Book Title: Ashakya ne Shakya kari Batavano Padkar Zilti Patni
Author(s): Janak Dave
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ અશક્યને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની : એક મધ્યકાલીન કથાઢિ : ૧૯૯ સુંદરી તેને જોઈ વ્યાકુળ થઈ ગઈ. તેણે કાગળની કટકી પર અક્ષર પાડી, પાનના ખીડામાં મૂકી, તે ખડું વેપારી પર નાખ્યું. ઉપરથી કંઈ પડેલું જોઈ વેપારીએ ઉપર જોયું. અપ્સરા જેવી સ્ત્રી તેણે જોઈ, બીડું ખોલ્યું. અંદરની ચિઠ્ઠી વાંચી. સ્ત્રી આવવાનું નિમંત્રણ આપતી હતી અને ન આવે તો દેહ પાડવાનું કહેતી હતી. બીજે દિવસે મધ્યરાત્રીએ કામદેવનું પૂજન કરી, પછી પાટલાદ્યોની મદદથી તે સૌભાગ્યસુંદરી પાસે પહોંચ્યો. ખાનપાન તથા ભોગ ભોગવી ગગનધૂલિ ચોથા પહોરે ચાલ્યો ગયો, વગેરે...વગેરે. અહીં જોઈ શકાય છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મૂકેલી સ્ત્રી પણ હિંમત અને ધીરજ રાખી આખરે ફેંકાયેલા પડકાર પ્રમાણે કરી બતાવે છે. આ જ કથારૂઢિમાં મધ્યકાલીન વાર્તાકાર શામળની ‘સ્ત્રીચરિત્રની વાર્તા’ નામની વાર્તા, જે ‘સિંહાસન– અત્રીશી'માંની ૨૯મી વાર્તા છે, તેને મુકી શકાય. આ વાર્તામાં એક વણિકકન્યા રાજા વિક્રમને એવો પડકાર ફેંકે છે કે વિક્રમચરિત્ર કાંઈ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ નથી; સૌથી શ્રેષ્ઠ તો છે સ્ત્રીચરિત્ર. રાજા આ કન્યાને પાઠ શીખવવા ઇચ્છે છે. એની સાથે પોતાના પુત્ર વિક્રમચરિત્રને પરણાવે છે. વરવહુને મળવા દેતા નથી. વહુને એકાંતવાસમાં ગોંધી રાખે છે. વણિકકન્યા દાસી મારફત પોતાના પિતાને વીંટી મોકલે છે. વીંટીના હીરાની નીચેની ચિઠ્ઠી વાંચી પિતા, પુત્રી રહે છે ત્યાં સુધી ભોંયરું ખોદાવે છે તે એ વાટે પુત્રી બહાર આવે છે. એક વાર સાબલિયણુ બની વિક્રમચરિત્રને મોહાંધ કરે છે અને એનો સંગ કરી પુત્ર મેળવે છે. આભૂષણવઓ પણ મેળવે છે. વળી પાછી જોગણી ખની સંજીવન-વિદ્યાના લોભી વિક્રમચરિત્રને છેતરે છે. પાછો તેનો સંગ કરી તેની ધનદોલત પડાવી લે છે અને પુત્ર પણ મેળવે છે. પછી જાણે કશું જ જાણતી નથી એવો દેખાવ કરી એકાંતવાસમાં રહે છે. પુત્રોને પારણે ઝુલાવતી હાલરડાં ગાય છે. રાજાને અને રાણીને કૌતુક થાય છે. પુત્ર વિક્રમચરિત્રને તે પુત્રવધૂ પાસે ગયો હતો કે નહિ તે પૂછી જુએ છે. પુત્રે સ્પષ્ટ ના પાડતાં વણિકકન્યાની વલે કરવા તૈયાર થાય છે. કન્યાનાં મા-બાપને બોલાવી તેનાં ચરિત્ર દેખાડવા ગર્વ કરે છે. કન્યા જે બન્યું હતું તે બધું વર્ણવે છે. કુંવરનાં વસ્ત્ર, આભૂષણ, રત્નો, હથિયાર બધું હાજર કરે છે. પુત્ર શરમિંદો બની, બની ગયેલા પ્રસંગોનો સ્વીકાર કરે છે. રાજા વિક્રમ, સૌથી વડું સ્ત્રીચરિત્ર એમ સ્વીકારી પુત્રવધૂનો આદર કરે છે. અહીં સસરાએ ફેંકેલો પડકાર પુત્રવધૂએ ઝીલી લીધો છે. તે આ જ કથારૂઢિને મળતી એક વાર્તા સિંધની પ્રાચીન કથાઓમાં જોવા મળે છે. · બિરસિંગ અને સુંદરઆઈ ની વાર્તામાં સુન્દરઆઈ કેવી રીતે પતિનો પડકાર ઝીલી લે છે અને પોતાની બડાશના શબ્દોને કેવી રીતે ખરા પાડે છે તે નીચેની વાર્તા વાંચતાં જણાય છે : સાયલાના રાજા કેસરીસિંગને સુન્દરબાઈ નામની અતિ સ્વરૂપવાન કન્યા છે. તે એક વાર પોતાની સખીઓ સાથે ઉદ્યાનમાં રમતી હતી. નૃત્ય અને ગીત પૂરાં થતાં સાહેલીઓ માંહોમાંહે વાતો કરવા માંડી. સુન્દરબાઈ કહે : “ હું વલભીના રાજકુમાર બિરસિંગને પરણીશ, અને એને પ્રેમથી એવો જીતી લઈશ, કે એ બીજા કોઈ ને જુએ જ નહિ. અને જો એ મને હું કહું તેમ રાખશે નહિ તો હું તેને મારી શક્તિ અને હિંમતથી બતાવી આપીશ, કે સ્ત્રીઓ પણ સર્વ રીતે પુરુષસમોવડી હોય છે. પછી એ પોતાનાથી જ શરમાઈ ને મને ચાહશે અને માન આપશે, તે હું કહું તે પ્રમાણે કરશે.’. બિરસિંગ આ વખતે એ જ ઉદ્યાનમાં હતો. તે મૃગયા કરવા નીકળ્યા હતો. સાથીઓથી વિખૂટો પડી ગયો હતો. તેણે સુન્દરભાઈની બાશના આ શબ્દો સાંભળ્યા. તેનું રૂપ જોઈ ને તો એ આકર્ષાયો જ હતો. પિતા પાસે સુન્દરાબાઈ માટે માગું કરાવી તેને એકાન્તવાસ આપ્યો. બેસતા વર્ષને દિવસે મન્દિરમાં છુપાઈ રહ્યો. સુન્દરભાઈ પાર્વતી પાસે આશીર્વાદ માગતી હતી ત્યારે પ્રગટ થઈ, પેલા ઉદ્યાનમાં ઉચ્ચારેલા શબ્દો પ્રમાણે ફરી બતાવવા ૧. Tales of old Sind, page 107–115. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8