Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 446
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેટલે અંશે શુદ્ધભાવ ઊઘડયો તેટલે અંશે નિમિત્તનું અવલંબન છૂટી જાય છે. ત્યાં નીચેનો સિદ્ધાંત લાગુ પડે છેઃ- “ઉપાદાનનો ભાવ લઈ એ જે તજે નિમિત્ત. પામે તે સિદ્ધત્વને, ન રહે સંસારમાં સ્થિત.” પણ જ્યાં લગી સ્વભાવમાં સ્થિર થયો નથી ત્યાં લગી નિર્માનપણે નિમિત્તનો ઉપકાર સ્વીકારે છે, ભક્તિ-સ્વાધ્યાય વગેરે કરે છે. પણ કોઈ પુરુષાર્થ કર્યા વિના હું સિદ્ધ પરમાત્મા છું, એવું નામ લઈને સાચાં નિમિત્તનો અનાદર કરે, સ્વચ્છેદે માને કે એ બધા પર છે, તેનાથી મને પ્રયોજન નથી, તે સત્ સાધનને દૂર કરે છે, તેથી તે પોતાના સ્વરૂપની આશાતના કરે છે. નિમિત્ત હોય છે પણ નિમિત્તને આશ્રિત ઉપાદાન નથી, એમ હોવા છતાં, જાણવા છતાં સમકિતી ધર્માત્મા તેનો વિવેક સમજે છે, અને સમજીને તેનું બહુમાન કરે છે, કારણ કે તે ઉપકારી છે. ઉપાદાન પોતે સ્વાધીન છે, છતાં ગુણી ગુણવંત નિમિત્તનો સ્વીકાર કરે છે. ઉપાદાનનો અર્થ :- ઉપ=સમીપ, આદાન=પ્રહવું. જે સમીપ કારણથી કાર્યને પ્રહાય તે ઉપાદાન છે. ગુણ પ્રગટયો તેમાં નિમિત્તનું બહુમાન આવ્યા વિના ન રહે. નિમિત્ત કંઈ બીજા દ્રવ્યને ગુણ પ્રગટાવી દે નહિ. જો એમ હોય તો જ્ઞાની પાસે બધા જીવો ધર્મ પામી જાય, પણ તેમ થતું નથી, જ્યારે સન્ની સમજણ અને સમજણનું કાર્ય આવે ત્યારે સદ્ગુરુ નિમિત્તકારણ કહેવાય છે. મુમુક્ષુ પોતાના ઉપાદાનને જાગૃત કરીને ઉપકાર સ્વીકારે ત્યારે નિમિત્ત કહેવાય છે. જેમ માટીમાં ઘડો થવાની મૂળ શક્તિ અને યોગ્યતા છે, જ્યારે માટીપણું પલટીને ઘડાપણે જે યોગ્યતા હતી તે પ્રગટી ત્યારે કુંભાર તેનું નિમિત્ત કહેવાય. નિમિત્તથી જાગે નહિ પણ પોતે તૈયારી કરે તો નિમિત્ત હોય જ. ઉપાદાનશક્તિ સ્વસત્તામાં સ્વાધીન છે. પોતે જ્યારે પ્રગટ કરવા માગે ત્યારે નિમિત્ત મળ્યા વિના રહે નહિ, તે ઉપાદાનની મહત્તા છે. આત્મા જે પ્રકારે-જેવો થવા માગે શુદ્ધ અથવા અશુદ્ધ, ત્યારે મૂળ ઉપાદાનશક્તિને નિમિત્તકારણ મળ્યા વિના રહે નહિ. તેથી જ ચૈતન્યની અનંત શક્તિનું સ્વાધીનપણું જ્ઞાનીએ કહ્યું છે. જેનામાં પાત્રતા આવી છે, તેને સત્સાધન મળ્યા વિના ન રહે, એવો નિમિત્ત નૈમિત્તિક યોગ હોય છે, શુદ્ધ શ્રદ્ધા થતાં રાગનો અંશ પણ ઉપાદેય નથી એમ જે સમજે તેને પુણ્યના શુભ વિકલ્પની ઈચ્છા પણ નથી. છતાં અશુદ્ધ અવસ્થા છે તેથી અકષાયદૃષ્ટિએ ટાળવાનો પુરુષાર્થ કરે છે. પ્રશસ્ત રાગ છે તેથી સત્ અને સત્સમાગમનું બહુમાન રહે છે. સંસારનો રાગ ટાળીને સદેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્રાદિની ભક્તિનો શુભભાવ ત્યાં રહે છે. વીતરાગ નથી ત્યાં લગી પૂર્ણતાના લક્ષે વિનય-વિવેક આવ્યા વિના રહે નહિ. તે રીતે સદ્ગઆજ્ઞા, સત્સમાગમ તથા વિતરાગભક્તિ, સ્વાધ્યાય આદિ આત્મસાધના નિમિત્તકારણ છે. આત્માના ગુણ જ્ઞાન-દર્શનાદિ ઉપાદાનકારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી નામમાત્ર ઉપાદાન લઈને, જે કોઈ તે નિમિત્તને સગુ આજ્ઞા, જિનદશાને તજશે તે પરમાર્થનેસિદ્ધપણાને નહિ પામે અને ભ્રાંતિમાં ( સંદેહમાં) વર્તશે. સ્વરૂપમાં પ્રમાદ (અનુત્સાહ) રાખવાથી સાચાં નિમિત્ત મળ્યા છતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457