Book Title: Ashakya ne Shakya kari Batavano Padkar Zilti Patni
Author(s): Janak Dave
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230015/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અશકયને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી ૫ત્ની : એક મધ્યકાલીન કથારૂઢિ જનક દવે સ્ત્રીનું માની લીધેલું, કે વાસ્તવિક અભિમાન તોડવા માટે પતિ તરફથી સ્ત્રીને, પોતાનું સામર્થ્ય પુરવાર કરી આપવાનો પડકાર ફેંકાય છે; અને એ પડકાર ઝીલીને સ્ત્રી, માગણી પ્રમાણે, અસાધારણ વસ્તુને પોતાની ચતુરાઈ ને દક્ષતાથી સિદ્ધ કરી આપે છે, એવી કથારૂઢિ લોકવાર્તાઓમાં ઠીકઠીક પ્રયોજાઈ છે. આવી કથારૂઢિ પ્રથમ આપણને બારમી શતાબ્દીની એક જૈન પ્રાકૃતરચનામાં મળે છે. ઈ. સ. ૧૧૪૩(વિ. સં. ૧૧૯૯)માં લક્ષ્મણગણિએ રચેલી “સુપાસનાહચરિઅ”માં “પરદા રાગમનવિરમણવૃત્ત વિષયે અનક્રીડા-અતિચારે ધનકથા'ની વાર્તામાં એ કથારૂઢિ પ્રયોજાઈ છે. એની વાર્તા નીચે પ્રમાણે છે : વિક્રમપુર નગરમાં વિક્રમ નામે રાજા રાજ કરતો હતો. તે નગરમાં સિદ્ધિતિલક શેઠ પોતાની પત્ની લક્ષ્મી સાથે રહેતા હતા. શેઠને બે દીકરા હતા. એકનું નામ ધન અને બીજાનું નામ ધનદેવ. ધન સ્વભાવે કામી હતો. ધનદેવ ધાર્મિક વૃત્તિનો હતો. એક પર્વને પ્રસંગે એ બન્નેને કોઈ ખેડૂત નગરની પાસેના ગામના ખેતરમાં લઈ ગયો. ત્યાં આંબાના વનમાં એક મુનિ હતા. ખેડૂતના કહેવા પ્રમાણે તે એક માસથી ખાધાપીધા વિના કે નિદ્રા વિના ધ્યાનસ્થ બેઠા હતા. પેલા બન્ને ભાઈઓએ મુનિને યુવાવસ્થામાં સંન્યસ્ત લેવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે ખાસ કારણ તો તેમની સ્ત્રી હતી. પિલા બન્નેના આગ્રહથી તેમણે પોતાની વાત કહેવા માંડી : - શુભાવાસ નગરમાં રિપુમન રાજા રાજ કરતો હતો. વિશાળબુદ્ધિ તેનો મંત્રી હતો. મંત્રીની પત્નીનું નામ હતું રતિસુંદરી. તે નગરના પૂર્વ ભાગમાં એક ઉદ્યાન હતું. ઉદ્યાનના દ્વાર પર એક આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષ પર પારસિક દેશના પોપટની જોડી હતી. તે જોડું સુખથી રહેતું હતું. તેમને એક પુત્ર થયો. પોપટીને એકવાર ખબર પડી કે પોપટ પરકિયાસક્ત છે. તેણે પોપટને પોતાની સંગ કરવા દેવાની ના પાડી, અને પેલી પોપટીના માળામાં જવાનું કહ્યું. પોપટે પોતાનો ગુનો કબૂલ કર્યો અને ક્ષમા પણ Page #2 -------------------------------------------------------------------------- ________________ અશકયને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની : એક મચકાલીન કથારૂઢિ : ૧૯૭ માગી, પરંતુ પોપટી હવે તે પોપટનું મોઢું પણ જોવા માગતી ન હતી. પોપટે જતાં જતાં પોતાના પુત્રની માગણી કરી. પોપટી પુત્ર આપવા તૈયાર ન હતી. બન્ને રાજા પાસે ન્યાય કરાવવા ગયાં અને બન્નેએ પોતપોતાનું વૃત્તાંત કહ્યું. રાજાએ શાસ્ત્રવાકય કહ્યું કે પુત્ર પિતાનો અને પુત્રી માતાની; અથવા તો પુત્રી પણ પિતાની. વાવનારનું જ ખીજ હોય. ખેડૂત ખેતરમાં વાવે તેનું જ સર્વ ઉત્પાદન હોય છે. પોપટીએ ન્યાય સ્વીકાર્યાં, પણ રાજાની વહીમાં એ નિયમ લખાવ્યો. પોપટીએ પોપટને પુત્ર સોંપી દીધો. વૃક્ષ નીચે એક મુનિ હતા. પોપટીએ તેને પોતાનું આયુષ્ય પૂછ્યું. મુનિએ કહ્યું કે ત્રીજે દિવસે તું મૃત્યુ પામીશ, અને પ્રધાનને ઘેર પુત્રી તરીકે જન્મીશ, કારણકે તે મનુષ્યદેહ માટે કર્મો બાંધ્યાં છે. આ વાત સાંભળી પોપટી જિનમંદિરમાં ગઈ અને જિતને નમસ્કાર કરીને કોઈની પાસે મંદિરના ઉપરના ભાગમાં પૂર્વોકત અક્ષરો (મુનિના શબ્દો) લખાવ્યા——એવા વિચારથી કે કદાચ આવતા ભવમાં ફરતાં ફરતાં