________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્દગુરૂ–સત્સંગ મહિમા.
૬૫૩
ગુરૂ–રસંગમહિમા
૧ સદગુરૂની કૃપાથી જડ જેવો શિષ્ય જ્ઞાની-પંડીત બનીને પિતે કલ્યાણભાગી થાય છે અને અન્યને પણ સદ્દભાગી કરે છે.
૨ મલયની સુવાસથી અન્ય રૂખડાં (વૃક્ષે ) પણ ચંદન રૂપ બની જાય છે તેમ શુદ્ધચારિત્રસંપન્ન સદગુરૂના સંગથી મલીન વાસનાવાળા જી પણ સુધરી સુવાસિત થાય છે.
૩ પારસમણિના સંગથી જેમ લેહ સુવર્ણ થઈ જાય છે તેમ સંત-મહા માના સમાગમથી (તેમના પ્રસાદથી) જીવનું કલ્યાણ થઈ જાય છે.
૪ વેધક રસના સ્પર્શથી જેમ તાંબુ સુવર્ણ રૂપ થાય છે તેમ સંત-સુસાધુ જનની સેવા-ભક્તિથી ભકતોનું કલ્યાણ થાય છે.
૫ મેરૂ (સુવર્ણગિરિ ) ઉપર ઉગેલું તૃણુ પણ સુવર્ણતાને પામે છે તેમ સત્સંગના પ્રભાવથી જીવનું સદ્દભાગ્યે જાગે છે.
૬ ગમે તેવાં મલીન (મેલાં) પાણે પણ ગંગા નદીમાં ભળવાથી ગંગાજળ તરીકે મનાય છે–સેવાય છે તેમ સાંગના પ્રભાવથી ગમે તેવા હીનાચારી પણ સુધરી સદાચારી બને છે.
૭ જળબિંદુ સમુદ્રમાં ભળવાથી જેમ અક્ષય થાય છે તેમ સંતચરણમાં આત્માર્પણ કરવાથી તદુપ થવાય છે.
૮ જેમ ભમરીના ચટકાથી એળ ફીટીને ભમરી રૂપ બની જાય છે તેમ સંત પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમથી સંતરૂપ થવાય છે.
૯ સ્વાતિનું જળ છીપલીના સંગથી સાચા મોતી રૂપ થાય છે તેમ સંત પ્રત્યે સાચા હદયની પ્રીતિ-ભક્તિથી જડતા દૂર થઈ જાય છે અને આત્મા સદ્દગુણમય અમર બની જાય છે.
૧૦ જેમ જાંગુલી મંત્રથી વિષધરાદિકનું વિષ ઉતરી જાય છે તેમ સતં–સાધુ જનોની ધમ–આશિષવડે દારિદ્ર-દુ:ખ દૂર થઈ જાય છે અને નવજીવન પ્રગટે છે. ૧૧ સંત મહાત્મા ધર્મ–દેવ હાઈ સદાય સેવવા ગ્ય છે.
લે-મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજ.
For Private And Personal Use Only