Book Title: Atmanand Prakash Pustak 017 Ank 06 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગુરૂ–સત્સંગ મહિમા. ૬૫૩ ગુરૂ–રસંગમહિમા ૧ સદગુરૂની કૃપાથી જડ જેવો શિષ્ય જ્ઞાની-પંડીત બનીને પિતે કલ્યાણભાગી થાય છે અને અન્યને પણ સદ્દભાગી કરે છે. ૨ મલયની સુવાસથી અન્ય રૂખડાં (વૃક્ષે ) પણ ચંદન રૂપ બની જાય છે તેમ શુદ્ધચારિત્રસંપન્ન સદગુરૂના સંગથી મલીન વાસનાવાળા જી પણ સુધરી સુવાસિત થાય છે. ૩ પારસમણિના સંગથી જેમ લેહ સુવર્ણ થઈ જાય છે તેમ સંત-મહા માના સમાગમથી (તેમના પ્રસાદથી) જીવનું કલ્યાણ થઈ જાય છે. ૪ વેધક રસના સ્પર્શથી જેમ તાંબુ સુવર્ણ રૂપ થાય છે તેમ સંત-સુસાધુ જનની સેવા-ભક્તિથી ભકતોનું કલ્યાણ થાય છે. ૫ મેરૂ (સુવર્ણગિરિ ) ઉપર ઉગેલું તૃણુ પણ સુવર્ણતાને પામે છે તેમ સત્સંગના પ્રભાવથી જીવનું સદ્દભાગ્યે જાગે છે. ૬ ગમે તેવાં મલીન (મેલાં) પાણે પણ ગંગા નદીમાં ભળવાથી ગંગાજળ તરીકે મનાય છે–સેવાય છે તેમ સાંગના પ્રભાવથી ગમે તેવા હીનાચારી પણ સુધરી સદાચારી બને છે. ૭ જળબિંદુ સમુદ્રમાં ભળવાથી જેમ અક્ષય થાય છે તેમ સંતચરણમાં આત્માર્પણ કરવાથી તદુપ થવાય છે. ૮ જેમ ભમરીના ચટકાથી એળ ફીટીને ભમરી રૂપ બની જાય છે તેમ સંત પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમથી સંતરૂપ થવાય છે. ૯ સ્વાતિનું જળ છીપલીના સંગથી સાચા મોતી રૂપ થાય છે તેમ સંત પ્રત્યે સાચા હદયની પ્રીતિ-ભક્તિથી જડતા દૂર થઈ જાય છે અને આત્મા સદ્દગુણમય અમર બની જાય છે. ૧૦ જેમ જાંગુલી મંત્રથી વિષધરાદિકનું વિષ ઉતરી જાય છે તેમ સતં–સાધુ જનોની ધમ–આશિષવડે દારિદ્ર-દુ:ખ દૂર થઈ જાય છે અને નવજીવન પ્રગટે છે. ૧૧ સંત મહાત્મા ધર્મ–દેવ હાઈ સદાય સેવવા ગ્ય છે. લે-મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56