અહીં આવું અને આ અક્ષરો મારી દષ્ટિએ પડે તો મને મારા પૂર્વજન્મનું સ્મરણ થાય. પછી તેણે વિશાળબુદ્ધિની શ્રી રતિસુંદરીને પેટે બહુ સુંદર કન્યા તરીકે જન્મ લીધો. ભુવનાનન્દા નામ ધારણ કર્યું. થોડા સમયમાં ભણીગણી હોશિયાર થઈ. એક દિવસ ઉદ્યાનના જિનમંદિરે આવી ત્યાં પેલા અક્ષરો જોઈને તેને પૂર્વવૃત્તાંત યાદ આવ્યો, અને જિનભક્તિને પ્રભાવે પોતાને મનુષ્યદેહ મળ્યો તેથી જિન પ્રત્યે વિશેષ ભક્તિશાળી થઈ. પ્રધાન પાસે એક ઉત્તમ ધોડો હતો. રાજાની ધોડીને તેનાથી ધણા વછેરા થયા. રાજાએ તે પોતાને ત્યાં મગાવ્યા. ભુવનાનન્દાએ તે આપવા ન દીધા. તેણે કહ્યું : “ મારા પિતાના ધોડા દ્વારા એ ઉત્પન્ન થયા છે માટે તેની માલિકી મારા પિતાની ગણાય, રાજાની નહિ. પોપટ-પોપટીના વિવાદ વખતે આપેલો ન્યાય રાજાએ લખ્યો છે.” વહી વાંચી રાજા વિસ્મય પામ્યો. રાજાને થયું : આ કોઈ ખાલપંડિતા છે. રાજાએ પ્રધાન પાસે તેનું માગું કર્યું અને પોતે લગ્ન કર્યાં. લગ્ન પછી રાજાએ કહ્યું : “ હે ખાલા, તું તો મોટી પંડિતા છો, તો જ્યાં સુધી સર્વોત્તમ ગુણવાળો પુત્ર તું ઉત્પન્ન નહિ કરે ત્યાં સુધી તારે મારા ઘરમાં પગ મૂકવાનો નથી.’” ભુવનાનન્દાએ જવાબ આપ્યો : “પ્રિયતમ, જરૂર એવો પુત્ર જન્મ્યા પછી જ હું તારે ત્યાં આવીશ. ને તું મારી પ્રતિજ્ઞા પણ સાંભળી લે. હું ખરેખરી પંડિતા હોઉં તો તારે હાથે મારા પગ ધોવરાવીશ અને તારી પાસે મારી મોજડી ઊંચકાવીશ.” આમ બન્ને વચ્ચે એકાંતમાં વાતચીત થઈ. ભુવનાનન્દા પિયર પાછી આવી. પિતાને એકાંતમાં બધો વૃત્તાંત કહ્યો. પ્રધાને કહ્યું : “ દીકરી, આ તો બહુ દુર્ઘટ છે.’’ દીકરીએ જવાબ આપ્યો : “ બુદ્ધિ માટે કશું દુર્ઘટ નથી. રાજાના મહેલના પાછળના ભાગમાં ઋષભદેવનું એક મંદિર કરાવો, ત્યાં ત્રણે સમય હમેશાં નૃત્યનો ઉત્સવ થતો રહે તેવી વ્યવસ્થા કરો અને ત્યાં નર્તકીઓના આવાસ વચ્ચે મારું પણ એક ધર બંધાવો.” એ રીતે મંદિર વગેરેનું નિર્માણ થયું અને ત્યાં કેટલીક સુંદર, સંગીતકુશળ, નૃત્યકુશળ, વાદનકુશળ ગણિકાઓ રાખવામાં આવી. એક પણ પુરુષ ત્યાં નહોતો રાખ્યો. ભુવનાનન્દા પોતે પણ નૃત્યમાં ભાગ લેતી. એક વાર રાત્રી પૂરી થવા આવી હતી ત્યારે રાજાએ ગીત સાંભળ્યું. પાછલે બારણેથી તે નીકળ્યો અને જિનમંદિરમાં ગયો. તેણે ત્યાં અપ્સરાઓનું વૃંદ નૃત્ય કરતું હોય તેવું દૃશ્ય જોયું. ભુવનાનન્દા પણ ત્યાં નૃત્ય કરતી હતી. રાજા એના પ્રત્યે આકર્ષાય. રાજા દાસનો વેષ લઈ ને ત્યાં ગયો. નૃત્ય પૂરું થતાં ભુવનાનન્દા પાલખીમાં બેસી પોતાને આવાસે ગઈ. રાજા પણ તેને ત્યાં ગયો. બન્નેએ સાથે રાત ગાળી. આમ દરરોજ રાજા નૃત્ય જોતો અને ભુવનાનન્દાને ત્યાં રાત્રી ગાળતો. રાજા ભુવનાનન્દાને આ દરમિયાન જે જે કંઈ કહેતો તે ભુવનાનન્દા પોતાના પિતાને જણાવતી અને પ્રધાન પણ તે બધું એક વહીમાં લખી લેતો, એક દિવસે ભુવનાનન્દા જાણી જોઈ ને પોતાની મોજડી ભૂલી જઈ ને પાલખીમાં બેસી ગઈ. રાજાને કહ્યું : “મારી મોજડીઓ રહી ગઈ છે, તો તમે લાવજો.” પેલો રાજા મોજડીઓ માથે ચડાવીને લાવ્યો. તે રાત્રે પણ રાજા ત્યાં Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ જ સૂતો. અધ રાત્રે ભુવનાનન્દા તેને કહે, “આજ મારા પગ બહુ બળે છે, તો જરા દાસીને જગાડો કે મારા પગ તળાસે.” પણ દાસીને બોલાવવાને બદલે રાજા પોતે જ પગ તળાંસવા માંડ્યો. ભુવનાનન્દાએ તેને ખૂબ વાય તો પણ તે તળાંસવા માંડ્યો. પછી તે નિરાંતે સૂઈ ગઈ. સ્વમામાં તેણે પૂર્ણ ચન્દ્રને પોતાના મુખમાં પ્રવેશતો જોયો. તે જાગી ગઈ. પગ તળાંસતા રાજાને તેણે કામ છોડાવી સ્વમનની વાત કહી. “સુન્દરી, તને ઉત્તમ પુત્ર