Book Title: Ashakya ne Shakya kari Batavano Padkar Zilti Patni Author(s): Janak Dave Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ અશકયને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી ૫ત્ની : એક મધ્યકાલીન કથારૂઢિ જનક દવે સ્ત્રીનું માની લીધેલું, કે વાસ્તવિક અભિમાન તોડવા માટે પતિ તરફથી સ્ત્રીને, પોતાનું સામર્થ્ય પુરવાર કરી આપવાનો પડકાર ફેંકાય છે; અને એ પડકાર ઝીલીને સ્ત્રી, માગણી પ્રમાણે, અસાધારણ વસ્તુને પોતાની ચતુરાઈ ને દક્ષતાથી સિદ્ધ કરી આપે છે, એવી કથારૂઢિ લોકવાર્તાઓમાં ઠીકઠીક પ્રયોજાઈ છે. આવી કથારૂઢિ પ્રથમ આપણને બારમી શતાબ્દીની એક જૈન પ્રાકૃતરચનામાં મળે છે. ઈ. સ. ૧૧૪૩(વિ. સં. ૧૧૯૯)માં લક્ષ્મણગણિએ રચેલી “સુપાસનાહચરિઅ”માં “પરદા રાગમનવિરમણવૃત્ત વિષયે અનક્રીડા-અતિચારે ધનકથા'ની વાર્તામાં એ કથારૂઢિ પ્રયોજાઈ છે. એની વાર્તા નીચે પ્રમાણે છે : વિક્રમપુર નગરમાં વિક્રમ નામે રાજા રાજ કરતો હતો. તે નગરમાં સિદ્ધિતિલક શેઠ પોતાની પત્ની લક્ષ્મી સાથે રહેતા હતા. શેઠને બે દીકરા હતા. એકનું નામ ધન અને બીજાનું નામ ધનદેવ. ધન સ્વભાવે કામી હતો. ધનદેવ ધાર્મિક વૃત્તિનો હતો. એક પર્વને પ્રસંગે એ બન્નેને કોઈ ખેડૂત નગરની પાસેના ગામના ખેતરમાં લઈ ગયો. ત્યાં આંબાના વનમાં એક મુનિ હતા. ખેડૂતના કહેવા પ્રમાણે તે એક માસથી ખાધાપીધા વિના કે નિદ્રા વિના ધ્યાનસ્થ બેઠા હતા. પેલા બન્ને ભાઈઓએ મુનિને યુવાવસ્થામાં સંન્યસ્ત લેવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે ખાસ કારણ તો તેમની સ્ત્રી હતી. પિલા બન્નેના આગ્રહથી તેમણે પોતાની વાત કહેવા માંડી : - શુભાવાસ નગરમાં રિપુમન રાજા રાજ કરતો હતો. વિશાળબુદ્ધિ તેનો મંત્રી હતો. મંત્રીની પત્નીનું નામ હતું રતિસુંદરી. તે નગરના પૂર્વ ભાગમાં એક ઉદ્યાન હતું. ઉદ્યાનના દ્વાર પર એક આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષ પર પારસિક દેશના પોપટની જોડી હતી. તે જોડું સુખથી રહેતું હતું. તેમને એક પુત્ર થયો. પોપટીને એકવાર ખબર પડી કે પોપટ પરકિયાસક્ત છે. તેણે પોપટને પોતાની સંગ કરવા દેવાની ના પાડી, અને પેલી પોપટીના માળામાં જવાનું કહ્યું. પોપટે પોતાનો ગુનો કબૂલ કર્યો અને ક્ષમા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8