________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
શ્રી આત્માનંદ પ્રકાશ.
પવિત્ર તીર્થ સેવનથી સકળ પાપથી મુકત થઈ અંતે પરમાનંદ પદ પામી શકે છે. શ્રી શત્રુંજય તીર્થની સેવાથી કંડુ રાજા જેવા (પાપી-નિર્દયી) જીવો પણ કરી ગયા છે. તીર્થસેવાથી મહીપાલ કુમારની પેરે દ્રવ્યભાવ રોગથી મુક્ત થઈ શકાય છે.
“શ્રી તીર્થરાજની યાત્રા કરનારા યાત્રિક જનોની રજના સ્પર્શથી પવિત્ર થવાય છે, તીર્થાટન કરવાથી ભવભ્રમણ કરવું પડતું નથી. તીર્થભૂમિમાં ઉદાર દીલથી દાન દેવાથી લક્ષમી સ્થિર થાય છે અને જિનેશ્વર દેવની પૂજા અર્ચા કરવાથી પિતે પૂજનિક થાય છે.”
“અન્ય સ્થાને કરેલાં પાપ તીર્થસ્થાને (તપ ૫ વ્રત નિયમ કરવાથી) છુટી શકે છે, પરંતુ તીર્થસ્થાને ( સ્વેચ્છાચારથી) કરેલાં પાપ વિલેપ થાય છે” એમ સમજી સર્વ આશાતના તજી વિધિપૂર્વક તીર્થસેવા કરવી ઘટે છે. ઈતિશમ.
લે–મુનિ મહારાજશ્રી કપૂરવિજયજી મહારાજ.
મિથ્યાત્વના ચાર ભેદ.
૧ પ્રવતન મિથ્યાત્વ–લેકિક તેમજ લોકોત્તર મિશ્ચાત્ય સંબંધી કરણ ફરે-રાગ દ્વેષાદિકથી અભિભૂત(વ્યાપ્ત) લેકિક દેવ ગુરૂની સેવા કરે તે લૈકિક તેમજ વીતરાગ દેવ ગુરૂ ધર્મની છ આશંસા રાખીને સેવન કરે તે લેાકોત્તર મિથ્યાત્વ તજવા પેશ્ય છે. વ્યવહાર સમકિતના સેવનથી તે સુખે તજી શકાય છે.
૨ પ્રરૂપણું મિથ્યાત્વ–સત્યથી વિપરીત અસત્ય માર્ગ અન્ય મુગ્ધ જનેને સમજાવી તેમને ઉન્માર્ગે દોરવી જવા રૂપ પ્રરૂપણા મિયાત્વ પણ વ્યવહાર સમકિતની પ્રાપ્તિ થતાં દૂર થઈ શકે છે-દૂર થાય છે.
૩ પરિણામ મિથ્યાત્વ-સર્વજ્ઞ અને સર્વદશી વીતરાગકથિત તત્વ વચનને યથાર્થ નહીં માનવા રૂપ મિથ્યાત્વ-વિપરિત બુદ્ધિ (વાસના ) અવશ્ય તજવા યોગ્ય છે. વીતરાગ કથિત તત્વને યથાર્થ જાણી તેના ઉપર દ્રઢ પ્રતીતિ ( આસ્થા) ' રાખવાથી તે દૂર થઈ શકે છે. સદ્વિવેક રૂપ રત્નદીપક હૃદયમંદિરમાં પ્રગટવાથી અજ્ઞાન-મિથ્યાત્વ રૂપ અંધકાર સહેજે નાશી જાય છે.
૪ પ્રદેશ મિથ્યાત્વ–અનંતાનુબંધી કષાયાદિક મેહનીય કર્મની સાત પ્રકૃતિ સત્તામાં રહેલી હોય તે પ્રદેશ મિથ્યાત્વ તે ક્ષાયક સમકિત આત્મામાં પ્રગટ થયાથી દૂર થઈ શકે છે. મિથ્યાત્વ રૂપી મહાશલ્ય, મહા વિષ, મહાવ્યાધિ અને મહા આપદા દૂર કરવા સિદ્ધ ઔષધી રૂપ સમ્યકત્વ (સમકિત) સંજીવની સદગુરૂ પાસેથી પ્રાપ્ત કરી કૃતાર્થ થવું.
ઈતિશ. લેમુનિમહારાજશ્રી કરવિજયજી મહારાજ,
For Private And Personal Use Only