થશે.” રાજાએ કહ્યું. સવાર સૂચવતો શંખ વાગતાં રાજા પોતાને મહેલે ગયો. ભુવનાનન્દા પોતાને પિયર ગઈ. પિતાને બધી વાત કહી અને ગર્ભનું રક્ષણ કરતી સુખે રહેવા લાગી. બીજે દિવસે રાજા ગણિકાવાસમાં ગયો. ત્યાં ભુવનાનન્દાને ન જોતાં તેની પડોશણને પૂછયું : “પેલી લીલાવતી ક્યાં ગઈ?” પડોશણે અજ્ઞાન બતાવ્યું. રાજા દુઃખી થઈ ઘેર ગયો. વળતે દિવસે તેણે પ્રધાનને પૂછયું : “તારા મંદિરની મુખ્ય ગાયિકા લીલાવતી કયાં ગઈ?” પ્રધાન કહે: “મહારાજ, મેં જ એને કાલ પરાણે કાઢી મૂકી. એ કોઈ ઠાકોરના પુત્રને હળી ગઈ હતી. નિયમિત મંદિરમાં આવતી ન હતી, સરખું કામ કરતી ન હતી અને શિખામણ આપતાં રડવા બેસતી અને તકરાર કરતી, એટલે મેં કાઢી મૂકી અને એને સ્થાને બીજીને નિયુક્ત કરી.” રાજા મૂગો થઈ ગયો. ભુવનાનન્દાને યોગ્ય સમયે ઉત્તમ લક્ષણવાળો પુત્ર થયો. સમય જતાં તે પણ વિદ્યાકળામાં પારંગત થયો. એક દિવસે મંત્રી ભુવનાનન્દાને તેના પુત્ર સહિત રાજ પાસે લઈ ગયો. રાજાએ પૂછયું : “આ મહિલા કોણ છે?” મંત્રીએ કહ્યું: “મહારાજ, તમારી પત્ની અને મારી પુત્રી છે, આ તમારો પુત્ર અને મારો દોહિત્ર છે.” રાજા કંઈ એ વિષયમાં બોલે એ પહેલાં પ્રધાને તેના હાથમાં વહી સોંપી દીધી. એ વહીમાં રાજાએ જે કંઈ કહ્યું હતું તે બધું વિવરણ સાથે લખી લીધું હતું. રાજાએ હર્ષ-વિષાદ સાથે કુમારને ભેટીને પોતાના ખોળામાં લીધો અને ભુવનાનન્દાને કહ્યું: “તે મને જીત્યો છે, અને હું તારાથી પ્રસન્ન છું—તારી પ્રતિજ્ઞા પૂરી કરી તેથી અને પુત્ર પ્રાપ્તિથી પ્રસન્ન છું. આજથી આ રાજય તારું અને તારો પુત્ર રાજા. હું હવે મારું ઈષ્ટ કર્તવ્ય કરીશ. આ બધા ભોગને ધિક્કાર છે. પુરુષશ્વાન એવા મને ધિકકાર છે. રાજયને પણ ધિક્કાર છે.” મંત્રીના વારવા છતાં રાજાએ કુમારનો અભિષેક કર્યો, અને પોતે દીક્ષા લીધી. મુનિ કહે છે કે આ મારું વૃત્તાંત છે. અંત: આ વાર્તામાં ભુવનાનન્દા પતિની ઉપેક્ષા પામે છે. રાજા–કે જે તેનો પતિ છે–તેને મોટી પંડિતા’ કહી પોતાની શકિત પુરવાર કરી આપવાનો પડકાર ફેંકે છે. ભુવનાનન્દા આખરે એ જ રા પાસે પોતાના પગ ધોવડાવે છે. મોજડી ઊચકાવે છે અને તેના દ્વારા જ પુત્ર પ્રાપ્ત કરે છે. ભુવનાનન્દા પોતાનું બુદ્ધિચાતુર્ય પુરવાર કરી આપે છે. પતિ તરફથી ફેંકાયેલા પડકારનો હિંમતથી સામનો કરે છે. આ કૃતિ ૧૧૯૯માં રચાઈ છે, પણ તે કર્તાની પોતાની જ કૃતિ લાગતી નથી. કોઈ પ્રચલિત લોકકથાનો ઉપયોગ કર્તાએ કર્યો લાગે છે. આરંભ અને અંતમાં જૈનતત્વ ગોઠવી દીધું લાગે છે. - ઈ. સ. ૧૪૪૩(વિ. સં. ૧૪૯૯)માં રચાયેલ પંડિત શ્રી શુભશીલગણિત “વિક્રમચરિત્રમ માં સૌભાગ્યસુંદરીની વાર્તા આવે છે. આ વાર્તામાં સ્ત્રી પોતે બડાશ હાંકે છે અને પછી એ બડાશ પુરવાર કરી આવવાનું પોતાને માથે આવે છે ત્યારે પતિનો પડકાર ઝીલી લઈ બડાશ પ્રમાણે વર્તન કરી બતાવે છે. વાર્તા આ પ્રમાણે છે : . એકવાર વિક્રમ નગરચર્યા જેવા નીકળ્યો હતો. તેણે બે બાળાઓને વાત કરતી સાંભાળી. એકે કહ્યુંઃ “હું પરણીને સાસુ-સસરાની સેવા કરીશ અને પતિની ભક્તિ કરીશ.” બીજીએ કહ્યું “હું તો પરણીને પતિની સાથે સાસરે જઈ પતિને છેતરીશ, અને પરપુરુષ સાથે મઝા કરીશ.” રાજાએ આ બીજી બાલા સૌભાગ્યસુંદરી સાથે લગ્ન કર્યું. રાજાએ તેને એકદંડિયા મહેલમાં કેદી જેવી સ્થિતિમાં રાખી. રાજાએ તેને તેની બહેનપણી સાથે હાંકેલી બડાશ પ્રમાણે કરી બતાવવા કહ્યું. થોડા સમય પછી એકવાર અવંતીમાં ગગનલિ નામે વેપારી વેપાર કરવા આવ્યો. તે એકદંડિયા મહેલ પાસેથી પસાર થતો હતો. સૌભાગ્ય Page #4 -------------------------------------------------------------------------- ________________ અશક્યને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની : એક મધ્યકાલીન કથાઢિ : ૧૯૯ સુંદરી તેને જોઈ વ્યાકુળ થઈ ગઈ. તેણે કાગળની કટકી પર અક્ષર પાડી, પાનના ખીડામાં મૂકી, તે ખડું વેપારી પર નાખ્યું. ઉપરથી કંઈ પડેલું જોઈ વેપારીએ ઉપર જોયું. અપ્સરા જેવી સ્ત્રી તેણે જોઈ, બીડું ખોલ્યું. અંદરની ચિઠ્ઠી વાંચી. સ્ત્રી આવવાનું નિમંત્રણ આપતી હતી અને ન આવે તો દેહ પાડવાનું કહેતી હતી. બીજે દિવસે મધ્યરાત્રીએ કામદેવનું પૂજન કરી, પછી પાટલાદ્યોની મદદથી તે સૌભાગ્યસુંદરી પાસે પહોંચ્યો. ખાનપાન તથા ભોગ ભોગવી ગગનધૂલિ ચોથા પહોરે ચાલ્યો ગયો, વગેરે...વગેરે. અહીં જોઈ શકાય છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મૂકેલી સ્ત્રી પણ હિંમત અને ધીરજ રાખી આખરે ફેંકાયેલા પડકાર પ્રમાણે કરી બતાવે છે. આ જ કથારૂઢિમાં મધ્યકાલીન વાર્તાકાર શામળની ‘સ્ત્રીચરિત્રની વાર્તા’ નામની વાર્તા, જે ‘સિંહાસન– અત્રીશી'માંની ૨૯મી વાર્તા છે, તેને મુકી શકાય. આ વાર્તામાં એક વણિકકન્યા રાજા વિક્રમને એવો પડકાર ફેંકે છે કે વિક્રમચરિત્ર કાંઈ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ નથી; સૌથી શ્રેષ્ઠ તો છે સ્ત્રીચરિત્ર. રાજા આ કન્યાને પાઠ શીખવવા ઇચ્છે છે. એની સાથે પોતાના પુત્ર વિક્રમચરિત્રને પરણાવે છે. વરવહુને મળવા દેતા નથી. વહુને એકાંતવાસમાં ગોંધી રાખે છે. વણિકકન્યા દાસી મારફત પોતાના પિતાને વીંટી મોકલે છે. વીંટીના હીરાની નીચેની ચિઠ્ઠી વાંચી પિતા, પુત્રી રહે છે ત્યાં સુધી ભોંયરું ખોદાવે છે તે એ વાટે પુત્રી બહાર આવે છે. એક વાર સાબલિયણુ બની વિક્રમચરિત્રને મોહાંધ કરે છે અને એનો સંગ કરી પુત્ર મેળવે છે. આભૂષણવઓ પણ મેળવે છે. વળી પાછી જોગણી ખની સંજીવન-વિદ્યાના લોભી વિક્રમચરિત્રને છેતરે છે. પાછો તેનો સંગ કરી તેની ધનદોલત પડાવી લે છે અને પુત્ર પણ મેળવે છે. પછી જાણે કશું જ જાણતી નથી એવો દેખાવ કરી એકાંતવાસમાં રહે છે. પુત્રોને પારણે ઝુલાવતી હાલરડાં ગાય છે. રાજાને અને રાણીને કૌતુક થાય છે. પુત્ર વિક્રમચરિત્રને તે પુત્રવધૂ પાસે ગયો હતો કે નહિ તે પૂછી જુએ છે. પુત્રે સ્પષ્ટ ના પાડતાં વણિકકન્યાની વલે કરવા તૈયાર થાય છે. કન્યાનાં મા-બાપને બોલાવી તેનાં ચરિત્ર દેખાડવા ગર્વ કરે છે. કન્યા જે બન્યું હતું તે બધું વર્ણવે છે. કુંવરનાં વસ્ત્ર, આભૂષણ, રત્નો, હથિયાર બધું હાજર કરે છે. પુત્ર શરમિંદો બની, બની ગયેલા પ્રસંગોનો સ્વીકાર કરે છે. રાજા વિક્રમ, સૌથી વડું સ્ત્રીચરિત્ર એમ સ્વીકારી પુત્રવધૂનો આદર કરે છે. અહીં સસરાએ ફેંકેલો પડકાર પુત્રવધૂએ ઝીલી લીધો છે. તે આ જ કથારૂઢિને મળતી એક વાર્તા સિંધની પ્રાચીન કથાઓમાં જોવા મળે છે. · બિરસિંગ અને સુંદરઆઈ ની વાર્તામાં સુન્દરઆઈ કેવી રીતે પતિનો પડકાર ઝીલી લે છે અને પોતાની બડાશના શબ્દોને કેવી રીતે ખરા પાડે છે તે નીચેની વાર્તા વાંચતાં જણાય છે : સાયલાના રાજા કેસરીસિંગને સુન્દરબાઈ નામની અતિ સ્વરૂપવાન કન્યા છે. તે એક વાર પોતાની સખીઓ સાથે ઉદ્યાનમાં રમતી હતી. નૃત્ય અને ગીત પૂરાં થતાં સાહેલીઓ માંહોમાંહે વાતો કરવા માંડી. સુન્દરબાઈ કહે : “ હું વલભીના રાજકુમાર બિરસિંગને પરણીશ, અને એને પ્રેમથી એવો જીતી લઈશ, કે એ બીજા કોઈ ને જુએ જ નહિ. અને જો એ મને હું કહું તેમ રાખશે નહિ તો હું તેને મારી શક્તિ અને હિંમતથી બતાવી આપીશ, કે સ્ત્રીઓ પણ સર્વ રીતે પુરુષસમોવડી હોય છે. પછી એ પોતાનાથી જ શરમાઈ ને મને ચાહશે અને માન આપશે, તે હું કહું તે પ્રમાણે કરશે.’