Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Shrimad Rajchandra
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્દગુરુપ્રાપ્તિનો, ગણે ૫૨મ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પ૨મા૨થનો પંથ; પ્રેરે તે ૫૨માર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્દગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષટપદ આંહી. ૪૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16