Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Shrimad Rajchandra
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮ શિષ્ય-બોધબીજપ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16