Book Title: Ashakya ne Shakya kari Batavano Padkar Zilti Patni Author(s): Janak Dave Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 8
________________ અશક્યને શક્ય કરી બતાવવાનો પડકાર ઝીલતી પત્નીઃ એક મધ્યકાલીન કથારૂઢિ : 203 અને સમજાવ્યું કે આમ જ રાજા કીર્તિસિંહને પોતે છેતર્યો હતો અને પવિત્રતા જાળવી હતી. જે પોતાને બગડ્યું હોત તો દાદર પર બેસી બધું જોવાનું શા માટે કહેત? અહીં સ્ત્રી વહેમી પતિએ ફેંકેલો જીવનને પડકાર ઝીલી લે છે અને પોતાની બુદ્ધિચાતુરી વાપરી પોતાની પવિત્રતા પુરવાર કરી આપે છે. કોઈ પણ દેશનું પરંપરાપ્રાપ્ત વાર્તાસાહિત્ય ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો તેમાં ઠીક ઠીક સમાન અને વારંવાર આવર્તન પામતા રહેતા હોય તેવા અંશો આપણને માલૂમ પડશે. તે જ પ્રમાણે કોઈ એક પ્રજાનાં આવાં પરંપરાગત વાર્તાસાહિત્યની બીજી પ્રજાઓનાં તેવાં જ વાર્તાસાહિત્ય સાથે તુલના કરતાં વારંવાર કંઈક વિગતભેદે કે કંઈક રૂપાંતર સાથે અનેક સ્થળે મળતા હોય તેવા ઘણે અંશો દેખાશે. અહીં આપણે જોયેલી લક્ષ્મણગણિની બારમી શતાબ્દીની જૈન પ્રાકૃતરચના અને ત્યારબાદ પંદરમી શતાબ્દીની શભશીલની રચના અને તે પછીની શામળની અઢારમી શતાબ્દીની રચનામાં એક જ કથારૂઢિ કેટલાંક આવર્તનો સાથે જળવાઇ રહેલી જોવા મળે છે. વળી આ જ કથારૂઢિ સિંધ દેશની લોકવાર્તામાં નજરે ચડે છે. પશ્ચિમની ચૌદમી સદીની “કામેરોન ની વાર્તામાં પણ આ જ કથારૂઢિ પ્રયોજાયેલી આપણે જોઈ શકીએ છીએ. સંભવ છે કે જેમ જેમ આ પ્રકારનું કથારૂઢિના તુલનાત્મક અભ્યાસનું ક્ષેત્ર વિસ્તરતું જાય તેમ તેમ આપણને સંસ્કૃત, પ્રાકત, જૂની ગુજરાતી તથા લોકવાર્તામાંથી તેમ જ અન્ય ભાષાઓનાં તેવા જ સાહિત્યમાંથી અનેક વાર્તાઓ મળતી જાય. અહીં દર્શાવાયેલો અભ્યાસ માત્ર આ દિશામાં પ્રારંભ પૂરતો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8