । આમાં જોઈ શકાશે કે બ્લોકના તમામે તમામ શબ્દો ટીકામાં ઉતારેલા છે, અને એનો અર્થ કરવામાં આવ્યો છે. અને બધા શબ્દો અન્વય વિના લાઈનબંધ લેવામાં આવ્યા છે. આ જ શ્લોકાર્ધની જો બીજી શૈલિ પ્રમાણે વ્યાખ્યા થાય તો કંઈક આ રીતે થાય. જર્મળા अष्टप्रकारेणान्तरशत्रुणा सह स्पर्धमानाय = स्पर्धां कुर्वते वर्धमानाय चरमतीर्थकराय नमोऽस्तु नमस्कारो भवतु । भवतु इति प्रार्थनायां अत्र चतुर्थी विभक्तिर्नमः अव्यययोगे इति । =Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 414