Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 453
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૯-૧૪૦] [૪૨૭ સમાગમનું ખાસ વલણ અને તેમાં જ સતત્ ઉત્સાહ રહેવો જોઈએ-એ મુમુક્ષુનું લક્ષણ છે. ૧૩૮ જ્ઞાનીની દશા કેવી હોય તે હવે કહે છે : મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ આ પદમાં પ્રથમ દર્શનમોહના ક્ષયની વાત બતાવી, એથી એમાં શ્રીમદ્દનું એકાવતારીપણું, અપ્રતિહત જેવો બળવાન પુરુષાર્થ અને સ્વરૂપની જાગૃતિની ઝલક દેખાય છે. મોહભાવનો જ્યાં ક્ષય હોય અથવા મોહદશા બહુ ક્ષીણ થઈ હોય ત્યાં જ્ઞાનીદશા કહેવાય. બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભ્રાંતિ કહીએ. પ્રથમ મુમુક્ષુદશાનું વર્ણન કર્યું અને અહીં જ્ઞાનીની દશાનું વર્ણન કર્યું. ૧૩૯ જ્ઞાનીની દશાનું વિશેષ વર્ણન કરે છે : સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્નસમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિની અપૂર્વ રચના કરી છે. બધાના ઘરમાં આનો પ્રચાર થવો જોઈએ. જે કહેવાયું છે તે ઘણા જીવોને ઉપકારનું નિમિત્ત થાય એવું સરલ છે. ભાદરવા સુદી ૭ થી આનું વ્યાખ્યાન શરૂ કર્યું છે, તેને આજે ૭ર દિવસ થયા છે. આમાં નિષ્પક્ષપાતપણે બધું કહેવાયું છે. લોકો મધ્યસ્થ થઈને વિચારપૂર્વક વારંવાર આનું ઘોલન કરે તો તેને આત્મખ્યાતિ (આત્મસિદ્ધિ) થયા વિના ન રહે. ઉત્તમ ભોજનથી ભરેલો થાળ મળે અને ભૂખ્યો રહે તે જીવ દુર્ભાગી છે. ઘણા પ્રકારે કહેવાયું છે. કુળધર્મનો આગ્રહ વગેરે ઘણા વિરોધ ટાળીને અવિરોધ તત્ત્વને સમજવાની આ અપૂર્વ રચના બની છે. આમાં સહેલી ભાષામાં વિસ્તારથી ઘણું કહેવાયું છે. કોઈ ધર્મી પુણ્યવંત આત્માર્થી જીવોના ભાગ્ય માટે આ અપૂર્વ યોગ છે. પણ જો જાતે પુરુષાર્થ ન કરે અને પ્રમાદ કરે, સંસારનો પ્રેમ ન ટાળે, અને તત્ત્વનો અપૂર્વપણે મહિમા-વિચાર, અભ્યાસ, મનન ન કરે તો તે જીવ દુર્ભાગી છે, એટલે કે સાચા સુખનો અર્થી નથી. આ આત્મસિદ્ધિની રચના મધ્યસ્થપણે રહીને મોક્ષમાર્ગને ઉદ્દેશીને તથા શુષ્કજ્ઞાની અને ક્રિયાકાંડી બેઉને સમજાવવા માટે કહી છે. હવે કહે છે કે આત્માર્થી ધર્માત્માને કેવો વૈરાગ્ય હોય? તે સકળ જગતને એઠવત્ અથવા સ્વપ્નસમાન જાણી નિર્મમ રહે છે. અસંગપણે જાણે કે આત્મા અનાદિઅનંત છે, આઠ કર્મની પ્રકૃતિ તેના અનંતા રજકણ (પરમાણુઓ) અનંતવાર દે૫ણે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457