Book Title: Ashakya ne Shakya kari Batavano Padkar Zilti Patni Author(s): Janak Dave Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ અશકયને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્ની : એક મચકાલીન કથારૂઢિ : ૧૯૭ માગી, પરંતુ પોપટી હવે તે પોપટનું મોઢું પણ જોવા માગતી ન હતી. પોપટે જતાં જતાં પોતાના પુત્રની માગણી કરી. પોપટી પુત્ર આપવા તૈયાર ન હતી. બન્ને રાજા પાસે ન્યાય કરાવવા ગયાં અને બન્નેએ પોતપોતાનું વૃત્તાંત કહ્યું. રાજાએ શાસ્ત્રવાકય કહ્યું કે પુત્ર પિતાનો અને પુત્રી માતાની; અથવા તો પુત્રી પણ પિતાની. વાવનારનું જ ખીજ હોય. ખેડૂત ખેતરમાં વાવે તેનું જ સર્વ ઉત્પાદન હોય છે. પોપટીએ ન્યાય સ્વીકાર્યાં, પણ રાજાની વહીમાં એ નિયમ લખાવ્યો. પોપટીએ પોપટને પુત્ર સોંપી દીધો. વૃક્ષ નીચે એક મુનિ હતા. પોપટીએ તેને પોતાનું આયુષ્ય પૂછ્યું. મુનિએ કહ્યું કે ત્રીજે દિવસે તું મૃત્યુ પામીશ, અને પ્રધાનને ઘેર પુત્રી તરીકે જન્મીશ, કારણકે તે મનુષ્યદેહ માટે કર્મો બાંધ્યાં છે. આ વાત સાંભળી પોપટી જિનમંદિરમાં ગઈ અને જિતને નમસ્કાર કરીને કોઈની પાસે મંદિરના ઉપરના ભાગમાં પૂર્વોકત અક્ષરો (મુનિના શબ્દો) લખાવ્યા——એવા વિચારથી કે કદાચ આવતા ભવમાં ફરતાં ફરતાં અહીં આવું અને આ અક્ષરો મારી દષ્ટિએ પડે તો મને મારા પૂર્વજન્મનું સ્મરણ થાય. પછી તેણે વિશાળબુદ્ધિની શ્રી રતિસુંદરીને પેટે બહુ સુંદર કન્યા તરીકે જન્મ લીધો. ભુવનાનન્દા નામ ધારણ કર્યું. થોડા સમયમાં ભણીગણી હોશિયાર થઈ. એક દિવસ ઉદ્યાનના જિનમંદિરે આવી ત્યાં પેલા અક્ષરો જોઈને તેને પૂર્વવૃત્તાંત યાદ આવ્યો, અને જિનભક્તિને પ્રભાવે પોતાને મનુષ્યદેહ મળ્યો તેથી જિન પ્રત્યે વિશેષ ભક્તિશાળી થઈ. પ્રધાન પાસે એક ઉત્તમ ધોડો હતો. રાજાની ધોડીને તેનાથી ધણા વછેરા થયા. રાજાએ તે પોતાને ત્યાં મગાવ્યા. ભુવનાનન્દાએ તે આપવા ન દીધા. તેણે કહ્યું : “ મારા પિતાના ધોડા દ્વારા એ ઉત્પન્ન થયા છે માટે તેની માલિકી મારા પિતાની ગણાય, રાજાની નહિ. પોપટ-પોપટીના વિવાદ વખતે આપેલો ન્યાય રાજાએ લખ્યો છે.” વહી વાંચી રાજા વિસ્મય પામ્યો. રાજાને થયું : આ કોઈ ખાલપંડિતા છે. રાજાએ પ્રધાન પાસે તેનું માગું કર્યું અને પોતે લગ્ન કર્યાં. લગ્ન પછી રાજાએ કહ્યું : “ હે ખાલા, તું તો મોટી પંડિતા છો, તો જ્યાં સુધી સર્વોત્તમ ગુણવાળો પુત્ર તું ઉત્પન્ન નહિ કરે ત્યાં સુધી તારે મારા ઘરમાં પગ મૂકવાનો નથી.’” ભુવનાનન્દાએ જવાબ આપ્યો : “પ્રિયતમ, જરૂર એવો પુત્ર જન્મ્યા પછી જ હું તારે ત્યાં આવીશ. ને તું મારી પ્રતિજ્ઞા પણ સાંભળી લે. હું ખરેખરી પંડિતા હોઉં તો તારે હાથે મારા પગ ધોવરાવીશ અને તારી પાસે મારી મોજડી ઊંચકાવીશ.” આમ બન્ને વચ્ચે એકાંતમાં વાતચીત થઈ. ભુવનાનન્દા પિયર પાછી આવી. પિતાને એકાંતમાં બધો વૃત્તાંત કહ્યો. પ્રધાને કહ્યું : “ દીકરી, આ તો બહુ દુર્ઘટ છે.’’ દીકરીએ જવાબ આપ્યો : “ બુદ્ધિ માટે કશું દુર્ઘટ નથી. રાજાના મહેલના પાછળના ભાગમાં ઋષભદેવનું એક મંદિર કરાવો, ત્યાં ત્રણે સમય હમેશાં નૃત્યનો ઉત્સવ થતો રહે તેવી વ્યવસ્થા કરો અને ત્યાં નર્તકીઓના આવાસ વચ્ચે મારું પણ એક ધર બંધાવો.” એ રીતે મંદિર વગેરેનું નિર્માણ થયું અને ત્યાં કેટલીક સુંદર, સંગીતકુશળ, નૃત્યકુશળ, વાદનકુશળ ગણિકાઓ રાખવામાં આવી. એક પણ પુરુષ ત્યાં નહોતો રાખ્યો. ભુવનાનન્દા પોતે પણ નૃત્યમાં ભાગ લેતી. એક વાર રાત્રી પૂરી થવા આવી હતી ત્યારે રાજાએ ગીત સાંભળ્યું. પાછલે બારણેથી તે નીકળ્યો અને જિનમંદિરમાં ગયો. તેણે ત્યાં અપ્સરાઓનું વૃંદ નૃત્ય કરતું હોય તેવું દૃશ્ય જોયું. ભુવનાનન્દા પણ ત્યાં નૃત્ય કરતી હતી. રાજા એના પ્રત્યે આકર્ષાય. રાજા દાસનો વેષ લઈ ને ત્યાં ગયો. નૃત્ય પૂરું થતાં ભુવનાનન્દા પાલખીમાં બેસી પોતાને આવાસે ગઈ. રાજા પણ તેને ત્યાં ગયો. બન્નેએ સાથે રાત ગાળી. આમ દરરોજ રાજા નૃત્ય જોતો અને ભુવનાનન્દાને ત્યાં રાત્રી ગાળતો. રાજા ભુવનાનન્દાને આ દરમિયાન જે જે કંઈ કહેતો તે ભુવનાનન્દા પોતાના પિતાને જણાવતી અને પ્રધાન પણ તે બધું એક વહીમાં લખી લેતો, એક દિવસે ભુવનાનન્દા જાણી જોઈ ને પોતાની મોજડી ભૂલી જઈ ને પાલખીમાં બેસી ગઈ. રાજાને કહ્યું : “મારી મોજડીઓ રહી ગઈ છે, તો તમે લાવજો.” પેલો રાજા મોજડીઓ માથે ચડાવીને લાવ્યો. તે રાત્રે પણ રાજા ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8