Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Shree Atma Siddhi Shastra
www.Atma Dharma.com
by
Shreemad Rajchandraji
(also available in "Rajpad" – http://www.AtmaDharma.com/rajpad)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Version Date
Changes Number 001 | 29 October 2003 | To celebrate Shreemad
Rajchandraji's Birthday (falling on 8 November in 2003).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તે ક્રિયાજડ આઈ. ૪
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંખ. ૫
વૈરાગ્યાદિ સફળ તો, જો સહુ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાહિતણાં નિદાન. ૬
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેવું ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮
સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ. ૧૨
આત્માદિ અસ્તિત્વનાં, જેવું નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩
અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪
રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬
સ્વચ્છેદ મત આગ્રહું તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭
માનાદિક શત્રુ મહા, નિજઈદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છમસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦
અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડ ભવજળમાંહી. ૨૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. રર
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫
પ્રત્યક્ષ સગુઢ્યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ર૬
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મતવેષનો, આગ્રહુ મુક્તિનિદાન. ૨૭
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડ ભવમાંહી. ૩૦
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ. ૩૧
નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
આત્માર્થી-લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪
પ્રત્યક્ષ સદ્દગુરુપ્રાપ્તિનો, ગણે ૫૨મ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫
એક હોય ત્રણ કાળમાં, પ૨મા૨થનો પંથ; પ્રેરે તે ૫૨માર્થને, તે વ્યવહાર સમંત. ૩૬
એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯
આવે જ્યાં એવી દશા, સદ્દગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષટપદ આંહી. ૪૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ષપદનામકથન “આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ' છે ભોક્તા” વળી “મોક્ષ છે” “મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩
પસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
(૧) શંકા-
શિષ્ય ઉવાચ નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪પ
અથવા દેહુ જ આતમાં, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮
(૧) સમાધાન-સગુરુ ઉવાચ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહુ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
છે ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેહ ન જાણે તેહને, જાણે ન ઇદ્રીય, પ્રાણ; આત્માની સત્તાવડ, તેહ પ્રવર્તે જાણ. પ૩
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? પપ
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહુ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૬
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણે પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ. પ૭
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એવું અમાપ. ૫૮
(૨) શંકા-શિષ્ય ઉવાચ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યું વિચાર. પ૯
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેશ્યોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
(૨) સમાધાન-સદ્ગુરુ ઉવાચ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય; ચેતનની ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, કયારે કદી ન થાય. ૬૫
કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ-સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. ૭૦
(૩) શંકા-શિષ્ય ઉવાચ કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭ર
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩) સમાધાન-સદ્ગુરુ ઉવાચ હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭
ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્ત નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
(૪) શંકા-
શિષ્ય ઉવાચ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ૭૯
ફળદાતા ઈશ્વર ગણે, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગતનિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મના, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧
(૪) સમાધાન-સદગુરુ ઉવાચ ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ. ૮૪
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬
(૫) શંકા-શિષ્ય ઉવાચ
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭
શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય. ૮૮
(૫) સમાધાન-સદ્દગુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧
(૬) શંકા-શિષ્ય ઉવાચ
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેલ્લાં જાય ? ૯૨
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
(૬) સમાધાન-સદ્ગુરુ ઉવાચ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯
રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧OO
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે ક પાઠ. ૧૦૨
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તે; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪
છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
પપદનાં પ્રશ્ન તેં, પૂછયાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જ હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯
મત દર્શન આગ્રહ તજી, વર્તે સગુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧ર
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩
કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮
શિષ્ય-બોધબીજપ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯
ભાસ્ય નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧
અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩
અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શું પ્રભુચરણ કને ધરું, આત્માની સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫
આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬
પટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭
ઉપસંહાર દર્શન પટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩)
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩ર
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. 135 ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. 136 મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. 137 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહુ સદાય સુજાગ્ય. 138 મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનદશા, બાકી કહીએ ભ્રાંત. 139 સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. 140 સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહુ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. 141 દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો ! વંદન અગણિત. ૧૪ર શ્રી નડિયાદ, આસો વદ 1, ગુરુ, ૧૯પર 1 શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ. 1 સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ; પટું દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com