Book Title: Ardhya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૬ ૯ અર્થ એક તો જૈનસમાજ વ્યાપાપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લોકો ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જૈનોને કૉન્ફરન્સમાં સમ્મિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી ફૂટના કૉન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાઘાતો; આ બધું કૉન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃત્તિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યનો પવન ફૂંકાતો હોય, અનેક પ્રવૃત્તિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કૉન્ફરન્સન એ સાથે તાલ મેળવી ન શકતી હોય તો સાચા ધગશવાળા કાર્યકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મોહનભાઈમાં અનેકવાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે. અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઈચ્છા પ્રમાણે કામ કરવાનો આવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુંબિક આદિ પ્રશ્નો ઘણા, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાક તો જાણે લાગે જ નહીં. કોઈકવાર જમ્યા પછી પણ જમવાનો પ્રસંગ આવે તો તેઓ પાછા ન પડે. એને એમની નિષ્ઠા પણ એટલી પાકી. કોઈ કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકો. એમાં પછી ઊંઘ કે આરામ જોવાનો જ નહીં. તેથી જ તેઓ કૉન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પોતે રૂચિ તેમજ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જો કોઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તો તેઓ તેને કોન્ફરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાનો માર્ગ મોકળો કરે. સદ્દભાગ્યે એમને સાથીઓ અને મિત્રો પણ સારા મળેલા. સદ્દગત મોતીચંદભાઈ, મકનજીભાઈ અને મોહનલાલ ઝવેરી વગેરે એમના સાથીઓ. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કોઈ એક બીજાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મિટિંગોમાં તથા કૉન્ફરન્સ ઑફિસમાંના મિલન પ્રસંગે અનેકવાર જોઈ છે. મોહનભાઈની અંગત પ્રવૃત્તિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધાંમાંથી તેઓ એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાંતર કરનાર પોતે, પ્રફ જોનાર પોતે. એમ પોતાની બધી કૃતિઓમાં એ બધાં લખાણોમાં જે કાંઈ કરવું પડ્યું છે તે બધું લગભગ તેમણે પોતને હાથે જ કર્યું છે. કૉન્ફરન્સ હેરલ્ડ અને જૈનયુગ, જે તે વખતે કૉન્ફરન્સનાં મુખપત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186