________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી આત્માનંદ પ્રકાશ,
ઉદ્યોગપરાયણતા.
વિઠ્ઠલદાસ મૂળચંદ શાહ બી. એ. उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मीः देवेन देयमिति कापुरुषा वदन्ति । दैवं निहत्य कुरु पौरुषनात्माकपा यले कृते यदिन सिध्यति कोऽत्र दोषः ।।
આ જીવન એક વિચિત્ર અને ગહન વસ્તુ છે. એને સંપૂર્ણતઃ જાવાનું અને થવા સમજવાનું કાર્ય અત્યંત કઠિ છે. જીવનમાં કયી કયી વસ્તુઓ ઉચિત છે, કયી વસ્તુઓ અનુચિત છે, એને શું આદિ છે અને શુ અંત છે વિગેરે મહત્વના પ્ર*નનું નિરાકરણ મહાન ધુરંધર જ્ઞાની પુરૂષે પણ એક રૂપથી કરી શક્યા નથી. અનેક વિદ્વાન્ પુરૂષે ભ્રમણામાં પડીને નાસ્તિક બની ગયા છે. જો કે અનેક વિદ્વાન પુરૂએ ઉકત વિષયનો વિચારપૂર્વક અભ્યાસ કરવામાં વર્ષોનાં વર્ષો વ્યતીત કર્યા છે તથાપિ ઘણી બાબતે એવી હોય છે કે જેનો પત્તો પણ લાગ નથી, સત્યનું શધન કરવામાં કે અત્યંત પરિશ્રમ વેઠે છે, પરંતુ એ શેનું છેવટ એટલું જ આવે છે કે વસ્તુત: શું હકીકત છે તેનું ખરું સ્વરૂપ સમજવામાં આવી શકતું નથી.
- કોઈ કોઈ વખત મનુષ્યને એટલી બધી નિરાશા ઉપજે છે કે તે ચારે તરફ અંધકાર જ જુએ છે. કઈ વખત સંદેહનું વાદળું એટલું બધું છવાઈ રહે છે છે કે તેને પદાર્થોનાં સ્વરૂપમાં પણ વિશ્વાસ નથી રહે અને તેના મનમાં નાના પ્રરની પ્રશ્નપરંપરા ઉઠવા લાગે છે. તે કહેવા લાગે છે કે “આ સઘળી માયાજાળ છે. કોઈ જીવાત્મા નથી વા કઈ પરમાત્મા નથી. વર્ગ નથી તેમજ નરક નથી. લોક પરલોક આદિ શબ્દમાત્ર છે. દયા અને ન્યાય જેવી વસ્તુ વાસ્તવિક રીતે છે જ નહિ આ સંસાર માયાથી પૂર્ણ છે. કેઈ સુખી છે, તો કોઈ દુઃખી છે; કોઈ રાજા છે, તો કઈ રંક છે. કોઈ જુઠું બોલે છે, ચોરી કરે છે છતાં સુખી જીવન ગાળતા માલુમ પડે છે. કેઈ સત્યવાદી છે, નીતિમા જીન ગુજારે છે છતાં દુઃખ પીડિત દશા અનુભવે છે. સત્પરૂ વૈવનકાળમાં જ કાળના કાળીયા બની જાય છે અને દુર્જને દીઘાયુષ્ય ભેગવતા જોવામાં આવે છે. આમ હોવાથી સંસારમાં રહીને કંઈ કાર્ય કરવું વ્યર્થ છે.”
ખરેખરી રીતે જોતાં આ સર્વ એવી બાબત છે કે જેને તાત્કાલિક ઉત્તર આપ કઠિન છે. સંસારમાં જેટલા મતમતાંતરો છે તે સર્વ આ પ્રશ્નના ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્તર આપે છે અને એ કારણથી જ અનેકાનેક મતમતાંતરે ઉત્પન્ન થયા છે જે જે તત્વવેત્તાઓએ એ સર્વ પ્રકોપર વિચાર કર્યા છે તે સહુએ પૃથપૃથ રૂ
For Private And Personal Use Only