Book Title: Ashakya ne Shakya kari Batavano Padkar Zilti Patni
Author(s): Janak Dave
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ૧૯૮ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ જ સૂતો. અધ રાત્રે ભુવનાનન્દા તેને કહે, “આજ મારા પગ બહુ બળે છે, તો જરા દાસીને જગાડો કે મારા પગ તળાસે.” પણ દાસીને બોલાવવાને બદલે રાજા પોતે જ પગ તળાંસવા માંડ્યો. ભુવનાનન્દાએ તેને ખૂબ વાય તો પણ તે તળાંસવા માંડ્યો. પછી તે નિરાંતે સૂઈ ગઈ. સ્વમામાં તેણે પૂર્ણ ચન્દ્રને પોતાના મુખમાં પ્રવેશતો જોયો. તે જાગી ગઈ. પગ તળાંસતા રાજાને તેણે કામ છોડાવી સ્વમનની વાત કહી. “સુન્દરી, તને ઉત્તમ પુત્ર થશે.” રાજાએ કહ્યું. સવાર સૂચવતો શંખ વાગતાં રાજા પોતાને મહેલે ગયો. ભુવનાનન્દા પોતાને પિયર ગઈ. પિતાને બધી વાત કહી અને ગર્ભનું રક્ષણ કરતી સુખે રહેવા લાગી. બીજે દિવસે રાજા ગણિકાવાસમાં ગયો. ત્યાં ભુવનાનન્દાને ન જોતાં તેની પડોશણને પૂછયું : “પેલી લીલાવતી ક્યાં ગઈ?” પડોશણે અજ્ઞાન બતાવ્યું. રાજા દુઃખી થઈ ઘેર ગયો. વળતે દિવસે તેણે પ્રધાનને પૂછયું : “તારા મંદિરની મુખ્ય ગાયિકા લીલાવતી કયાં ગઈ?” પ્રધાન કહે: “મહારાજ, મેં જ એને કાલ પરાણે કાઢી મૂકી. એ કોઈ ઠાકોરના પુત્રને હળી ગઈ હતી. નિયમિત મંદિરમાં આવતી ન હતી, સરખું કામ કરતી ન હતી અને શિખામણ આપતાં રડવા બેસતી અને તકરાર કરતી, એટલે મેં કાઢી મૂકી અને એને સ્થાને બીજીને નિયુક્ત કરી.” રાજા મૂગો થઈ ગયો. ભુવનાનન્દાને યોગ્ય સમયે ઉત્તમ લક્ષણવાળો પુત્ર થયો. સમય જતાં તે પણ વિદ્યાકળામાં પારંગત થયો. એક દિવસે મંત્રી ભુવનાનન્દાને તેના પુત્ર સહિત રાજ પાસે લઈ ગયો. રાજાએ પૂછયું : “આ મહિલા કોણ છે?” મંત્રીએ કહ્યું: “મહારાજ, તમારી પત્ની અને મારી પુત્રી છે, આ તમારો પુત્ર અને મારો દોહિત્ર છે.” રાજા કંઈ એ વિષયમાં બોલે એ પહેલાં પ્રધાને તેના હાથમાં વહી સોંપી દીધી. એ વહીમાં રાજાએ જે કંઈ કહ્યું હતું તે બધું વિવરણ સાથે લખી લીધું હતું. રાજાએ હર્ષ-વિષાદ સાથે કુમારને ભેટીને પોતાના ખોળામાં લીધો અને ભુવનાનન્દાને કહ્યું: “તે મને જીત્યો છે, અને હું તારાથી પ્રસન્ન છું—તારી પ્રતિજ્ઞા પૂરી કરી તેથી અને પુત્ર પ્રાપ્તિથી પ્રસન્ન છું. આજથી આ રાજય તારું અને તારો પુત્ર રાજા. હું હવે મારું ઈષ્ટ કર્તવ્ય કરીશ. આ બધા ભોગને ધિક્કાર છે. પુરુષશ્વાન એવા મને ધિકકાર છે. રાજયને પણ ધિક્કાર છે.” મંત્રીના વારવા છતાં રાજાએ કુમારનો અભિષેક કર્યો, અને પોતે દીક્ષા લીધી. મુનિ કહે છે કે આ મારું વૃત્તાંત છે. અંત: આ વાર્તામાં ભુવનાનન્દા પતિની ઉપેક્ષા પામે છે. રાજા–કે જે તેનો પતિ છે–તેને મોટી પંડિતા’ કહી પોતાની શકિત પુરવાર કરી આપવાનો પડકાર ફેંકે છે. ભુવનાનન્દા આખરે એ જ રા પાસે પોતાના પગ ધોવડાવે છે. મોજડી ઊચકાવે છે અને તેના દ્વારા જ પુત્ર પ્રાપ્ત કરે છે. ભુવનાનન્દા પોતાનું બુદ્ધિચાતુર્ય પુરવાર કરી આપે છે. પતિ તરફથી ફેંકાયેલા પડકારનો હિંમતથી સામનો કરે છે. આ કૃતિ ૧૧૯૯માં રચાઈ છે, પણ તે કર્તાની પોતાની જ કૃતિ લાગતી નથી. કોઈ પ્રચલિત લોકકથાનો ઉપયોગ કર્તાએ કર્યો લાગે છે. આરંભ અને અંતમાં જૈનતત્વ ગોઠવી દીધું લાગે છે. - ઈ. સ. ૧૪૪૩(વિ. સં. ૧૪૯૯)માં રચાયેલ પંડિત શ્રી શુભશીલગણિત “વિક્રમચરિત્રમ માં સૌભાગ્યસુંદરીની વાર્તા આવે છે. આ વાર્તામાં સ્ત્રી પોતે બડાશ હાંકે છે અને પછી એ બડાશ પુરવાર કરી આવવાનું પોતાને માથે આવે છે ત્યારે પતિનો પડકાર ઝીલી લઈ બડાશ પ્રમાણે વર્તન કરી બતાવે છે. વાર્તા આ પ્રમાણે છે : . એકવાર વિક્રમ નગરચર્યા જેવા નીકળ્યો હતો. તેણે બે બાળાઓને વાત કરતી સાંભાળી. એકે કહ્યુંઃ “હું પરણીને સાસુ-સસરાની સેવા કરીશ અને પતિની ભક્તિ કરીશ.” બીજીએ કહ્યું “હું તો પરણીને પતિની સાથે સાસરે જઈ પતિને છેતરીશ, અને પરપુરુષ સાથે મઝા કરીશ.” રાજાએ આ બીજી બાલા સૌભાગ્યસુંદરી સાથે લગ્ન કર્યું. રાજાએ તેને એકદંડિયા મહેલમાં કેદી જેવી સ્થિતિમાં રાખી. રાજાએ તેને તેની બહેનપણી સાથે હાંકેલી બડાશ પ્રમાણે કરી બતાવવા કહ્યું. થોડા સમય પછી એકવાર અવંતીમાં ગગનલિ નામે વેપારી વેપાર કરવા આવ્યો. તે એકદંડિયા મહેલ પાસેથી પસાર થતો હતો. સૌભાગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8