. બિરસિંગ આ વખતે એ જ ઉદ્યાનમાં હતો. તે મૃગયા કરવા નીકળ્યા હતો. સાથીઓથી વિખૂટો પડી ગયો હતો. તેણે સુન્દરભાઈની બાશના આ શબ્દો સાંભળ્યા. તેનું રૂપ જોઈ ને તો એ આકર્ષાયો જ હતો. પિતા પાસે સુન્દરાબાઈ માટે માગું કરાવી તેને એકાન્તવાસ આપ્યો. બેસતા વર્ષને દિવસે મન્દિરમાં છુપાઈ રહ્યો. સુન્દરભાઈ પાર્વતી પાસે આશીર્વાદ માગતી હતી ત્યારે પ્રગટ થઈ, પેલા ઉદ્યાનમાં ઉચ્ચારેલા શબ્દો પ્રમાણે ફરી બતાવવા ૧. Tales of old Sind, page 107–115. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી કહ્યું. સુન્દરબાઈ લાચાર હતી. એક વાર તેણે દાસી મારફત પોતાના પિતાને વીંટી સમરાવવા મોકલી આપી. પિતાએ વીંટીના હીરા નીચેની ચિઠ્ઠી વાંચી. પુત્રીને દુઃખે દુઃખી થયા. પુત્રીને સહાયરૂપ થવા પુરુષનો પોશાક, ઘોડો અને બખ્તર મોકલી આપ્યાં. પછી પુત્રીના મહેલ સુધી ભોંયરું ખોદાવ્યું. પુત્રી એ ભોંયરાના માર્ગે એકાંતવાસમાંથી બહાર આવી. સુન્દરબાઈ પુરુષનો વેષ ધારણ કરી, રતનસિંહ નામ રાખી, બિરસિંગના પિતા પાસે દરબારમાં નોકરી મેળવવા આવી. તેને નોકરી મળી. સુંદરબાઈએ થોડા દહાડમાં યુક્તિ કરી પ્રજાને રંજાડતા સિંહને માર્યો. રાજાએ તેને એ બદલ માન અને ઈનામ આપ્યાં. એકાદ વરસ બાદ તે રાજા સાથે શિકારે ગઈ રાજાની ગેરહાજરીનો લાભ લઈ પડોશી રાજાએ વલભીપુર પર આક્રમણ કર્યું અને . બિરસિંગ પણ પકડાઈ ગયો. સુંદરબાઈએ પોતાના પિતા પાસેથી સહાય લઈ ભોંયરા મારફત વલભીપુરમાં પ્રવેશ કરીને તે પાછું મેળવ્યું અને બિરસિંગને પણ છોડાવ્યો. એકવાર રતનસિંહ રૂપે સુંદરબાઈ પોતાના મહેલ તરફ ગઈ. બિરસિંગ પોતાના મિત્ર રતનસિંહને મળવા ઇચ્છતો હતો. લોકો પાસેથી જાણ્યું કે તે સુન્દરબાઈના આવાસ તરફ ગયો છે એટલે એ વહેમાયો. સુંદરબાઈએ તેને સત્કાર કર્યો, પણ ક્રોધિત બિરસિંગે તેને રતનસિંહના સમાચાર પૂછ્યા. સુન્દરબાઈએ પોતાના તરફ વધારે ધ્યાનથી જોવાનું બિરસિંગને કહ્યું અને ભેદ કળાઈ ગયો. રતનસિંહ બીજો કોઈ નહિ, પણ પુરુષના વેષમાં સુન્દરબાઈ જ હતી. સુંદરબાઈએ પોતાની બડાશ પુરવાર કરી આપી. પતિએ પત્નીનો સત્કાર કર્યો. - આ વાર્તામાં સ્ત્રીની બડાશ, લગ્ન પછી સજાના રૂપમાં મળેલો એકાંતવાસ, સ્ત્રી તરફથી પિતાને વીંટી તારા ચિઠ્ઠી મોકલવી, ભોંયરાની રચના અને એ દ્વારા બહાર આવી પોતાની શક્તિઓ બતાવવી, ખોટા ભ્રષ્ટાચારના આળમાંથી મુકત થવું, વગેરે અંશો શામળની “સ્ત્રીચરિત્ર”ની વાર્તાને મળતા આવે છે. અને આ જ કથારૂઢિ પૂર્વમાંથી પશ્ચિમમાં જતાં ત્યાંના લોકસાહિત્યમાં કેવું સ્થાન પામે છે તે નીચે દર્શાવેલી બોકેશિયોના “ડેકામેરોની”ની ત્રીજા દિવસની નવમી વાર્તા જોતાં સમજાશે. ફ્રાન્સનો કાઉન્ટ ઑફ રોઝીગ્લીઓના નામે સદગૃહસ્થનો પુત્ર બન્ડ પોતાના પિતના વૈદ્યની દીકરી ટા જોડે ઉર્યો હતો. પિતાના મૃત્યુ બાદ બન્ડ પિરિસ ગયો. ગીલેટા પણ પિતાના મૃત્યુ બાદ પેરિસ જવા ઇચ્છતી હતી અને બન્ડને મળવા ઇચ્છતી હતી. પણ સગાંસંબંધીઓ તેને તેમ કરવા દેતાં ન હતાં. એકવાર ગીલેટાએ સાંભળ્યું કે ફ્રાન્સના રાજાને છાતી પર ગૂમડું થયું છે અને કોઈ વૈધ મટાડી શકતો નથી. તેણે પિતા પાસેથી સાંભળેલી વસ્તુઓમાંથી દવા તૈયાર કરી અને એ બહાને પેરિસ ગઈ રાજાને આઠ દિવસમાં સાજા કરવાનું બીડું ઝડપ્યું અને તેના બદલામાં પોતે પસંદ કરે તે યુવાન પરણાવવાનું રાજ પાસેથી વચન લીધું. તેનો ઉપચાર સફળ થયો. રાજાએ તેને પસંદ હોય તે યુવાન સાથે પરણાવવાનું વચન પાળ્યું. ગીલેટાએ બન્ડને પસંદ કર્યો હતો. બર્ટ્રાન્ડ આ લગ્નથી રાજી ન હતો, પણ રાજાની આજ્ઞા અવગણી શકે તેમ ન હતું. લગ્ન બાદ ગીલેટા અને બેન્ડ પોતાને વતન જતાં હતાં, પણ બટ્ટેન્ડ વતન જઈ ગીલેટા સાથે રહેવા તૈયાર ન હતો. એ તો ફલોરેન્ટાઈન્ટના લશ્કરમાં જોડાયો. ગીલેટ એકલી વતન ગઈ. તેણે પતિને સંદેશો કહેવરાવ્યો કે જો તું મારા ખાતર જ વતન ન જતો હો તો હું ગમે ત્યાં ચાલી જઈશ. તેનો જવાબ બડે એ આપ્યો કે તને સૂઝે તે કરી શકે છે. પણ હું તો તારો ત્યારે જ સ્વીકાર કરું કે જ્યારે તારી આંગળી પર મારી વીંટી હોય અને ખોળામાં મારો પુત્ર હોય. પછી ગીલેટા દાસી સાથે જાત્રાએ નીકળી અને ફલોરેન્સ આવી. ત્યાં એક વિધવાના ઘરમાં મુકામ કર્યો. ત્યાં તેણે પોતાના પતિને જોયો. તે બાજુમાં રહેતી ગરીબ સ્ત્રી, જે ગરીબાઈને કારણે પોતાની Page #6 -------------------------------------------------------------------------- ________________ અશક્યને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની : એક સચકાલીન કથારૂઢિ : ૨૦૧ પુત્રીનાં લગ્ન કરી શકતી ન હતી, તે પુત્રીના પ્રેમમાં હતો. ગીલેટાએ તે સ્ત્રીને પોતાની પુત્રીના લગ્ન ક્યાંક બીજે કરવા પુષ્કળ ધન આપ્યું અને પોતાને તેની દીકરી તરીકે ખપાવી દેવા વિનંતિ કરી. પહેલાં તો બૉન્ડની વીંટી મેળવી પછી તેનો સમાગમ કર્યાં. તેને બે પુત્ર જન્મ્યા ત્યાં સુધી તે ફલોરેન્સમાં જ રહી. બર્લૅન્ડ પોતાની પ્રજાની ઇચ્છાને માન આપી વતન ગયો. ત્યાં તેણે ‘પાર્ટી' ગોઠવી હતી. બધાં આમંત્રિતો ટેબલ પર ગોઠવાતાં હતાં ત્યાં જ ગીલેટા પોતાના બે પુત્રો સાથે આવી પહોંચી. બૉન્ડને પોતાના વચનની યાદ આપી વીંટી અને પુત્રો બતાવ્યા. બર્ટ્રાન્ડ ગીલેટાની ચતુરાઈની વાત સાંભળી ખુશ થયો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. શામળની “ સ્ત્રીચરિત્રની વાર્તા ”માં પણ વણિકકન્યા પોતાના જ પતિ સાથે પરકિયાનો સંબંધ આંધી પુત્રો મેળવે છે. પુત્રો અને રાજકુમારે આપેલી ભેટસોગાદો હાજર કરી પોતાની ચતુરાઈથી સૌને મુગ્ધ કરે છે અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે છે. આ રીતે બોકેશિયોની વાર્તાના કેટલાક અંશો સાથે સ્ત્રીચરિત્ર ’ની વાર્તાના કેટલાક અંશોનું સામ્ય છે, આ જ કથારૂઢ અર્વાચીન વાર્તાકારોને પણ આકર્ષે છે. · સ્ત્રીચરિત્રની નવીન વાર્તાઓ' માં નનુભટ તથા તેની સ્ત્રી ગુણસુંદરી ’ની વાર્તા છે. અહીં પણ ગુણસુંદરી પતિએ ફેંકેલા પડકારને ઝીલી લે છે અને પતિ સમક્ષ પોતાનું ચારિત્ર્ય પુરવાર કરી આપે છે. * કુંતલપુર નગરમાં પ્રેમભટ નામે બ્રાહ્મણ હતો. તેની સ્ત્રીનું નામ કેસર હતું. તેનો પુત્ર નનુભટ હતો. નનુભટ બાર વર્ષનો થતાં તેના પિતા મૃત્યુ પામ્યા. નનુ કંઈ ભણ્યો ન હતો. સૌના કહેવાથી ઊમયાપુરમાં પંડિત સોમેશ્વરને ત્યાં ભણવા ગયો. પંડિતે નામઠામ પૂછતાં વિદ્યાર્થી તેનો જમાઈ નીકળ્યો. પણ તેણે તે વાત પ્રગટ કરી નહિ અને જમાઈ ને નામઠામ બદલીને રહે તો ભણાવવાનું કબૂલ કર્યું. ગરજુ નનુએ પંડિતની વાત સ્વીકારી. વખત જતાં નવુ મોટો પંડિત થયો. એક વાર ગુરુને બહારગામ જવાનું થયું, પણ પોતાની ગેરહાજરીમાં રાજાને ત્યાં કથા કોણ વાંચે તે પ્રશ્ન થયો. પછી તેણે નનુને કથા વાંચવા મોકલવાનું નક્કી કર્યું. ગુરુ બહારગામ જતાં નનુ રાજાને ત્યાં કથા વાંચવા ગયો. નનુની વાણી સાંભળી સોમેશ્વરની પુત્રી ગુણસુંદરી મોહી પડી. રાજા ગુણસુંદરીના હાવભાવ નિહાળવા લાગ્યો. યુવાન અને સુંદર ગુણસુંદરી પર રાજા મોહી પડ્યો. રાજાએ દાસી મારફત તેને ખોલાવવાની તજવીજ કરી. રાજાનું તેડું સાંભળી ગુણસુંદરી ગૂંચવાઈ ગઈ. તેણે તેની બેનપણી ચંચળમતિની સલાહ લીધી. ચંચળમતિએ તેને એક પ્રકારની દવા આપી. પછી ગુણસુંદરી રાજા પાસે જવા તૈયાર થઈ. એના પંડિત પિતા બહારગામથી આવી ગયા