________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મા જાણે. ઘાણીમાં મુનિના દેહના રજકણ પીલાણા તેમાં મુનિને કાંઈ દુઃખ નથી. દુઃખ તો મોહભાવમાં છે. શ્રેણિક મહારાજા નરકમાં છે, ત્યાં તે દુઃખ ભોગવતા નથી, પણ પોતાના આત્માની શાંતિ અનુભવે છે.
શ્રીમદે કહ્યું છે કે – “પ્રથમ દેહદૃષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, (દેહમાં શુભાશુભ રાગ તથા પદ્રવ્યો સમજી લેવાં) હવે દૃષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નેહ (પ્રેમ).” પ્રથમ દેહની દશામાં ફેરફાર થયે, એટલે કે રોગ થયે, પોતે દેહના ભાવપણે કર્તા-ભોક્તા થતો હતો, તે અશુદ્ધ ચેતનાનું એકાગ્રપણું છૂટયું, ત્યાં શુભ-અશુભ રાગાદિરૂપ અશુદ્ધ પરિણામથી છૂટીને શુદ્ધ ચેતનાનો કર્તાભોક્તા થયો. આ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમકિતીનું સ્વરૂપ છે, આમાં બીજું કંઈ કરવાનું ન આવ્યું. તેમ આ કાંઈ ઊંચામાં ઊંચી વાત નથી, પણ જૈનદર્શન-મોક્ષમાર્ગનો એકડામાં એકડો છે. આ સિવાય બીજું માનવું તે મિથ્યા માનવું છે. ૧૨૨.
શિષ્ય સર્વજ્ઞ વીતરાગ ભગવાનનો કહેલો મોક્ષમાર્ગ સમજ્યો તેનો પ્રમોદ કરે છે અને કહે
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ,
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ સદ્ગુરુ પ્રત્યે શિષ્ય કહે છે કે- આત્માની પૂર્ણ શુદ્ધતા એટલે તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા સહિત, યથાર્થ સ્વરૂપ આપે ટૂંકામાં સારરૂપે સમજાવ્યું, તે સ્વરૂપની સમજણ, પ્રતીતિ અને તેનું સાધન ત્રણે અભેદરૂ૫ આત્મા જ છે. આત્મા આનંદઘન શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા છે, તેમાં પુણ્ય, પાપ, રાગ, મળ, મેલ આદિની ક્રિયા નથી. મિથ્યા અભિપ્રાય રહિત આત્માની પૂર્ણ કૃતકૃત્ય મોક્ષસ્વભાવની પ્રતીત (શ્રદ્ધા)-તેનું નામ સમ્યગ્દર્શન છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન, સ્વાધીન, પવિત્ર, જ્ઞાયક આખો આત્મા–તેનું જ્ઞાન અને તે જ્ઞાનમાં ટકી રહેવું, ઠરવું, એકાગ્ર થવું, તે ચારિત્ર; એનું નામ વ્રત-પચ્ચખાણ છે, આત્મધર્મ છે, સંવર છે, પ્રતિક્રમણ છે, એ વિના ધર્મ નથી. એ સિવાય બધાં ચારિત્ર આદિ બાહ્ય છે, પર છે, કર્મભાવ છે, બંધભાવ છે, હું કોણ છું તેની ઓળખાણ નથી, તો શેમાં વર્તે? સ્વભાવમાં વર્તવું તે વ્રત કહેવાય. સ્વસ્વરૂપનું અવિરુદ્ધ ભાન નથી તે વર્તે ક્યાં? ભાન વિના જડભાવમાં-બંધપ્રસંગમાં વર્તે. શુદ્ધતાની શ્રદ્ધા, શુદ્ધતાનું જ્ઞાન અને વર્તન એ જ મોક્ષમાર્ગ છે. આવો નિગ્રંથ સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પરમાત્માનો પ્રરૂપેલો માર્ગ, હે ગુરુદેવ! આપે સંક્ષેપમાં સમજાવ્યો, આ સિવાય તીર્થકર વીતરાગનો બીજો માર્ગ નથી. વીતરાગની આજ્ઞાના નામે જે કોઈ જ્ઞાન સિવાય બીજું કહે તે કર્મભાવ, બંધભાવ, અજ્ઞાનભાવ માનવો. ત્રણેકાળે અનંત જ્ઞાનીનો એક જ મત છે. જેમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન નથી એવો નિગ્રંથ વીતરાગ સર્વજ્ઞનો માર્ગ ત્રણે કાળે એક જ હોય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com