Book Title: Ashakya ne Shakya kari Batavano Padkar Zilti Patni
Author(s): Janak Dave
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 7
________________ ૨૦૨ : શ્રી મહાવીર જન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ ગયો હતો ત્યાં જ તે ગયો. અને વધારે આશ્ચર્ય તો એ થયું કે એના ગુરુ જ એના સસરા નીકહ્યા. તેને ગુણસુંદરીનો રાજા સાથેનો વ્યવહાર યાદ આવ્યો અને દુઃખી થયો. ગુરુના મોઢાની શરમે પત્નીને સાથે તેડી ગયો. પત્ની તેની સેવાપૂજા કરતી, પરંતુ તેને તો ચીડ જ ચડતી. તેણે પત્નીનું નામ ગુણસુંદરીને બદલે શુદ્ધસુંદરી રાખ્યું અને એ નામે જ બોલાવતો. ગુણસુંદરી પત્તિના આચરણનો ભેદ પામી ગઈ. તેને લાગ્યું કે હું મારી પવિત્રતા માટે સમજાવવાનો પ્રયત્ન કરીશ તો પણ પતિ માનશે નહિ, માટે કોઈ બીજી યુક્તિથી કામ સાધવું પડશે. પછી એક વાર તેણે પતિને કહ્યું : “ પિયરથી પત્ર આવ્યો છે અને મને તેડાવે છે, રજા આપો તો જાઉં. ” પતિને તો તેનું મોઢુંય ગમતું ન હતું એટલે તેણે તુરત રજા આપી. સ્ત્રી થોડાં લૂગડાં લઈ ચાલી નીકળી અને ગામને ખીજે દરવાજેથી શહેરમાં પાછી આવી. વાણિયાને ત્યાં ધરેણાં મૂકી રૂપિયા પચાસ ઉપાડ્યા. એક ધર ભાડે ર.ખ્યું. એ દાસીઓ રાખી. બ્રાહ્મણને ત્યાંથી શ્રીમદ્ ભાગવતનું પુસ્તક લીધું. ભસ્મ લગાવી. રુદ્રાક્ષની માળા પહેરી, સફેદ વસ્ત્ર ધારણ કરીને જોગણી બની કથા વાંચવા લાગી. ધીમે ધીમે કરતાં હજારો માણસો તેની કથા સાંભળવા આવવા લાગ્યાં. તેનો પતિ પણ એક વાર કથા સાંભળવા ગયો. જોગણીના પ્રભાવથી પ્રભાવિત થયો અને એક વાર તેને મળ્યો પણ ખરો. મળીને કહ્યું : “ હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું. આપ જો વિવાદ કરવા એકાંતમાં ખોલાવશો તો ઉપકાર થશે.” જોગણીએ કહ્યું : “હું કોઈ પરપુરુષને એકાંતમાં મળતી નથા.” નનુભટે બહુ વિનતિ કરી ત્યારે ખીજે દિવસે આવવા કહ્યું. બીજે દિવસે નનુભટ જોગણીને ત્યાં ગયો ત્યારે દાસીએ તેને અંદર આવવા દીધો. ગુણસુંદરીએ કહ્યું : “મારે નિત્ય એક બ્રાહ્મણ જમાડવાનો નિયમ છે, તો આજ આપ પ્રસાદ લેશો? ” બ્રાહ્મણે તુરત જ હા કહી, એટલે તેને ચોખા આપ્યા અને થોડી વારમાં જ દૂધ અને સાકર પણ આપ્યાં. રસોઈ તૈયાર થઈ એટલે જોગણીએ કહ્યું : “મહારાજ, પ્રથમ મારા હાથના એ કોળિયા જમો.” બ્રાહ્મણ ચમક્યો. તેણે કહ્યું : “ બ્રાહ્મણ જોગણીના હાથનું કેમ જમે? '' જોગણીએ ઉત્તર આપ્યો : “ તમે વિદ્વાન જ નથી. વેદમાં સર્વે જગત સરખું ગણ્યું છે, તે તમે જાણતા નથી ? ’’ બ્રાહ્મણ તેના હાવભાવથી મોહી પડ્યો. તે જોગણીના હાથનું જમ્યો. કામની લાલચે ભ્રષ્ટ થયો. જોગણીએ દાસીને કહી રાખ્યું કે બ્રાહ્મણ જમી રહે એટલે એને દક્ષિણા આપી કાઢી મૂકજે. બ્રાહ્મણ જમીને વસ્ત્રો પહેરી ખેસવા જતો હતો ત્યાં દાસીએ એક રૂપિયો તથા પાનસોપારી આપ્યાં અને જવાનું કહ્યું. મહારાજની એકદમ જવાની ઇચ્છા ન હતી, પણ દાસીએ જોગણીનો સૂવાનો સમય થયો છે માટે જાવ, કહી ધક્કો મારી બહાર કાઢ્યા. વટલાયા પણ કામ થયું નહિ, તેથી બ્રાહ્મણુ પસ્તાવા લાગ્યો. . એ દિવસ પછી જોગણે જોગ છોડી દીધો અને પોતાનાં મૂળ વસ્ત્ર પહેરી ગામને ખીજે દરવાજેથી પોતાને ઘેર ગઈ. બ્રાહ્મણ તેને આવતી જોઈ ચીડાયો અને કટાક્ષમાં કહ્યું : “ આવો શુદ્ધસુંદરી.”' ભાઈ તો કાંઈ બોલી જ નહિ, ખીજે દિવસે પાણી ભરી આવી અને ઉંબરા પર ખેડું પછાડી પતિ સાથે લડવા માંડી. કહેવા માંડી: “મારા ગયા પછી તમે આચારવિચાર છોડી કેવું વર્તન કર્યું તેની ગામમાં હોહા થાય છે અને હવે તમને કોઈ ભિક્ષા માટે ઘરમાં પગ મૂકવા દેવાનું નથી.” અને વધુમાં કહેવા લાગી: “તમે કોણ જાણે કેવીય જાતની જોગણના હાથનું ખાધું તેની આખા ગામને જાણુ છે અને નાતપટેલ તો તમને નાતબહાર મૂકવાની વાત કરે છે.” ગભરાઈ ને નનુભટે તેને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કર્યો. તેને પચાસ રૂપિયા આપી નાતપટેલને સમજાવી આવવા મોકલી. ગુણસુંદરી રૂપિયા લઈ પોતાનાં કડલાં (ધરેણાં) લઈ આવી અને પતિને કહેવા માંડી : “ બધું સમું કરી આવી છું. નાતપટેલ પચાસ રૂપિયામાં નહોતા માનતા પણ મારા પિયરના નીકળ્યા તે માનવી લીધા છે. હવે આપણું નામ નહિ દે.” થોડા દિવસ તો ગુણસુંદરીએ પોતાનાં રસોઈપાણી જુદાં રાખ્યાં. પછી બ્રાહ્મણ આગળ પડદો ખોલ્યો. પોતે જ જોગણી હતી તે કહ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8