હતા. તેણે તેને કહ્યું : “ પિતાજી, મારે મહાલક્ષ્મીની પૂજા કરવા જવું છે તો સાથે કોઈ વિદ્યાર્થીને મોકલો.” પંડિતજી સમજુ હતા. દીકરી જુવાન છે માટે બીજા કોઈ વિદ્યાર્થી કરતાં નનુભટને સાથે મોકલવો સારો કે જેથી કંઈ બને તો વાંધો નહિ. આમ માની પંડિતે નનુને ગુણસુંદરી સાથે મોકલ્યો. ગુણસુંદરી તો મંદિરે જવાને બદલે ઊંધી જ દિશામાં ચાલી. નનુભટ વિચાર કરતો સાથે ચાલ્યો. ગુણુસુંદરી તો રાજાના મહેલમાં ગઈ. નનુભટને દાદર પર બેસી જે અને તે જોવા કહ્યું. રાહ જોતા કામાતુર રાજાને તેણે દવાવાળું બીડું આપ્યું. રાજા તેના તરફ ધસી આવ્યો. ગુણસુંદરીએ બહાનાં કાઢ્યાં. થોડી વારમાં રાજાને નશો ચડ્યો અને ગબડી પડ્યો. પંડિતની પુત્રી નીચે આવી. ઊંઘતા નનુને ઉઠાડ્યો અને ઘેર ચાલી, નનુએ માન્યું કે છોકરીએ કાળું કામ કર્યું છે. પણ પોતે કશું જ બોલ્યો નહિ. પછી પંડિતે તેનો અભ્યાસકાળ પૂરો થયો ગણી ઘેર જવા આજ્ઞા આપી. નનુ ધેર ગયો. તેની પંડિતાઈથી સૌ ખુશ થયાં. પછી સૌના કહેવાથી તે પોતાની બાળપણમાં પરણેલી સ્ત્રીને તેડવા ગયો. પણ આશ્ચર્ય ! જે ગામમાં તે ભણવા k ૧ સ્ત્રીચરિત્રની નવીન વાર્તાઓ' મહમદ એન્ડ મહમદભાઈ કાગદી (સં૦ ૧૯૮૫૬ ઈ. સ૦ ૧૯૨૯). Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ : શ્રી મહાવીર જન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ ગયો હતો ત્યાં જ તે ગયો. અને વધારે આશ્ચર્ય તો એ થયું કે એના ગુરુ જ એના સસરા નીકહ્યા. તેને ગુણસુંદરીનો રાજા સાથેનો વ્યવહાર યાદ આવ્યો અને દુઃખી થયો. ગુરુના મોઢાની શરમે પત્નીને સાથે તેડી ગયો. પત્ની તેની સેવાપૂજા કરતી, પરંતુ તેને તો ચીડ જ ચડતી. તેણે પત્નીનું નામ ગુણસુંદરીને બદલે શુદ્ધસુંદરી રાખ્યું અને એ નામે જ બોલાવતો. ગુણસુંદરી પત્તિના આચરણનો ભેદ પામી ગઈ. તેને લાગ્યું કે હું મારી પવિત્રતા માટે સમજાવવાનો પ્રયત્ન કરીશ તો પણ પતિ માનશે નહિ, માટે કોઈ બીજી યુક્તિથી કામ સાધવું પડશે. પછી એક વાર તેણે પતિને કહ્યું : “ પિયરથી પત્ર આવ્યો છે અને મને તેડાવે છે, રજા આપો તો જાઉં. ” પતિને તો તેનું મોઢુંય ગમતું ન હતું એટલે તેણે તુરત રજા આપી. સ્ત્રી થોડાં લૂગડાં લઈ ચાલી નીકળી અને ગામને ખીજે દરવાજેથી શહેરમાં પાછી આવી. વાણિયાને ત્યાં ધરેણાં મૂકી રૂપિયા પચાસ ઉપાડ્યા. એક ધર ભાડે ર.ખ્યું. એ દાસીઓ રાખી. બ્રાહ્મણને ત્યાંથી શ્રીમદ્ ભાગવતનું પુસ્તક લીધું. ભસ્મ લગાવી. રુદ્રાક્ષની માળા પહેરી, સફેદ વસ્ત્ર ધારણ કરીને જોગણી બની કથા વાંચવા લાગી. ધીમે ધીમે કરતાં હજારો માણસો તેની કથા સાંભળવા આવવા લાગ્યાં. તેનો પતિ પણ એક વાર કથા સાંભળવા ગયો. જોગણીના પ્રભાવથી પ્રભાવિત થયો અને એક વાર તેને મળ્યો પણ ખરો. મળીને કહ્યું : “ હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું. આપ જો વિવાદ કરવા એકાંતમાં ખોલાવશો તો ઉપકાર થશે.” જોગણીએ કહ્યું : “હું કોઈ પરપુરુષને એકાંતમાં મળતી નથા.” નનુભટે બહુ વિનતિ કરી ત્યારે ખીજે દિવસે આવવા કહ્યું. બીજે દિવસે નનુભટ જોગણીને ત્યાં ગયો ત્યારે દાસીએ તેને અંદર આવવા દીધો. ગુણસુંદરીએ કહ્યું : “મારે નિત્ય એક બ્રાહ્મણ જમાડવાનો નિયમ છે, તો આજ આપ પ્રસાદ લેશો? ” બ્રાહ્મણે તુરત જ હા કહી, એટલે તેને ચોખા આપ્યા અને થોડી વારમાં જ દૂધ અને સાકર પણ આપ્યાં. રસોઈ તૈયાર થઈ એટલે જોગણીએ કહ્યું : “મહારાજ, પ્રથમ મારા હાથના એ કોળિયા જમો.” બ્રાહ્મણ ચમક્યો. તેણે કહ્યું : “ બ્રાહ્મણ જોગણીના હાથનું કેમ જમે? '' જોગણીએ ઉત્તર આપ્યો : “ તમે વિદ્વાન જ નથી. વેદમાં સર્વે જગત સરખું ગણ્યું છે, તે તમે જાણતા