________________
તેજોમૂર્તિ ભગિની • ૧૪૭ પક્વ અને પક્વતર વિચાર તેમજ અનુભવવાળાં બાકીનાં પુસ્તકો અનુવાદિત કરે. વાચકો આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનોને તો આમાંથી ઘણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તો વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ બંધનોના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા એ બંધનો તોડી બહાર આવવા દઢ નિશ્ચય કરે છે અને તેના જ “મારી એક ક્ષણ પણ જડ સ્થિરતામાં ન ગઈ શબ્દોમાં કહું તો, તે અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપંગપણાના સહજ બંધનની પેલી પાર રહેલા પોતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એકે બંધન વિનાની તે બહેનો નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શકે ? શિક્ષણની ઘણી માધ્યમિક સંસ્થાઓમાં પાઠ્ય તરીકે નહીં તો છેવટે આ પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org