Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૩૦) મળી કુલ રૂા. ૧૦૦) તથા શ્રી વૃદ્ધિચંદ્રજી સામાયક શાળાને રૂા. ૨૦) અને ઉજમબાઈ જૈન કન્યાશાળા જે તેને વહીવટ કરવા સાથે રૂ. ૧૨૫) ઉત્તેજન અર્થે અપાય છે. ખેડીદાસ નિરાશ્રિત કંડને ઠરાવ મુજબ ભાઈઓને રાહત અપાય છે. મહેસ–સભાની વર્ષગાંઠ જેઠ સુદ ૭ ના રોજ દેવભક્તિ-પૂજા આંગી વગેરેથી કરવામાં આવે છે. શેઠ હઠીસીંગભાઈ ઝવેરચંદના તરફથી સભાને તેઓશ્રીએ પોતાની હૈયાતિમાં એક રકમ આપેલી છે તેના વ્યાજમાંથી, તેમજ વધારાના રૂ. ૧૫૦૦) આપવા કહેલ તે રકમનું વ્યાજ રૂા. ૬૦) તેઓશ્રીના ધર્મપત્ની શ્રીમતી હેમકુંવર બહેન તરફથી દર વર્ષે આવતું હોવાથી તેનાથી પ્રીતિભોજન કરવામાં આવે છે. આનંદ મેળાપ-દર બેસતું વર્ષે આ સભાના પ્રમુખ શેઠ શ્રી ગુલાબચંદ આણંદજીએ આપેલી રકમના વ્યાજમાંથી સભાસદોને દુધપાર્ટી અપાય છે અને મેરો તરફથી પ્રથમ જ્ઞાનપૂજન પણ થાય છે. કારતક સુદ પાંચમાના રેજ જ્ઞાન પધરાવી પૂજન કરી ભક્તિ કરવામાં આવે છે. દેવભક્તિ અને ગુરૂજવૃતિઓ–પ્રાતઃસ્મરણીય શ્રી આત્મારામજી મહારાજની જન્મ તિથિ ચૈિત્ર સુદ ૧ ના રોજ લેવાથી શ્રી ગુરૂદેવની જયંતિ દર વર્ષે સભાસદે શ્રી પવિત્ર શત્રુંજય તીર્થે જઈ વિવિધ પૂજા તથા શ્રી આદિનાથ પ્રભુ શ્રી પુંડરીકછ તથા ગુરૂશ્રીની આંગી રચવા સાથે સભાસદનું સ્વામીવાત્સલય દર વર્ષે ત્યાં કરવામાં આવે છે. સભા માટે આ એક અપૂવ ભક્તિદિન છે અને સર્વ સભાસદોને યાત્રાનો લાભ મળે જાય છે. આ ગુરૂભક્તિના ઉતમ કાર્ય માટે ગુરૂભકત ઉદારદિલ શેઠ સકરચંદભાઈ મેતીલાલ મૂળજીએ એક રકમ સભાને સુપ્રત કરી છે, જેના વ્યાજમાંથી ખર્ચ થાય છે. દર વર્ષે માગશર વદ ૬ ના રોજ પ્રાતઃ સ્મરણીય શ્રી મૂળચંદજી મહારાજની શ્રી તાલધ્વજગિરિ તીર્થે ઉજવવાનું ઠરાવ થયેલ છે, તેથી તે દિવસ તેમજ આ શુદિ ૧૦ ના રોજ તેઓશ્રીના સુશિષ્ય શાંતમૂર્તિ પરમકૃપાળુ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની જયંતિઓ માટે થયેલા ફંડના વ્યાજમાંથી ઉપરોક્ત રીતે દેવગુરૂભકિત વગેરેથી અત્રે જયંતિ ઉજવાય છે. આ સભાનું ધન્ય ભાગ્ય છે કે ગુરૂભક્તિના આવા પ્રસંગે સાંપડ્યા છે. ઉપરોક્ત કાર્યવાહી જોઈ જાણી સભાના કોઈપણ કાર્યમાં જ્ઞાન દ્વાર-સાહિત્ય પ્રકાશન, પ્રચાર, ગુરૂભક્તિ-કેળવણી ઉત્તેજન તેવા સઘળા કાર્યોમાં આર્થિક સહાય આપનાર તેમજ આ સભાના સભ્યો અને હવે પછી થનારા પેટન સાહેબ તથા સભાસદ બંધુઓ પણ આવા આત્મ કલ્યાણ સાધવામાં ઉત્તમ કાર્યોના ભાગીદાર બને છે. આ ઉપરથી આ સભા વ્યાપારી રીતને બદલે ઉદારતાપૂર્વક સભાની સર્વ કાર્યવાહી જ્ઞાનભક્તિ વગેરે કરે છે તે સહજ સમજી શકાય તેવું છે. મીટિંગને અહેવાલ. ( સંવત ૨૦૦૩ ) મેનેજીંગ કમિટી– ૧) સંવત ૨૦૦૩ ના કારતક વદી ૯ રવીવાર તા. ૧૭-૧૧-૪૬ સંવત ૨૦૦૨ સરવૈય પસાર અને બઝેટ મંજુર તથા પસાર કરવામાં આવ્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45