નથી ? ’’ બ્રાહ્મણ તેના હાવભાવથી મોહી પડ્યો. તે જોગણીના હાથનું જમ્યો. કામની લાલચે ભ્રષ્ટ થયો. જોગણીએ દાસીને કહી રાખ્યું કે બ્રાહ્મણ જમી રહે એટલે એને દક્ષિણા આપી કાઢી મૂકજે. બ્રાહ્મણ જમીને વસ્ત્રો પહેરી ખેસવા જતો હતો ત્યાં દાસીએ એક રૂપિયો તથા પાનસોપારી આપ્યાં અને જવાનું કહ્યું. મહારાજની એકદમ જવાની ઇચ્છા ન હતી, પણ દાસીએ જોગણીનો સૂવાનો સમય થયો છે માટે જાવ, કહી ધક્કો મારી બહાર કાઢ્યા. વટલાયા પણ કામ થયું નહિ, તેથી બ્રાહ્મણુ પસ્તાવા લાગ્યો. . એ દિવસ પછી જોગણે જોગ છોડી દીધો અને પોતાનાં મૂળ વસ્ત્ર પહેરી ગામને ખીજે દરવાજેથી પોતાને ઘેર ગઈ. બ્રાહ્મણ તેને આવતી જોઈ ચીડાયો અને કટાક્ષમાં કહ્યું : “ આવો શુદ્ધસુંદરી.”' ભાઈ તો કાંઈ બોલી જ નહિ, ખીજે દિવસે પાણી ભરી આવી અને ઉંબરા પર ખેડું પછાડી પતિ સાથે લડવા માંડી. કહેવા માંડી: “મારા ગયા પછી તમે આચારવિચાર છોડી કેવું વર્તન કર્યું તેની ગામમાં હોહા થાય છે અને હવે તમને કોઈ ભિક્ષા માટે ઘરમાં પગ મૂકવા દેવાનું નથી.” અને વધુમાં કહેવા લાગી: “તમે કોણ જાણે કેવીય જાતની જોગણના હાથનું ખાધું તેની આખા ગામને જાણુ છે અને નાતપટેલ તો તમને નાતબહાર મૂકવાની વાત કરે છે.” ગભરાઈ ને નનુભટે તેને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કર્યો. તેને પચાસ રૂપિયા આપી નાતપટેલને સમજાવી આવવા મોકલી. ગુણસુંદરી રૂપિયા લઈ પોતાનાં કડલાં (ધરેણાં) લઈ આવી અને પતિને કહેવા માંડી : “ બધું સમું કરી આવી છું. નાતપટેલ પચાસ રૂપિયામાં નહોતા માનતા પણ મારા પિયરના નીકળ્યા તે માનવી લીધા છે. હવે આપણું નામ નહિ દે.” થોડા દિવસ તો ગુણસુંદરીએ પોતાનાં રસોઈપાણી જુદાં રાખ્યાં. પછી બ્રાહ્મણ આગળ પડદો ખોલ્યો. પોતે જ જોગણી હતી તે કહ્યું, Page #8 -------------------------------------------------------------------------- ________________ અશક્યને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્નીઃ એક મધ્યકાલીન કથારૂઢિ : 203 અને સમજાવ્યું કે આમ જ રાજા કીર્તિસિંહને પોતે છેતર્યો હતો અને પવિત્રતા જાળવી હતી. જે પોતાને બગડ્યું હોત તો દાદર પર બેસી બધું જોવાનું શા માટે કહેત? અહીં સ્ત્રી વહેમી પતિએ ફેંકેલો જીવનને પડકાર ઝીલી લે છે અને પોતાની બુદ્ધિચાતુરી વાપરી પોતાની પવિત્રતા પુરવાર કરી આપે છે. કોઈ પણ દેશનું પરંપરાપ્રાપ્ત વાર્તાસાહિત્ય ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો તેમાં ઠીક ઠીક સમાન અને વારંવાર આવર્તન પામતા રહેતા હોય તેવા અંશો આપણને માલૂમ પડશે. તે જ પ્રમાણે કોઈ એક પ્રજાનાં આવાં પરંપરાગત વાર્તાસાહિત્યની બીજી પ્રજાઓનાં તેવાં જ વાર્તાસાહિત્ય સાથે તુલના કરતાં વારંવાર કંઈક વિગતભેદે કે કંઈક રૂપાંતર સાથે અનેક સ્થળે મળતા હોય તેવા ઘણે અંશો દેખાશે. અહીં આપણે જોયેલી લક્ષ્મણગણિની બારમી શતાબ્દીની જૈન પ્રાકૃતરચના અને ત્યારબાદ પંદરમી શતાબ્દીની શભશીલની રચના અને તે પછીની શામળની અઢારમી શતાબ્દીની રચનામાં એક જ કથારૂઢિ કેટલાંક આવર્તનો સાથે જળવાઇ રહેલી જોવા મળે છે. વળી આ જ કથારૂઢિ સિંધ દેશની લોકવાર્તામાં નજરે ચડે છે. પશ્ચિમની ચૌદમી સદીની “કામેરોન ની વાર્તામાં પણ આ જ કથારૂઢિ પ્રયોજાયેલી આપણે જોઈ શકીએ છીએ. સંભવ છે કે જેમ જેમ આ પ્રકારનું કથારૂઢિના તુલનાત્મક અભ્યાસનું ક્ષેત્ર વિસ્તરતું જાય તેમ તેમ આપણને સંસ્કૃત, પ્રાકત, જૂની ગુજરાતી તથા લોકવાર્તામાંથી તેમ જ અન્ય ભાષાઓનાં તેવા જ સાહિત્યમાંથી અનેક વાર્તાઓ મળતી જાય. અહીં દર્શાવાયેલો અભ્યાસ માત્ર આ દિશામાં પ્રારંભ પૂરતો છે.