Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Shrimad Rajchandra
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હોય મુમુક્ષુ જીવ તે, સમજે એ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. રર હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩ મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સગુઢ્યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ર૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મતવેષનો, આગ્રહુ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડ ભવમાંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩ર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16