________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જનરલ મીટિંગ-( ૧ ) સંવત ૨૦૭૩ ના કારતક વદી ૦)) શનીવાર તા. ૨૩-૧૧-૪૬ (૧) સં ૨૦૦૨ નું સરવૈયુ પસાર કર્યું અને આવતા વર્ષનું બજેટ મંજુર કરવામાં આવ્યું (૨) રિટ છપાવવાની સેક્રેટરીઓ ને મંજુરી આપવામાં આવી. (૩) હવેથી સીરીઝ માટે રૂ. ૩૦૦૦) ત્રણ હજાર લેવા એમ ઠરાવવામાં આવ્યું. મેનેજીંગ કમિટી–(૨) સં ૨૦૦૩ ના માગશર સુદી ૧૫ રવિવાર તા. ૮-૧૨-૪૬
(૧) મેનેજીંગ કમિટીનાં સભ્ય સંઘવી અમરચંદ ધનજીભાઈ ને સ્વર્ગવાસ થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ નાણાવટી રમણીકલાલ માણેકચંદ ને નીમવામાં આવ્યા.
(૨) સભાનાં પેટ્રન સાહેબ શેઠ બબલચંદભાઈ કેશવલાલ મોદી અહીં પધારે ત્યારે તેમનાં સત્કાર અર્થે માનપત્ર આપવાને સમારંભ ગોઠવવે એમ નક્કી કરવામાં આવ્યું અને તેને અંગે રૂા. ૨૦૦ બસે રૂપીઆ સુધી ખર્ચની મંજુરી આપવામાં આવી
સં ૨૦૦૩ ના માગશર વદ ૦)) સોમવાર તા. ૨૩-૧૨-૪૬ ના રોજ શેઠ શ્રી ભોગીલાલભાઈ મગનલાલના પ્રમુખપણું નીચે સભાના પેટ્રન શેઠ બબલચંદભાઈ કેશવલાલ મોદીને માનપત્ર આપવાનો મેલાવડો થયો હતો.
મેનેજીંગ કમિટી–(૩) સં. ૨૦૦૩ ના ચત્ર સુદી ૫ ગુરૂવાર તા. ૨૭-૩-૪૭ (૧) એ બી સી બેન્ક બંધ થઈ તેમાં લગભગ રૂ. ૮૫૦ રહ્યા છે એમ જાહેર કરવામા આવ્યું. (૨) દેના બેન્કમાં કેશ સર્ટીફીકેટ રૂા. ૪૨૫) ને છે તે નાણું ઉપાડી લેવા એમ ઠરાવવામાં આવ્યું. (૩) ભાવનગર દરબાર બેંકમાં સભાના ચાર નામથી કરન્ટ એકાઉન્ટ ખોલવાનું ઠરાવ્યું.
(૪) શ્રી આત્માનંદ અર્ધ શતાબ્ધિ ગુજરાંવાલામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના નેતૃત્વ નીચે ઉજવવાની છે તેમાં આ સભાનું નામ રૂા. ૧૦૧) ભરી મેમ્બર તરીકે દાખલ કરવા ઠરાવ્યું
મેનેજીંગ કમિટી-(૪) સં. ૨૦૦૭ નાં અસાડ સુદી ૭ શનીવાર તા. ૨૧-૬-૪૭ (૧) શેઠ જાદવજી ઝવેરભાઈનું નામ બેન્કમાં દાખલ કરવામાં આવેલ છે તે જાહેર કરવામાં આવ્યું. (૨) સભાની ચીજો જે અપાય છે તે વસ્તુને રૂા. ૧૦) ડીપોઝીટ લઇને આપવાનું ઠરાવ્યું. મેનેજીંગ કમિટી–(૫) સં. ૨૦૦૩ નાં અસાડ સુદી ૧૧ રવિવાર તા. ર૯-૬-૪૭
(૧) કુમારી બૈર્યબાળા છગનલાલ પારેખ એમ. એ. ની પરીક્ષામાં સેકન્ડ કલાસમાં પ્રથમ નંબરે પાસ થવાથી તેમને સાકાર અભિનંદન પત્ર આપવા ઠરાવ્યું અને મેળાવડાનાં ખર્ચ માટે રૂ. ૧૦૦) એક રૂપીઆ મંજુર કરવામાં આવ્યા.
મેનેજીંગ કમિટી-(૬) સં. ૨૦૦૭ નાં પ્રથમ શ્રાવણ વદી ૧૨ બુધવાર તા. ૧૩-૮-૪૭
(૧) તા. ૧૫-૮-૪૭ શુક્રવારે આઝાદ સ્વાતંત્ર્ય દિને સભાનાં મકાનને ધ્વજા, પતાકાથી શણગારવું, રોશની કરવી તેને જે ખર્ચ થાય તે મંજુર કરવામાં આવ્યું.
(૨) સ્વાતંત્ર્ય દિનની ખુશાલીમાં સભાનાં નોકરને બેનસ આપવા ઠરાવ્યું.
For Private And Personal Use Only