Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 452
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સત્ય, ત્યાગ, વૈરાગ્ય, પ્રથમ “ચિત્તમાં” તે ગુણો કહ્યા હતા, અહીં “ઘટમાં” કહ્યા છે. બાહ્યથી ત્યાગ-વૈરાગ્ય દેખાય એ તો અઘાતિકર્મની પ્રકૃતિનો ઉદય છે, અંદરમાં પુરુષાર્થ સહિત ત્યાગવૈરાગ્ય હોય તે ખરાં ત્યાગ-વૈરાગ્ય છે. મુમુક્ષુ આત્માને *પાપી પ્રત્યે દયા વર્તે છે, કારણ કે તે જીવો ભાવીમાં દુર્ગતિમાં નરકનિગોદમાં જશે. તેથી તેનો વચલો કાળ કાઢી નાખો તો, વર્તમાનમાં જ તેને ભયંકર નારકનાં દુઃખ ભોગવતા જોઈને જ્ઞાનીને તેની અનુકમ્મા આવે છે. અરે! તારા આત્માનું શું થશે? તારાં દુઃખ દેખનારને દયા આવશે. મુમુક્ષુને અંતરમાં દયા હોય, પાપી દેખાય તે પ્રત્યે દ્વેષ ન હોય. અંતરમાં અધીરજ થવી ન જોઈએ. “સમતા' એટલે અંતરમાં ક્ષોભ ન થવો જોઈએ. અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ જ્ઞાનીને અંતરમાં નથી. લક્ષ શાંતિસ્વભાવનું છે, તેની સંભાળ રાખે છે. કોઈ અગવડતા દેવા આવે, પોતે નિર્દોષ હોય છતાં કોઈ અપયશ આદિ અશુભ નામકર્મના ઉદયથી આ દેહનું અપમાન કરે તેને દુઃખ ન ગણે, તે સર્વ પ્રત્યે ક્ષમા છે, જ્ઞાનીને દોષદૃષ્ટિ જ નથી. પોતાના દોષ ટાળવા નહિ અને પારકા દોષ જોવા એ મહા દોષ છે. સત્ય એટલે આત્મા, તેને પામવા માટે જેને વ્યવહારસત્ય પણ ન હોય, તથા સનું વલણ પણ ન હોય તે તદ્ન નિર્દોષ પરમ સત્યની પ્રતીત, લક્ષ અને અનુભવ કેમ કરી શકશે? ધર્મના નામે એક જૂઠાણું નભાવવા માટે લાખ જૂઠાણાં ઘણા જીવો ઊભા કરે છે. અને તે રીતે અનંત અધર્મની પરંપરા વધારે છે. પણ જેને અંતરમાં સત્નો આદર છે તેને વ્યવહાર સત્ય, પ્રમાણિકતાનો આદર હોય જ. ત્યાગ એટલે આસક્તિની ઓછાશ, રાગ-દ્વેષ અને કુસંગનો ત્યાગ થતાં પુરુષાર્થ સહિત વૈરાગ્યદશા (સંસારથી ઉદાસીનતા) હોય જ; અપૂર્વપણે સમ્યકત્વરૂપી કાર્ય પ્રગટ કરે તો આ બધાં લક્ષણો કારણ છે. કોઈ કહે કે અમે ઘણું કર્યું, આખો દિવસ અમારે શું કરવું? પણ તે સાચું નથી. મુમુક્ષુના હૃદયમાં સદાય આવા ગુણો જાગૃત હોય. હું અશરીરી જ્ઞાનમાત્ર છું તેની સહજ સંભાળનો પુરુષાર્થ કર્યા જ કરે. ઘણા લોકો દિન-રાત અસ–સમાગમનો રાગ અને તેમાં નિમિત્ત વેપાર-ધંધા આદિમાં રાચી રહે છે અને એકાદ કલાકની નિવૃત્તિ લઈ શાસ્ત્ર વાંચે અને સંભારે કે હું આત્મા છું, પણ તેથી શું? આત્મધર્મની રુચિવાળાને સળંગ જ્ઞાન અને પોતાની શાન્તિની સંભાળ સહજ ભાવે સતત્ રહેવી જોઈએ. ઘરધંધાના અસત્ રાગની દિશા બદલી સત્ શુદ્ધ નિશ્ચયનયથી સંસારી જીવ પણ સિદ્ધ પરમાત્મા જેવા જ છે, પાપી નથી; પણ વર્તમાનમાં પર્યાયનું જ્ઞાન કરાવવા માટે ગોમ્મસાર જીવકાંડ ગા. ૬૨૨માં સમ્યકત્વ તથા સમ્યકવ્રત સહિત જીવને પુષ્યજીવ કહ્યા છે અને તેનાથી વિપરીત અર્થાત્ મિથ્યાષ્ટિને પાપજીવ કહ્યા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457