________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તે ક્રિયાજડ આઈ. ૪
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંખ. ૫
વૈરાગ્યાદિ સફળ તો, જો સહુ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાહિતણાં નિદાન. ૬
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેવું ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮
સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com