Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 444
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નયથી સિદ્ધ જ છે. તે સાંભળનાર ભાવથી ઊછળીને વર્તમાનમાં જ હું પૂર્ણ છું એ લક્ષે પોતામાં સ્થિર થઈ શુદ્ધ પર્યાય ઉઘાડીને યથાર્થ નિર્ણય લાવે કે, હું ત્રિકાળ આવો જ છું. “જે સમયે તે થાય” આ સર્વવ્યાપક સૂત્ર છે. જે લાયક હોય તે સમજે, સમજે એટલે શુદ્ધ પર્યાયને ઉઘાડે (પૂર્ણતાને લક્ષે સાધક-સ્વભાવ પ્રગટ કરે). દ્રવ્યસ્વભાવ નિત્ય શુદ્ધ છે, તેમાં શુદ્ધ સિદ્ધ અવસ્થા શક્તિરૂપે અનાદિની છે, નવી નથી. સિદ્ધ સમાન તે સહજ શક્તિ છે,-એ રીતે પ્રગટ જાણે અને ઉપાય સમજે તેને પ્રગટ થાય છે. “તે થાય” તેમાં ઉપાદાનનું સામર્થ્ય કહ્યું, તેમાં નિમિત્તકારણ સદ્ગુરુની આજ્ઞા છે, સદ્ગુરુએ કહેલ વીતરાગદશાનો વિચાર કરવો તે જ્ઞાનબળનો પુરુષાર્થ છે. એમ બે કારણો કહ્યાં. એક મૂળ કારણ અને બીજાં સંયોગપણે બહિરંગ કારણ. જેને અખંડ સત્ સાધન નિજશક્તિ નિશ્ચય કારણ હોય તેને સદ્ગ, સદેવ, સશાસ્ત્ર નિમિત્ત-સાધન હોય છે. સાચી દૃષ્ટિ સહિત પુરુષાર્થ હોય ત્યારે તે નિમિત્ત કહેવાય. જેમ દૂધ મૂળકારણ એટલે તે તેની સહજ ઉપાદાન શક્તિ છે; તેના આધારે માવો બનવાની તેમાં સ્વાભાવિક શક્તિ છે. તે જ યોગ્ય સમયે સ્વયં માવારૂપે પરિણમે છે, પાણીનો ભાગ બળી જાય છે. એમ સિદ્ધ થવાનું મૂળકારણ તો જીવદ્રવ્ય સ્વયં છે. તેનું કારણ સ્વતંત્ર શક્તિરૂપે છે. સિદ્ધપદરૂપ પર્યાય છે; તેને વ્યક્ત કરવારૂપી કાર્ય પોતાના આધારે છે. તેની યોગ્યતાનો પુરુષાર્થ જીવે કર્યો એટલે તે જાતનો વ્યવહાર અને સત્સમાગમ આદિ નિમિત્ત હોય જ હોય. આ ગાથામાં ઘણા ન્યાય છે. તેમાં એમ પણ આવ્યું કે – અનંત જીવો છે, એક નથી; બધા જીવોમાં સ્વાધીનપણે બેહદ સામાÁ છે, બધામાં સરખી શક્તિ શક્તિ છે. સમજનાર ભવ્ય કહ્યા, નહિ સમજનાર અભવ્ય કહ્યા, સદ્ગુરુ કહ્યા, મોક્ષમાર્ગ કહ્યો, જિનઆજ્ઞાવીતરાગદશાનો વિચાર ચારિત્ર કહ્યું. એમ ઘણા ન્યાય સમાય છે, છતાં ઘણું કહેવાનું રહી જાય છે. જીવોનાં પુણ્ય જે પ્રકારે હોય તેવો વાણીનો યોગ હોય. હવે વિહાર કરવાનું નજીકમાં હોવાથી ટૂંકામાં કહેવું પડે છે. આ બધા ન્યાયો ઉપર ઘણો ઘણો વિચાર કરજો, મોક્ષનો માર્ગ જે અત્રે ઘણા દિવસથી કહેવાય છે તે જ સર્વજ્ઞ વીતરાગનો નિગ્રંથમાર્ગ છે. એ ત્રણેકાળે એક જ માર્ગ છે, નિશ્ચય-વ્યવહારની સંધિવાળો તે માર્ગ છે. બધી બાજુનાં ન્યાયનાં પડખાં જે મેળવી લે તેને સાચું સમજાય છે, અને તે સમજવાની શક્તિ બાળગોપાળ બધા જીવોમાં છે. સંસાર અનંતકાળ રહેશે, માટે સાચું તત્ત્વ નહિ સમજનારા જીવો પણ છે. દરેક આત્મામાં બેહદ શક્તિ છે, પણ જ્યારે તે જેટલી પ્રગટ કરવા માગે ત્યારે તેટલી પ્રગટ થાય છે. પુરુષાર્થ દ્વારા જેવી પાત્રતા તૈયાર કરે ત્યાં ઉચિત નિમિત્ત પણ હોય છે, તેનો વિવેક અને વિચાર કરનારા પણ હોય છે. અનંત જીવ સંસારથી મુક્ત, સિદ્ધ પરમાત્માસ્વતંત્ર છે અને અનંત જીવ સિદ્ધ થશે. સભ્યશ્રદ્ધા, જ્ઞાન, સત્સમાગમ, સંયમાદિ, મોક્ષમાર્ગ વર્તમાનમાં પણ છે, એમ ઘણા ન્યાય આ ગાથામાં મનન કરવા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457