Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 445
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૬ ] [૪૧૯ જેવા છે. પોતાથી બધું સમજવું પડશે, જાતે પ્રયત્ન કરે તો જ ગુણ થાય. નિમિત્તાધીન દૃષ્ટિરહિત દેહાદિ પરભાવોને પક્ષ અને લક્ષ તજી પુરુષાર્થ સહિત સાધક જીવ આત્મધર્મમાં વર્તે છે. શુદ્ધતાનો નિશ્ચય અને આશ્રય તે સાચો માર્ગ છે, છે તે ત્રિકાળ છે. આ ગાથા બહુ ગંભીર છે. આ ગાથામાં આખી આત્મસિદ્ધિનો સાર સમાઈ જાય છે. ૧૩પ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ જાઓ! યથાસ્થાને જેમ જોઈએ તેમ ક્રમબદ્ધ ગાથાની રચના થઈ છે. સદગુરુઆજ્ઞા આદિ આત્મસાધનમાં નિમિત્તકારણ છે સદૈવ, ગુરુ, ધર્મની ભક્તિ, સશાસ્ત્રની ભક્તિ આદિ; પણ તે નિમિત્ત ક્યારે કહેવાય? કે પોતે નિશ્ચયશુદ્ધિ કરે ત્યારે નિમિત્તમાં બહુમાન થવું તે પોતાનું બહુમાન છે. ધર્માત્માને એ પ્રસંગ સહેજે થયા વિના રહે નહિ. પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં લગી બહુમાન થયા વિના રહે નહિ. એ શુભ વિકલ્પ પાછળ અખંડ સસ્વરૂપની આરાધનાનો પુરુષાર્થ વર્તે છે. મુનિ ગણધરો જે ચાર જ્ઞાનના ધણી છે, તે પણ ગુરુભક્તિ કરે છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પરમાત્મા તીર્થંકર ભગવાન બિરાજે છે, ત્યાં ગણધરદેવ સંતોના નાયક તીર્થંકર દેવના વજીર છે; તે પણ ભક્તિ-વિનય સહિત સર્વત્ર પ્રભુનો આદર-બહુમાન કરે છે, કારણ કે તેમાં પોતાનો (સનો) પરમાર્થરૂપ મહિમા છે. પોતાને ઊઘડેલું જ્ઞાન અનંતમેં ભાગે છે, વીર્ય પણ અનંતમેં ભાગે છે. કેવળજ્ઞાની ભગવાન કરતાં પોતામાં જ્ઞાન, દર્શન, સુખ, સ્થિરતાનો ઉઘાડ અનંતમે ભાગે છે, તે ગણધરદેવ મહાન યોગબળના સ્વામી છે, મહાપુણ્યવંત છે, એવા ગણધર દ્વાદશાંગશ્રુતધર ચરમશરીરી હોવા છતાં સદ્ગુરુનું મહામાન કરે છે. તે તીર્થકર ભગવાનના વજીર છે, અને સર્વજ્ઞ ભગવાન તીર્થકર પ્રભુ ત્રણલોકના નાથ કહેવાય છે. ધર્મોવર ચારિત ચક્રવટ્ટીણે” ધર્મમાં ઉત્તમ અને ચારગતિનો અંત કરનાર ધર્મનાયક, ધર્મચક્રવર્તી તીર્થંકરભગવાન છે. તેમનાથી નીચલી પદવીના ધારક, સંતોના નાયક ગણધરદેવ, સર્વજ્ઞ ભગવાનનું અને તેમની વાણીનું બહુમાન કરે છે, કે અહો ! ધન્ય પ્રભુ! આપની વાણી અપૂર્વ છે. પોતાને ચાર જ્ઞાન પ્રગટયાં છે છતાં હજી પરોક્ષજ્ઞાન છે. પુરુષાર્થ ઉપાડીને જ્ઞાતા, શેય, જ્ઞાન એકાકાર સ્થિર થઈ નિર્વિકલ્પ આનંદ અનુભવે છે. સ્થિરતા છૂટી જતાં ભક્તિ કરે છે, શ્રવણ કરે છે, તો પછી જે જીવોને અંશમાત્ર ગુણ પ્રગટ નથી તે ઉપાદાનનું નામ લઈને (ભાવ નહિ) કોઈ કથન માત્ર ધારી રાખે અને સત્ સાધન-સાચા નિમિત્તનું બહુમાન-આદર ન કરે તો ભવમાં બૂડે. પણ જો યથાર્થ શ્રદ્ધા-જ્ઞાનનો ભાવ લે તો સદ્ગ-ભક્તિ, વીતરાગદેવ અને સશાસ્ત્રાદિ નિમિત્તનો ઉપકાર માને જ. તે સત્ સાધનનું બહુમાન વિનયપૂર્વક કરે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457